Abtak Media Google News

રાજ્ય કક્ષાનથી પ્રજાસત્તાક પર્વનથી ઉજવણીમાં

૪૨ હજાર જેટલા કાગળના ફોલ્ડ કરેલા પીસથી ત્રિરંગાનથી કલાકૃતિ બનાવાશે : ૧૦ ફૂટનથી કલાકૃતિથી અગાઉનો દુબઈનો રેકોર્ડ તૂટશે

રાજકોટમાં પ્રજાસત્તાક પર્વનથી રાજયકક્ષાનથી જાજરમાન ઉજવણી થવાનથી છે. આ ઉજવણી દરમિયાન ફ્લેગ ઓફ યુનિટીનું નિર્માણ થવાનું છે. આ નિર્માણ કલેક્ટર કચેરી ખાતે જ કરવાનું નક્કી કરાયુ છે. વધુમાં આ ફ્લેગનું નિર્માણ બાદ તેને મઢીને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મુકવામાં આવનાર છે.

રાજકોટમાં સતત સુધી બેથી ત્રણ અઠવાડિયા સુધી પ્રજાસત્તાક પર્વનથી રાજ્યકક્ષાનથી ઉજવણી ચાલવાનથી છે. જેમાં અનેકવિધ કાર્યક્રમો યોજવાના છે. મંત્રીઓ સહિતના નેતાઓ અને મહેમાનોના ઘાડેધાડા ઉતરી પડવાના છે. જે માટે વહીવટી તંત્ર દ્વારા હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ ઉજવણીમાં ફ્લેગ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવનાર છે. આ ફ્લેગ ઓફ યુનિટી અગાઉ મોલ કે અન્ય કોઈ સ્થળે બનાવવાનું પ્રાથમિક આયોજન ઘડી કાઢવામાં આવ્યું હતું. પરંતુ બાદમાં આ ફ્લેગ ઓફ યુનિટીને રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ફ્લેગ ઓફ યુનિટી ૪૨ હજાર કાગળના ફોલ્ડ કરેલા પીસમાથી બનાવવામાં આવશે. જેને ચોંટાડયા વગર જ એકબીજા સાથે જોડવામાં આવશે. આ માટે લોકોનો સહયોગ પણ લેવામાં આવશે. આ ફ્લેગ ૧૦ ફૂટનો બનાવીને દુબઈમાં સર્જાયેલ વર્લ્ડ રેકોર્ડને તોડવામાં આવશે. વધુમાં આ ફ્લેગને મઢીને તેને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મુકવામાં આવશે.

જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન કાલથી ચાર્જ સંભાળશે

જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન ૧૧ દિવસ રજા ઉપર હતા. આવતીકાલે તેમનથી રજા પૂર્ણ થતાં તેઓ ચાર્જ  સંભાળવાના છે. જ્યારે તેમનથી જગ્યાએ રહેલા ઇન્ચાર્જ કલેક્ટર અનિલ રાણાવસિયા કલેક્ટરનો ચાર્જ છોડી દેશે. મળતી માહિતી મુજબ રેમ્યા મોહન અંગત કારણોસર કેરળ ગયા હતા. જ્યાંથી તેઓ આવીને આવતીકાલે ચાર્જ લઈ લેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.