Abtak Media Google News

વેબીનારો, પ્રદર્શનો, જાગૃતિ હરિફાઇ સહિતના કાર્યક્રમો યોજાશે

સમગ્ર વિશ્ર્વમા નવેમ્બર ર૩ થી ૩૦ વર્લ્ડ ઇન્વેસ્ટર વીક તરીકે ઉજવવામાં આવે છે. વિશ્ર્વમાં નાણા રોકાણકારોને છેતરવાના અનેક નુસખાઓ અમલમાં મુકવામાં આવે છે. નાણા રોકાણકારોની અજ્ઞાનતા તેઓને અવળે માર્ગે લઇ જાય છે. વર્તમાન સમયમાં સાયબર સીસ્ટમ વ્યવહારમાં અમલમાં આવી છે. આવા સમયે નાણા રોકાણકારોને જાતે જ્ઞાન અને અનુભવ પ્રાપ્ત કરવો જરુરી છે.

સીકયુરીટીઝ એનડ એકસચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી), મુંબઇના આદેશથી ભારતમાં વર્લ્ડ ઇન્વેસ્ટર વીક-૨૦૨૦ ની ઉજવણી માટે આયોજન કરવામાં આવેલ છે. જેના અનુસંધાનમાં રાજકોટ શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ, જાગૃતિ ગ્રાહક સુરક્ષા મહિલા મંડળ રાજકોટ દ્વારા અઠવાડીયાની ઉજવણીનું આગોતરુ આયોજન કરવામાં આવેલ છે. બન્ને સંસ્થાઓ દ્વારા વેબીનારો, પ્રદર્શનો, જાગૃતિ હરિફાઇ અને પ્રેસ મીડીયા સાથે સવાદનું આયોજન થયેલ છે.
કેન્દ્ર સરકારના નાણા વિભાગ, સીકયુરીટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી), બોમ્બે સ્ટોક એકસચેન્જ (બી.એસ.ઇ.) નેશનલ સ્ટોક એકસચેન્જ (એન.એસ.ઇ.) ના અગ્રણીઓ વેબીનારમાં જોડાનાર છે. સ્થાનીક એન.એમ. ધારાણી (ન્યાયમૂર્તિ), રમાબેન માવાણી, કાર્તિકભાઇ બાવીસી, અશોકભાઇ કોયાણી, વિરલભાઇ પીપળીયા, પૂર્વીબેન દવે વગેરે મહાનુભાવો શ્રોતાઓને માર્ગદર્શન આપનાર છે.

નાણા રોકાણકારોની કોઇ સમસ્યા કે સુચનો હોઇ તો ૩૨૯, પોપટભાઇ સોરઠીયા ભવન, સદર બજાર, રાજકોટ ફોન નં. ૦૨૮૧-૨૪૭૧૧૨૨, મો.નં. ૯૪૨૬૨ ૦૧૬૧૧ પર સંપક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.