Abtak Media Google News

સમાજના બાળકો અને યુવાઓ એ ઉગતા છોડ સમાન છે, આજના આ છોડ આવતીકાલના ઘટાદાર વૃક્ષ છે. આ ભવિષ્યના વૃક્ષોને વધુ મજબુત અને સંગઠીત બનાવવા સમગ્ર વિશ્વની સામાજીક સંસ્થાઓમાં સૌ પ્રથમ વાર સામાજીક સંસ્થા તરીકે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સમર ટ્રેકીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને જેમ્બરી એડવેન્ચર્સ એન્ડ ટુર્સ સાથે મળીને રાજીવ શર્માના સીધા માર્ગદર્શનમાં હિમાચલ પ્રદેશનાં મનાલી ખાતે ચંદ્રખાની પાસે ટ્રેકિંગ એકસપેડીશનનું આયોજન ૧૨ થી ૨૨ વર્ષનાં યુવાઓ માટે કરાયું છે. આ ઉપરાંત આબુ ખાતે ભારતની વિવિધ નામાંકિત માઉન્ટેનિયરીંગ ઈન્સ્ટિટયુટના સર્ટિફાઈડ ટ્રેનરનાં સીધા માર્ગદર્શનમાં અરાવલી એડવેન્ચર કેમ્પનું આયોજન ૧૦ થી ૧૭ વર્ષનાં યુવાઓ માટે કરાયું છે. ભાગ લેવા તેમજ વધુ માહિતી માટે મો.નં. ૯૯૭૯૯ ૮૧૭૮૮ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.