Abtak Media Google News

સીરિયાના રાષ્ટ્રપતિ અસદે કરાવેલા રાસાયણીક હુમલાી છંછેડાયેલા અમેરિકાની બોમ્બ વર્ષા અમેરિકાની કાર્યવાહીએ પુતીનનું અપમાન છે જે ચલાવી લેવાશે નહીં: રશિયા

તાજેતરમાં સીરીયામાં રાષ્ટ્રપતિ બસર અલ અસદના સૈન્ય દ્વારા રાસાયણીક હુમલા કરાતા ૭૫ માસુમ લોકો મોતને ભેટયા હતા. આ અમાનવીય ઘટના બાદ છંછેડાયેલા અમેરિકાએ થોડા સમય પહેલા આપેલી ચિમકીની અમલવારી શરૂ કરી દીધી છે. મોડી રાત્રે સીરીયા ઉપર બોમ્બ વર્ષા કરવામાં આવી છે. અમેરિકાની આ સૈન્ય કાર્યવાહીમાં ફ્રાન્સ અને બ્રિટન પણ જોડાઈ ગયા છે. બસર અલ અસદને ટેકો આપી રહેલુ રશિયા આ કાર્યવાહીથી છંછેડાઈ ગયું છે. પરિણામે વિશ્ર્વ યુદ્ધ થવાની દહેશત છે.

થોડા દિવસો પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સીરીયા ઉપર હવાઈ હુમલા કરવાની ચિમકી આપી હતી. અસદ સરકારે સીરીયાના નાગરિકો ઉપર રાસાયણીક હુમલો કરતા મામલો બિચકયો છે. આ હુમલામાં બાળકો, મહિલાઓ સહિત ૭૫ લોકોનો કમકમાટીભર્યા મોત નિપજયા હતા. હજુ આ હુમલાની અસર લોકો ઉપર જોવા મળી રહી છે. આ હુમલા બાદ અમેરિકાએ રશિયાને પણ આડેહા લીધુ છે.

સીરીયા પર અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને સંયુક્ત સૈન્ય કાર્યવાહી કરતા રશિયાએ આ પગલાને પુતીનનું અપમાન ગણાવ્યું છે અને ચેતવણી આપી છે કે આ વાતને સહન કરવામાં નહીં આવે. પરિણામે મામલો બિચકયો છે અને રશિયા હાલ સીરીયામાં અમેરિકાની કાર્યવાહીનો જવાબ આપે તેવી સ્થતિ ઉભી થઈ છે.

ટ્રમ્પે રાસાયણીક હુમલા બાદ સીરીયાના રાષ્ટ્રપતિ અસદ ઉપર શાબ્દિક પ્રહારો કરતા કહ્યું હતું કે, આ કોઈ માણસની હરકત નથી. આ માણસાઈ વિરુધ્ધ શૈતાન દ્વારા થયેલા કાળા કામ છે. આજે રાત્રે અમે કરેલા હુમલા પાછળ રાસાયણીક હથીયારોનો ઉપયોગ અને તેના નિર્માણ કરનારાઓને કડક સંદેશો આપવાનો છે. આ હુમલા રશિયા દ્વારા અસદે કરેલા કેમીકલ હથીયારોના પ્રયોગને રોકવાની નાકામીનું પરિણામ છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે સીરીયા સાથે ઉભેલા ઈરાન અને રશિયાને ખૂબજ કડક શબ્દોમાં ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે, બન્ને દેશોએ વિચારવું જોઈએ કે તે કોને સર્મન આપી રહ્યાં છે. માસુમ લોકોની હત્યા કરનારા દેશનો સાથ તમે કેવી રીતે નિભાવી શકો છો ? અહીં ઉલ્લેખનીય છે કે, ગત તા.૭ એપ્રીલના રોજ સીરીયાના રાષ્ટ્રપતિ બસર અલ અસદની સરકારે વિદ્રોહીઓ પર રાસાયણીક હથિયારોનો પ્રયોગ કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ હુમલામાં ૭૦થી વધુ લોકોના મૃત્યુ થયા હતા. ત્યારબાદ અમેરિકાએ સીરીયાને ચેતવણી આપી હતી અને આ ચેતવણીને રાત્રે સાચી પણ ઠેરવી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.