Abtak Media Google News

મીડિયા સમાજનું દર્પણ કહેવાય છે જે સમાજમાં ઘટી રહેલી ઘટનાઓને તમારા સુધી પહોંચાડે છે. આજ કાલ આપણે એવી દુનિયામાં જીવી રહ્યા છીએ જ્યાં બહાર નીકળીને આસપાસ કઈ ઘટના ઘટી રહી છે તે જાણવાનો સમય નથી હોતો. આવા સંજોગોમાં પ્રેસ અને મીડિયા આપણા માટે એક સંદેશા વાહકનું કામ કરે છે. જે દર રોજ સવારે ચા સાથે આપણને ગરમા ગરમ ખબરો પીરશે છે. આજ ખબરો આપણને ઘરે બેઠા દુનિયા સાથે જોડીને રાખે છે. દુનિયાભરમાં પ્રેસ ખબરો પહોંચાડવાનું સર્વશ્રેષ્ઠ માધ્યમ છે.

સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 1993માં વિશ્વ પ્રેસ દિવસની ઘોષણા કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્ર સંઘ અનુસાર આ દિવસ પ્રેસની સ્વતંત્રતાના સિદ્ધાંત, પ્રેસની સ્વતંત્રતાનું મૂલ્યાંકન, પ્રેસની સ્વતંત્રતા પર બહારી તત્વોના હુમલાથી બચાવ માટે અને પ્રેસની સેવા કરતા દિવંગત થઇ ગયેલા સંવાદદાતાઓને શ્રધાંજલિ આવા માટેનો દિવસ છે.

ભારતમાં હંમેશા પ્રેસની સ્વતંત્રતાને લઈને ચર્ચા થતી રહે છે. આજે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ છે. 3જીમેના રોજ મનાવવામાં આવતા વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ પર ભારતમાં પણ પ્રેસની સ્વતંત્રતા પર વાતચીત થવી જરૂરી છે. ભારતમાં પ્રેસની સ્વતંત્રતા ભારતીય સંવિધાનના અનુચ્છેદ – 19માં ભારતીયોને આપવામાં આવેલા અભિવ્યક્તિની આઝાદીના મૂળ અધિકારથી સુનિશ્ચિત હોય છે. વિશ્વરસ્તર પર પ્રેસની આઝાદીને સન્માન આપવાને માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘની મહાસભા દ્વારા 3જી મેના રોજ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસની ઘોષણા કરવામાં આવે છે જેને વિશ્વ પ્રેસ દિવસના રૂપમાં પણ ઓળખવામાં આવે છે.

યૂનેસ્કો દ્વારા 1997થી દરેક વર્ષે 3જી મેના રોજ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ પર ગિલેરમો કોનો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ પ્રાઈઝ પણ આપવામાં આવે છે. આ પુરસ્કાર તે વ્યક્તિ કે સંસ્થાને આપવામાં આવે છે જેણે પ્રેસની સ્વતંત્રતાને માટે ઉમદા કાર્ય કર્યું હોય.

2014નો ગિલેરમો કોનો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ પુરસ્કાર તુર્કીના અહમત સિકને આપવમાં આવ્યો. 1997થી અત્યાર સુધી ભારતના કોઈ પણ પત્રકારને આ પુરસ્કાર ના મળવાનું એક મોટું કારણે એ છે કે કેટલાક વરિષ્ઠ પત્રકાર પશ્ચિમ અને ભારતમાં પત્રકારત્વના માપદંડમાં અતંર રાખે છે.

ઉત્તરાખંડ મુક્ત વિશ્વવિદ્યાલયમાં મીડિયા વિભાગના પ્રમુખ ગોવિંદ સિંહે કહ્યું કે ભારતીય પત્રકારત્વમાં હંમેશા વિચાર હાવી થઈ જાય છે. જ્યારે પશ્ચિમમાં તથ્યો પર જોર આપવામાં આવ્યું છે. આમાં ક્યાંકને ક્યાંક અમારા પત્રકારત્વના સ્તરમાં ખામી આવે છે. આ સિવાય ભારતીય પત્રકારોમાં પુરસ્કારોના પ્રત્યે જાગૃતતાની પણ ખામી છે તે જ કારણે કાર્યરત નથી રહેતા.

કોર્ટ અને મીડિયા વિશે લેકચર આપતા જસ્ટીસ મિશ્રાએ જણાવ્યું ચોથી જાગીરનું મહત્વ જણાવતા કહ્યું હતું કેપ્રેસ સ્વતંત્રતાએ લોકશાહીમાં આઝાદીની જનની છે. પ્રેસ-મીડીયા પાસે દરેક પ્રકારની સ્વતંત્રતા રહેલી છે. તે કોઇપણ વ્યકિતનું માનસ બદલી શકે છે. તમે શું જાણો છો અને તમારી પાસે શું માહીતી છે તે મહત્વનું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.