Abtak Media Google News

૨૦૧૯નાં વર્લ્ડકપમાં અણધાર્યો સ્કોર થશે તેવી સંભાવના

હુમલો કરવાની સ્વતંત્રતા આપી મને ‘વિરાટ’ સફળ બનાવી દીધો: કુલદિપ યાદવ

ભારતનાં લેગ સ્પીનર કુલદિપ યાદવે ટીમનાં સુકાની વિરાટ કોહલીનાં વખાણ કરતાં જણાવ્યું હતું કે, તેને સુકાની દ્વારા બોલીંગમાં હુમલો કરવાની સ્વતંત્રતા આપી સફળ બનાવ્યો છે. કોઈપણ ટીમમાં સ્પીનરોને આક્રમક રમત કે પછી કહી શકાય આક્રમક બોલીંગ કરવાની તક કોઈ દિવસ આપવામાં આવતી નથી.

સ્પીનરોએ માત્ર ડિપેન્સીવ રમત જ રમવાની હોય છે પરંતુ વિરાટ કોહલી દ્વારા જે રીતે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને બોલિંગ દ્વારા જે સ્વતંત્રતા મળી છે તે એક જ સફળતાનું કારણ માનવામાં આવે છે.  વધુમાં તેણે જણાવતાં કહ્યું હતું કે, આઈપીએલમાં જે બોલીંગ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

તે વિશ્વપમાં તદન વિપરીત રહેશે. કારણકે કોઈપણ ખેલાડીઓ માટે તેમના સુકાનીનો ભરોસો ખુબ જ મહત્વપૂર્ણ બની રહેતો હોય છે ત્યારે ભારતનાં સુકાની દ્વારા જે ભરોસો રાખી આક્રમક રમત રમવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે તે જોતાં વિશ્વપમાં એક અલગ જ પરિસ્થિતિ અને એક અલગ જ ‚પ કુલદિપ યાદવનું જોવા મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.