Abtak Media Google News

જુનિયર ચેમ્બર ઈન્ટરનેશનલ વિશ્ર્વના ૧૫૦થી વધુ દેશોમાં કાર્યરત યુવા સંગઠન છે. સ્પિકર ઓફ રાજકોટ દ્વારા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ વર્કશોપમાં પબ્લીક સ્પિકીંગના નિષ્ણાંત ભરત દુદકિયા પાયલોટ ટ્રેનર અને તેના માર્ગદર્શન હેઠલ કલોલથી ખાસ ઉપસ્થિત રહેલા ડો. ભુવન રાવલ અને જામનગરથી પધારેલા ઝોન ૯ના પ્રમુખ હિતુલ કારીયા કો.કોચ. દ્વારા વિસ્તૃત અને પધ્ધતિસરની તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં સહાયક ટ્રેનર તરીકે હિરેન આચાર્ય, હિતેશ ઘાટલીયા, હિરેન મહેતા, પરેશ સંઘવી, મનીષ માલાણી, અને પ્રશાંત સોલંકી સેવા આપી હતી.

વર્કશોપમાં પબ્લીક સ્પિકીંગનું મહત્વ સ્પિચ તૈયાર કરવાની રીત, સ્પિચ માટેનો રેફરન્સીસ, સ્પિચ માટે ઉપયોગમાં લેવાતી ભાષા, સ્પિચ દરમ્યાનના હાવભાવ અને મુદ્રાઓ સ્પિચ ને રસપ્રદ અને અથૅપૂર્ણ બનાવવાની ટેકનીકસ એમ અનેક વિષયો પર અલગઅલગ સિધ્ધહસ્ત ટ્રેનર દ્વારા લોક ભોગ્ય શૈલીમાં પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતુ તેમજ વર્કશોપ દરમ્યાન જ સમયાંતરે અલગ અલગ પાર્ટીસીપન્ટસ પાસે સ્થળ પર જ આઉટપૂટ લેતા રહીને પાર્ટીસીપન્ટસ દ્વારા કેટલુ જ્ઞાન ગ્રહણ કરવામાં આવ્યું.

કુલ ૯૦ પાર્ટીસીપન્ટસમાં ૫૨ પાર્ટીસીપન્ટસને કોમ્પીટીશન માટે પસંદ કરી તેમની વચ્ચે સ્પિકર ઓફ રાજકોટ હરીફાઈ સ્વ‚પે તા.૧૮ ઓગષ્ટના યોજવામાં આવી હતી હરિફાઈ માટે જેતપૂરથી ખાસ પધારેલા ભૂતપૂર્વ ઝોન પ્રમુખ મનીષ ધ્રુવ, ડો. ભુવન રાવલ અને હિરેન આચાર્ય નિર્ણાયક તરીકે સેવા આપી હતી.હરિફાઈના અંતે માનસી સાપોવાડીયા વિજેતા, દર્શિટી કકકડ ૧ રનઅપ, રક્ષીત સગપરીયા ૨ રનર અપ તથા શ્રધ્ધા વિરડા, કમલ મુલીયના, શ્ર્વાંગી પીઠડીયા ત્રણ આશ્ર્વસન ઈનામ જાહેર થયા હતા.

હરિફાઈ દરમ્યાન સૌરાષ્ટ્ર યુનિ.ના સીન્ડીકેટ સભ્ય આંકડાશાસ્ત્ર ભવન ના હેડ ઈન્ટરનલ કવોલીટી એસેસમેન્ટ સેન્ટરના હેડ ડો.ગીરીશ ભીમાણી મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહ્યા હતા.વર્કશોપ અને કોમ્પીટીશનને સફળ બનાવવા માટે જેસીઆઈ રાજકોટ સિલ્વરના પ્રમુખ જેસી રાકેશ વલેરાના માર્ગદર્શન હેઠળ વાઈસ પ્રેસીડેન્ટ (ટ્રેનીંગ) જેસી પ્રિતી દુદકીયા, ભૂતપૂર્વ પ્રમુખ જેસી અતુલ આહ્યા, મહિલા પાંખના વડાજેસી હિના નરસિયન, ભૂતપૂર્વ ઝોન ડાયરેકટર જેસી યોગીતા ચોકસી અને કમીટી મેમ્બર્સ સર્વ હરિકૃષ્ણ ચાવડા જીજ્ઞેશ ગોવાણી, બિજલ સોલંકી, ડિમ્પલ દુદકીયા, મેઘા ચાવડા પ્રતિક દુદકીયા એ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.