Abtak Media Google News

નિષ્ણાંત તજજ્ઞોની ઉ૫સ્થિતિમાં ૪૫૦ જેટલા વિઘાર્થીઓએ કાર્યશાળાનો લાભ લીધો

શિક્ષણ વિઘાશાખા, કેરીયર કાઉન્સેલીંગ સેલ અને કેરીયર કાઉન્સેલીંગ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટરનાં સંયુકત ઉપક્રમે જુલાઇ માસમાં યોજાનાર ટાટ-૧ અને ર ની પરીક્ષાના છાત્રો  જીપીએસસી વર્ગ ૧ અને ર ની પરીક્ષાની તૈયારી કરતા છાત્રો માટે પરીક્ષામાં સફળ થવા જરુરી પ્રવર્તમાન પ્રવાહો સામાન્ય જ્ઞાન વિષયક નિ:શુલ્ક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યુ.પી.એસ.સી. પરીક્ષાની તૈયારી કરતા અને તજજ્ઞ પાર્થભાઇ સોરઠીયાએ ભાગ લેનાર ૪૫૦ જેટલા છાત્રોને સફળ થવા કઇ રીતે પ્રવર્તમાન પ્રવાહોના માઘ્યમથી તૈયારી કરી શકાય તે અંગે ચાર કલાકનું માર્ગદર્શન આવ્યું હતું.

આ કાર્યશાળાના ઉદધાટન સમયમાં યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નિલાંબરીબેન દવે, શિક્ષણ વિઘાશાખાના ડીન પ્રો. નિદત્તભાઇ બારોટ, સ્પીપાનાં ડે. ડાયરેકટર એમ.એસ. કોઠારી, સીન્ડીકેટ સદસ્ય ધરમભાઇ કાંબલીયા, કુલસચિવ ડો. ધીરેનભાઇ પંડયા, ભૌતિકશાસ્ત્ર ભવનના પ્રોફેસર સીસીડીસી નિયામક પ્રો. નિકેશભાઇ શાહ વગેરે ઉ૫સ્થિત રહ્યા હતા. સીસીડીસીના નિયામકે કાર્યશાળાની પૂર્વભુમિકામાં જણાવેલ કે, સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થવા ન્યુઝ પેપર્સનું ઝીણવટપૂર્વકના વાંચન મારફત સામાન્ય જ્ઞાનનાં વિવિધ મુદ્દાઓ સાથે સંકલિત કરી સ્માર્ટ તૈયારી કરી શકાય તે માટે નવતર પ્રયોગ રુપ કાર્યશાળાનું આયોજન કરાયેલ છે.

પ્રાસંગીત ઉદબોધન કરતા યુનિ.ના કુલપતિ પ્રો. નિલાંબરીબેન દવે એ જણાવેલ કે:, સીસીડીસીના માઘ્યમથી સૌરાષ્ટ્ર યુનિ. અને શિક્ષણ વિઘાશાખા મારફત નવતર પ્રયોગો કરી સૌરાષ્ટ્રના છાત્રોને સરકારી નોકી માટે તૈયાર કરવાનો યજ્ઞ અભિનંદનીય છે. ટીમ સૌરાષ્ટ્ર યુનિવસિટી સૌરાષ્ટ્ર વિસ્તારમાં છાત્રોને નિષ્ણાંત તજજ્ઞ માફરત તાલીમ આપવા પ્રયત્નશીલ છે.

શિક્ષણ વિઘાશાખાના ડીન પ્રો. નિદત્તભાઇ બારોટે વિઘાર્થીઓને સફળતા મેળવી સરકારી નોકરી મેળવવા સ્વયંને કેવી રીતે તૈયાર કરી શકાય? તે માટેના ઇંગ્નીશન સૂત્રોથી તેમના પ્રવચનમાં પ્રોત્સાહીત કરેલ હતા. સ્પીપાના ડે. ડાયરકેટર એમ.એસ. કોઠારીએ જણાવેલ કે છેલ્લા દોઢ વર્ષથી તેઓ સીસીડીસીના કાર્યક્રમોથી પરિચિત છે. અને સીસીડીસીએ સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ માટેનું પરીણામલક્ષી બ્રાન્ડ કેન્દ્ર તરીકે ઓળખાણ પ્રસ્થાપિત કરી શકેલ છે.

કાર્યક્રમને સફળ બનાવવા સુમિતભાઇ મહેતા, ચિરાગભાઇ તલાટીયા, દિપ્તીબેન ભલાણી સોનલબેન નિમ્બાર્ક, આશીષભાઇ કીડીયા, હીરાબેન કીડીયા, કાંતિભાઇ જાડેજા વગેરે જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.