Abtak Media Google News

સૌરાષ્ટ્રનો દરિયાકિનારો, કચ્છનું સફેદ રણ ગીર ફોરેસ્ટ, પોળો ફોરેસ્ટ, સાપુતારા, ડાંગ ગુજરાતના આ સ્થળોની મુલાકાત મનમોહી લેશે

ટ્રાવેલીંગ એટલે મુસાફરી…. મુસાફરીએ આજના આપણા ભાગદોડ ભર્યા જીવનનો એક અભિન્ન હિસ્સો ગણી શકાય આમ, જોઈએ તો ‘જિંદગી’ જ એક મુસાફરી છે જો દુનિયા અને કુદરતના ખોળે પથરાયેલી સુંદરતા નિહાળવા હોય તો ‘વિશ્ર્વયાત્રા’ જરૂરી કરવી જોઈએ. મુસાફરી કરવાથી અવનવા અનુભવો, નવી ઉર્જા અને નવી તાજગી મળે છે. આજ માટે દર વર્ષે ૨૭ સપ્ટેમ્બરને ‘વર્લ્ડ ટુરીઝમ ડે’ તરીકે ઉજવવામાં આવે છે અને સામાજીક, સાંસ્કૃતિક રાજનીતિક તેમજ આર્થિક ક્ષેત્રે ટુરીઝમના મહત્વને સમજાવવા પ્રયાસ કરાય છે.

Img 20180927 Wa0013આજની ભાગદોડ અને ટેન્શન વાળી લાઈફમાં થોડો રીલેકસ થવું હોય તો આપણી નજીક જ આવેલા કેટલાક રમણીય સ્થળોની મુલાકાત લઈ શકાય. આસપાસની સુંદર જગ્યાઓ, પ્રાચીન સંસ્કૃતીઓ તેમજ પ્રાકૃતિક સૌદર્ય હંમેશાથી જ દુનિયાભરમાં સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. જયા ગુજરાતનો તેમજ ગોવાનો દરિયા કિનારો સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર છે તો બીજી તરફ કેરલ અને કાશ્મીર પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતું છે. આ ઉપરાંત ક્ધયાકુમારીનું તો એક અલગ જ આધ્યાત્મિક આકર્ષણ છે રાજસ્થાન ભારતની ઐતિહાસીક ધરોહર છે. તો તાજ મહેલ ભારતની ઓળખ બની ગયું છે. ભારતમાં ફેલાયેલી વિવિધતા સૌદર્ય અને આકર્ષણ પ્રવાસીઓને ખેંચી લાવે છે.

પરંતુ આ બધા સ્થળો કરતા ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતમાં પણ એવા ઘણા સ્થળો છે જે આપણા સૌથી હજુ પણ અજાણ છે. સૌરાષ્ટ્રનો દરિયા કિનારો હોય, કચ્છનું સફેદ રણ હોય, ગીર ફોરેસ્ટ, અમદાવાદની સિદી સૈયદની જાળીની કોતરણી, પતંગ મ્યુઝીયમ, ભદ્રનોકિલ્લો કે પછી ગાંધીનગર બીએપીએસનું અક્ષર મંદિર હોય આ બધા સ્થળો આપણી નજીક હોવા છતા દૂર છે.

મુસાફરી થકી એક સ્થળે કે દેશના લોકો અન્ય સ્થળ કે અન્ય દેશના લોકો વિશે સંસ્કૃતિ વિશે અને ત્યાંની રીત-ભાત વિશે જાણી શકે છે. કુદરતી સૌદર્ય અને જંગલોની ગહેરાઈનો અહેસાસ કરવો હોય, તો પોળોના જંગલો એક ઉત્તમ માધ્યમ છે.Img 20180927 Wa0011

ગુજરાતમાં પોળોના જંગલો સાબરકાંઠા જિલ્લામાં ઈડરથી વિજયનગર જવાના રસ્તે આવેલા છે. પોળોના આ જંગલોમાં અનેક પ્રાચીન મંદિરો આવેલા છે. કે જે ભારતીય સંસ્કૃતિની ધરોહર છે. જંગલોના શ્રેષ્ઠ સ્મારકો તેના ભવ્ય ઈતિહાસની ગાથા ગાય છે. પ્રકૃતિપ્રેમી અને ઈતિહાસના રસીકો માટે તો આ જગ્યા સ્વર્ગ સમાન છે. પોળોના જંગલોમાં આવેલા વળાંકવાળા રસ્તાઓ, ગીચ વનરાજી, ઉંચા ઝાડ ચોકકસપણે પ્રવાસીઓના ઉત્સાહને બમણો કરી દે છે અને ગાઢ જંગલોની હરિયાળી કે જે આહલાદક અનુભવ કરાવે છે. સપ્ટેમ્બર માસથી ડીસેમ્બર સુધીનો સમય પોળોની મુલાકાતનો ઉતમ સમય ગણાય છે. જો કે, સમગ્ર વર્ષ દરમિયાન પણ આપણે પોળોની વન્યસૃષ્ટિને માણી શકીએ છીએ. રાત્રી રોકાણ માટે વનવિભાગ દ્વારા પોળોમાં ‘ટેન્ટ સીટી’નું નિર્માણ કરાયું છે.

પૂર્ણ કુદરતી વાતાવરણમાં ચારે બાજુ જંગલો અને વચ્ચે વહેતીનદી પોળોના જંગલોની શોભા વધારે છે. જેથક્ષ અહી રાત્રીરોકાણ કરવું પણ મુસાફરોને ખૂબજ પસંદ પડે છે. અહી ખાનગી રીસોર્ટસ પણ ઉભા કરાયા છે. જેમાં પ્રવાસીઓને રહેવા જમવા સહિતની તમામ અધતન સુવિધાઓ પુરી પડાય છે. પોળોના જંગલોની મુલાકાત લઈ ખરેખર મન ઝુંમી ઉઠે છે.Img 20180927 Wa0009 1

ગુજરાતમાં હરવા ફરવાના સ્થળ તરીકે પ્રખ્યાત બીચ પણ પ્રવાસીઓમાં એક આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ૧૬૬૬ કીમી લાંબો દરિયા કિનારો ધરાવતા ગુજરાતમાં માંડવી બીચ, ચોરવાડ બીચ, તીથલ બીચ, નાગોઆ બીચ, દ્વારકાબીચ, ગોપનાથબીચ, સોમનાથ બીચ, ઓખા બીચ, શીવરાજપૂર બીચ અને ધોગલા બીચ પ્રખ્યાત છે. ગુજરાતમાં વેકેશન ગાળવા માટે પ્રવાસીઓની સૌપ્રથમ પસંદ બીચ બન્યા છે. દરિયા કિનારે દરિયાઈ સૃષ્ટિ, સૂર્યપ્રકાશમાં ન્હાતા સમુદ્રતટ, નૌકાની સફર અને અહી સૂર્યોદય-સૂર્યાસ્તના દ્રશ્યો એક અનોખો અનુભવ કરાવે છે.

વાત કરીએ ગુજરાતના કચ્છ જીલ્લામાં ઉજવાતા રણોત્સવ વિશે, તો ધોરડોના સફેદરણમાં દર વર્ષે રણોત્સવનું આયોજન કરાય છે. આ દરમિયાન કચ્છના રણની અપ્રતિમ સુંદરતાને માણવા દેશ-વિદેશથી ટુરીસ્ટો ખાસ ગુજરાત મુલાકાતે આવે છે. આ માટે અહી એર કન્ડિશન્ડર ટેન્ટસ, બેટરી સંચાલીત ગાડીઓ, સલુન અને અત્યાધુનિક સ્પાથી માંડીને તમામ જરૂરી સુવિધા ઉભી કરાઈ છે.

રણોત્સવમાં કચ્છી ભુંગા જેવા દેખાતા ટેન્ટ ગ્રામીણ રહેણાંક શૈલીનો અહેસાસ કરાવે છે. દેશીલુક અને વિદેશી સુવિધાથી સજજ આ તંબુઓ ટુરીસ્ટોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આથી જ મરૂ, મેરૂ અને મેરામણની ભૂમી એવા કચ્છતા રણોત્સવને ભવ્ય લોકપ્રિયતા નવી છે.

ડિસેમ્બરમાં શરૂ થતા આ રણોત્સવમાં ગુજરાત રાજયના પ્રવાસન સ્થળો, મેળા અને તહેવારો દર્શાવતા થીમપેવેલીયન, કચ્છી વાનગી પીરસતા ફૂડ કોર્ટ, ઉંટ સવારી, બલુન ફલાય, પતંગોત્સવ રાજાશાહી કાળની સાક્ષી પૂરતા આયના મહેલ અને પ્રાગમહેલના નજારાએ વિશેષ આકર્ષણ જમાવ્યું છે. આ સાથે રણોત્સવ દરમિયાન ખાસ વિદેશી સહેલાણીઓ, માટે દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા કચ્છી કલા, લોક સંસ્કૃતિ અને લોક સંગીતનું પણ આયોજન કરવામાં આવે છે. જેને માણવા દેશ વિદેશથી પર્યટકો આવે છે.

સૌરાષ્ટ્ર -કચ્છ સહિત સમગ્ર ગુજરાતના ઐતિહાસીક સ્થળોને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવી વિદેશી પર્યટકોને આકર્ષવા સરકાર દ્વારા પણ પ્રયાસો થઈ રહ્યા છે. ભારત સહિતના વિશ્ર્વભરના દેશો પણ આ બાબતે ભાર મૂકી રહ્યા છે. આથી વૈશ્ર્વિક સ્તરે પર્યટનને આગળ ધપાવવા ૨૭ સપ્ટેમ્બરના દીનને વિશ્ર્વભરમાં ‘વિશ્ર્વ પર્યટન દિવસ’ તરીકે ઉજવાય છે. ત્યારે આ વર્ષે વિશ્ર્વ પર્યટન દિન ૨૦૧૮ની થીમ’ ટુરીઝમ એન્ડ કલ્ચરલ પ્રોટેકશન રાખવામા આવી છે. એટલે કે ‘પર્યટન અને સંસ્કૃતિ સંરક્ષણ છે’

મીની વેકેશનમાં ફરવા જવાનો અને કુદરતને માણવાનો મોકો મેળવવો હોયતો સાપુતારા અને ડાંગનો પ્રવાસ ખૂબજ રોમાંચિક કરી દેશે સાપુતારા અને ડાંગના હર્યા ભર્યા વૃક્ષો, વેલી અને વન તેમજ પાણીના ઘોઘ જોઈએતો દરેકના મોમાથી એક જ ઉદગાર નીકળશે. વાહ…. તો બીજી તરફ નળ સરોવર અને હડપ્પીયન સંસ્કૃતિની ઐતિહાસીક ધરોહર એવા લોથલની મુલાકાત લેવાનું પણ ચુકતા નહી નળ સરોવરમાં ડિસેમ્બરમાં વહેલી સવારે દેશ વિદેશથી આવતા પક્ષીના કલરવનો અવાજ તમારા મનને પ્રફુલ્લીત કરી દેશે જયારે એડવેન્ચર અને ટ્રેકીંગના શોખીનો માટે પણ ગુજરાતમાં જ ઘણા એવા સ્થળો છે જયાં મન મૂકીને તેને માણી શકાય છે.

મીની વેકેશનને પીકનીકની સાથે ધાર્મિક પ્રવાસ બનાવવો હોય તો દ્વારકાનું મંદિર, સોમનાથ મહાદેવનું મંદિર તેમજ મોઢેરાનું સૂર્યમંદિર આકર્ષણ ઉભુ કરે તેવા છે તો બીજી તરફ જૂની પુરાણી વસ્તુઓ તેમજ યુધ્ધના સંશાધનો રાજા રજવાડાના સમયમા વપરાતી વસ્તુઓના સંગ્રહ સ્થાન વડોદરાનો લક્ષ્મી વિલાસ પેલેસ પણ આપ જોઈ શકો છો અને જો વિકસતા પર્યટન સ્થળની વાત કરીએ તો નર્મદાને કિનારે તૈયાર થઈ રહેલુ ‘સ્ટેચ્યુઓફ યુનિટી’ પણ પ્રવાસીઓને આકર્ષે છે.Img 20180927 Wa0012

પાલો ફોરેસ્ટ કુદરત સાથે જોડે છે

આમ પણ ગુજરાતના લોકો હરવા, ફરવા અને ખાવા પીવાના ખૂબજ શોખીન છે. એટલે એડવેન્ચર ટ્રીપ હોય કે ધાર્મિક પ્રવાસ હોય કોઈ પણ જગ્યાએ તમને ગુજરાતી તો મળી જ જશે આ અંગે વધુ જણાવતા પોલો રીફીટ રિસોર્ટના રમેશભાઈ પટેલ કહે છેકેImg 20180925 Wa0052

અત્યારે લોકોમાં ફરવા જવાનો બહુ ક્રેઝ છે લોકો ફ્રી થવા અને ફેમીલી કે ફ્રેન્ડસ સાથે વધારે સમય વિતાવવા ફરવા જવાનું વધુ પસંદ કરે છે. અમારા રિસોર્ટમા સોમ થી શુક્રતો થોડે ઘણે અંશે ભીડ હોય જ છે.પરંતુ શની રવિની રજામાં તેનો આંકડો ૪૦ થી ૫૦ હજારે પહોચી જાય છે. અમારા રિસોર્ટમા અગાઉ માટીના કાચા મકાન જેવું હતુ પરંતુ લોકોની અવર જવર વધતા અહી અધતન સુવિધા વાળા ટેન્ટ બનાવવામાં આવ્યા જેમાં ટીવી, ફ્રીઝ, એસી જેવી હોટલના લકઝુરીયસ રૂમ જેવી સુવિધા આપવામાં આવે છે. આ સાથે ટેન્ટની બહાર ગાર્ડન અને રાત્રે કેમ્પ ફાયરની મજા માણતા મુસાફરો આનંદીત થઈ જાય છે.

પોળોમાં ટુરિઝમ દ્વારા પોળો ઉત્સવ પણ ઉજવવામાં આવે છે. આ સમય ગાળા દરમિયાન દેશના અને વિદેશના ટુરિસ્ટો પોળોની મુલાકાતે આવે છે.

અહી એક માત્ર સમસ્યા પાર્કિંગની છે ને તેની થોડા ઘણા અંશે પણ સુવિધા થઈ જાય તો પોળોના જંગલોને માણવા આવતા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ શકે છે. આ ઉપરાંત વૃધ્ધોઅને બાળકોને ધ્યાનમાં રાખી વ્હીલચેર બેસવા માટેના બાકડા, પાણીની વ્યવસ્થા અને ફૂડ કોર્ટ શરૂ થાય તે ખૂબજ જરૂરી છે. જોકે હાલ આવી કોઈ વ્યવસ્થા ન હોવા છતાં પોળો ફોરેસ્ટની મુલાકાતે આવનાર લોકોની સંખ્યા ઉત્તરોતર વધી રહી છે.

યુવાનો હિલસ્ટેશને જવાનું વધુ પસંદ કરે છે

દિવસે દિવસે ટુરિઝમ ક્ષેત્રે મોટા બદલાવ આવી રહ્યા છે. લોકો ફરવા જવા માટેના એડવાન્સ આયોજનો કરતા થયા છે. આ અંગે વધુ જણાવતા અક્ષર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના અશોકભાઈ પરમાર કહે છેકે,

Vlcsnap 2018 09 27 12H05M27S98 હવે લોકો ટેન્શન મુકત થવા અને થોડુક રિલેકસ ફીલ થશય તે માટે વિદેશ પ્રવાસની સાથે સાથે ભારતભ્રમણ અને ગુજરાતમાં પણ અકે મીનીટુર કરી રહ્યા છે. ખાસ કરીને યુવાનો જો બે પાંચ દિવસની રજા ભેગી થઈ જાય પોતાના ફેમીલી કે ફ્રેન્ડસ સાથે ફરવા જવાનું વધુ પસંદ કરે છે. યુવાનોમાં એડવેન્ચરનો ક્રેઝ વધી રહ્યો છે. ખાસ કરીને તેઓ હીલસ્ટેશન પર ફરવા જવાનું વધારે પસંદ કરે છે જેમાં કુલુ, મનાલી, નૈનિતાલ, આબુ, જેવા કુદરતી સૌદર્યથી ભરપૂર હીલસ્ટેશનો પર રજા માણવા જવાનું પસંદ કરે છે. અને સરકાર દ્વારા પણ ટુરિઝમના વિકાસને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે. આ સાથે જ જો ગુજરાત બહાર ફરવા જતા લોકોને અને ટ્રેનમાં પ્રવાસ કરતા લોકોને થોડી અગવડ પડે છે કેમકે વધુ ટ્રાફીકના કારણે વેઈટીંગ આવતું હોય છે જો રજાઓનાં દિવસોમાં ટ્રેનના સમય અને ડબ્બાઓ વધારવામાં આવે તો કદાચ આ મુશ્કેલી દૂર થઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.