Abtak Media Google News

કાનપરના વોન્ટેડ માલકુને પકડવા સીપીઆઈને કરેલી મદદ જયદેવ માટે મુસીબત બની

આટકોટ વિસ્તારની બનેલી ત્રણ ગેંગો પૈકી બે ગેંગો ઉપર ફોજદાર જયદેવે સપાટો બોલાવતા જસદણ સહિત સમગ્ર વિસ્તારમાં સનસનાટી અને આશ્ર્ચર્ય ફેલાઈ ગયું હતુ. વળી અધુરામાં પૂરૂ દરરોજ આટકોટમાં ઓચિંતુ ગમે તે સમયે એકાદ કલાકનું કોમ્બીંગ અને બે ચાર ટપોરી કે બે પાંચ વાહનો ડીટેઈન થયા જ હોય. તમામને હવે થઈ ગયું હતુ કે હવે જસદણ પોલીસ કોઈ ગુનેગારોને છોડશે નહિ.

જયદેવે કરેલી કાર્યવાહી ત્યાંની જનતાના મત મુજબ ખૂબ જોખમી હોય એક ત્યાંના પ્રતિષ્ઠીત વકીલે જયદેવને ખાનગીમાં મળી ધન્યવાદ આપ્યા અને જણાવ્યું કે જબ‚ અને જોખમી કામ શ‚ કર્યું છે. જો કાંઈ પણ મદદની જરૂર હોય મને અરધી રાત્રે કહેવરાવજો મારી તથા મારા મિત્રોની તમામ મદદ માટે તૈયારી છે.

તેજ રીતે જસદણના ભૂતપૂર્વ ધારાસભ્ય અને જસદણ સ્ટેટના યુવરાજ શિવરાજકુમાર ખાચર પણ જાતે પોલીસ સ્ટેશને આવી જયદેવને મળી અભિનંદન આપ્યા અને કહ્યું કે ‘લાગે છે કે ખરેખર જસદણ તાલુકામાં હવે આઝાદી અને સ્વતંત્રતા આવી છે’ અને કહ્યું કે મારે લાયક કોઈ પણ કામ હોય તો કહેજો.

પૂર્વ બહારવટીયા રહેમતુલ્લાના જંગવડના સાગ્રીત કુરમુર બુસાના ખાસ અંગત મિત્રો કે જેઓ પ્રખર રાજકારણીઓ અને સાથે ખાવા પીવાના સંબંધો પણ હતા તેઓ પણ જયદેવ ને ખાનગીમાં મળ્યા અને કહ્યું કે તમે ભોરીંગના રાફડામાં હાથ તો નાખ્યો છે પણ કાંઈ ખોટુ કામ કર્યું નથી. અતિની ગતિ ન હોય, અમો પણ તમારી સાથે છીએ. જયદેવ મનમાં જ બોલ્યો ‘આને કહેવાય મુત્સદીગીરી અને પાકા રાજકારણી’ હું પણ મહાદેવ છું ભોરીંગ ગળે વિંટાળી ને જ રાખું છું અને જ‚ર પડયે સાથે નોરવેલ અને નોળીયો પણ રાખુ છું. આ લોકશાહી છે,પીંઢારા શાહી કે ગુલામી નથી. તમામે કાયદાને માન આપી સમય પ્રમાણે પરિવર્તન કરવું જ જોઈએ’. આથી તેઓ હસતા હસતા કહેવા લાગ્યા ના સાહેબ એવું નથી અમે તમારી સાથે અને જનતા સાથે જ છીએ બે ચાર બીજી વાતો કરી અને તેમનાથી વધુમાં જાણવા મળ્યું કે નનકુ ઉર્ફે નાનજી ટપુ ને પકડયા પછી જે ડફેરો અને ગુનેગારો કુરમુર બુસાના આશ્રયે આવતા હતા તે બંધ થઈ ગયા છે.

જસદણનાં સાણથલી ગામે લાઠી તાલુકાના ઈંગોરાળાનો જસકુ માણસુર પઠાણી વ્યાજ વટાવનો ધંધો કરતો તે ઘણા સમયથી વોન્ટેડ હોવા છતાં સાણથલીમાં જ રહેતો અને સાણથલીનો જ રહીશ પટેલ રામજી કાબા પણ પાંચ વર્ષથી વોન્ટેડ જ હતો. એક દિવસ જયદેવ જીપ લઈને ઉપડયો સાણથલી અને બંને જણાને હાથ વગા કરી લીધા અને વળતા રસ્તામાં આટકોટના વોન્ટેડ આરોપી યુનુસ બાબુ સંધીને પણ ઉપાડી લીધો અને ત્રણેયને લોકઅપ ભેગા કરી દીધા એક સાથે ત્રણ ત્રણ વોન્ટેડ આરોપીઓ પકડાતા જીલ્લા કક્ષાએ પણ તેની નોંધ લેવાઈ પોલીસ વડા એ જીલ્લાનાં તમામ પોલીસ અધિકારીઓને આવા વોન્ટેડ આરોપીઓને પકડવાની ખાસ ઝુંબેશ ચલાવવા આદેશ કર્યો.

જયદેવની આ ઝુંબેશથી ખાસ અસર તો ખાવા પીવા વાળાઓને થઈ, મહેમાન નવેજી અને મહેફીલોનું આયોજન જ બંધ થઈ ગયું સાણથલીથી પકડેલ જસકુ માણસુર તો મોટા દડવા ગેંગનો સાગ્રીત જ હતો તે પાછળ થી ખબર પડી તે પછી તે જામીન આપીને પોતાના ગામ ઈંગોરાળા જ ચાલ્યો ગયો.

ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના મોટા દડવા આઉટ પોસ્ટ વિસ્તારમાં મોટાદડવા ગેંગનાઘણા આરોપીઓ પકડવાના બાકી હતા વોન્ટેડ આરોપીઓ પકડવાની ઝુંબેશમાં ગોંડલ સીપીઆઈ માધવાણીએ તાલુકા ફોજદાર ઝાલાને સાથે રાખી પકડવા બે ત્રણ વખત પ્રયત્ન કર્યા પરંતુ કોઈ આરોપીઓ હાથ લાગેલા નહિ તેથી માધવાણીએ પોલીસ વડાને કોમ્બીંગમાં સાથે મદદ માટે જસદણ ફોજદાર જયદેવની માગણી કરી, જે માગણી મુજબ માધવાણીની મદદમાં તેમની સાથે જવાનો વાયરલેસથી હુકમ થઈ ગયો.

રાત્રે કોમ્બીંગમાં જતી વખતે જમાદાર હસુભાઈએ કહ્યું આજે કઈ તરફ? તો જયદેવે વાયરલેસ મેસેજ જ આપી દીધો વાંચીને હસુભાઈએ હસતા હસત કહ્યું કે સારૂ કામ કરવાની આ પણ એક ઉપાધી છે. હવે બીજાના ખેતરના પણ રખોપા આપણે કરવાના!

માધવાણી અને જયદેવ આટકોટ ત્રણ રસ્તે ભેગા થયા અને સાથે મળી અરધી રાત્રે મોટા દડવા આવ્યા. ગેંગલીડર ગોવુભા જ વોન્ટેડ હતો. તેના ઘર ઉપર દરોડો પાડયો પોલીસ દીવાલો ઠેકી ફળીયામાં આવી ઓસરીમાં આવી ‚મ ખોલાવવા તજવીજ કરતા ગોવુભા રૂમમાં પટારા ઉપર ચડી છાપરાનો ખપેડો ફાડી નળીયા ખેસવી તેમાંથી નીકળી નાસી ગયો. તેમ છતા માધવાણી રાજી રાજી થઈ ગયા કે આજે બરાબર રેલો આવ્યો. અને બરાબર ભીંસ પડી હવે ફરીથી ઘરમાં નહિ રહે.ઘર ના સભ્યોને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે સાંજથી જ ખ્બર પડી ગઈ હતી કે માધવાણી સાહેબ આજે જસદણ ફોજદાર પણ આવવાના છે. જયદેવે કહ્યું ‘બોલો લ્યો અાને કહેવાય અવળી ગંગા, પોલીસ સ્ટેશનોમાં ગેંગોના બાતમીદારો? દડવામાં દોડાદોડી થઈ ગઈ ઘણા ઘરો ચેક કર્યા પરંતુ ખાસ કાંઈ મળ્યું નહિ.

માધવાણી એ કહ્યું કે એક આ પૈકીનો વોન્ટેડ કાનપર ગામે પણ છે. ચાલો ત્યાં જઈએ. અને કાફલો કાનપર આવ્યો જીપો ગામથી દૂર ઉભી રાખી ચાલી ને ગામમાં આવ્યા મુખ્ય રસ્તા ઉપર જ ડેલી બંધ ડેલો હતો ધીરેથી માધવાણીએ ડેલો ખખડાવ્યો એક વ્યકિતએ ડેલાની બારી ખોલી તે આરોપી માલકુ જ હતો. તેણે બારી પાછી બંધ કરવા પ્રયત્ન કર્યો પણ માધવાણીએ બળ પૂર્વક બારીને ધકકો મારતા માલકુએ ફળીમાં જઈ ભાગવાની કોિશષ કરી પરંતુ પોલીસે પકડી લીધો. ફળિયામાં ડેલીના ગડેરામાં ચારેક ખાટલા ઢાળેલા હતા તેમાં માણસો બેઠા થઈ ગયેલા હતા ઓસરીની ધારે બૈરાઓ આવી ગયા હતા જે ખાટલામાં હતા તે મહેમાનો હતા તેવું જાણવા મળ્યું પરંતુ આજે કોણ જાણે કેમ માધવાણીને ઝનુન ચડયુંં હતુ મહેમાનો સાથે અજુગતી વાતો કરી તોછડાઈ કરી અને માલકુને બે ઝાપટ મારી અપશબ્દો ઉચ્ચાર્યા એટલે જયદેવે કહ્યું ‘‘સાહેબ બૈરાઓ છે. અને ઈંગ્લીશમાં કહ્યું “Please do not use Vulgar and abusing Languageગમે તે હોય આજે માધવાણીના મગજમાં બરાબર રાઈ ભરાઈ હતી. એટલે તે જયદેવને બોલ્યા શું તમને આની કઈ દયા આવે છે એટલે તમે મારતા પણ નથી ? જયદેવ તમરી ખાઈ ગયો તેની યાદીમાં પક્ષપાત અને મારાતારાનું કોઈ સ્થાન જ નહોતું પરંતુ સ્થળ સમય અને સંજોગ પ્રમાણે તે મર્યાદામાં હતો. માલકુને જીપમાં નાખી બધા રવાના થયા.

રસ્તામા હસુભાઈએ કહ્યું સાહેબ તમો છો એટલે ‘માંકડને આંખો આવી’ છે. બાકી ઝાલા સાહેબ સાથે કે એકલા હોય ત્યારે કોઈ કાંઈ બોલતુ જ નથી પરંતુ અરધે રસ્તે જયદેવે જીપો ઉભી રખાવી જયદેવને ‘એક કાંકરે બે પક્ષી મારવાના હતા’ એકતો આરોપી મોટા દડવા ગેંગનો સાગ્રીત હતો બીજુ માધવાણીને બતાવવાનું હતુ સાબિત કરવાનું હતુ કે પોતે પક્ષપાત નથી કરતો.

જયદેવે માલકુને ઉતારી જમીન ઉપર ફઉભો રાખી પોલીસને ફરતી કુંડાળુ કરી ઉભી રાખી.પછી જયદેવે દંડો લઈ માલકુને તેનો એવો સ્વાદ ચખાડયો કે બુમબરાડા અને રાડારાડી કરી મૂકી પરંતુ જયદેવ મુંગા મોઢે દંડો લઈને જામીજ રહ્યો. માધવાણી દોડીને વચ્ચે પડયા આ શું કરો છો મારી નાખવો છે? જયદેવે તેમને કહ્યું ‘તમે જ કહેતા હતા ને કે તમને દયા આવે છે એટલે તમે મારતા નથી’ માધવાણી કહે ના યાર તે ખોટુ લાગ્યું? જયદેવ કહે કામ ના સમયે મશ્કરી કે મજાક ન હોય તે હું જાણું છું મારે કોઈ વહાલા દવલા ન હોય કાયદો તમામ માટે સમાન. તમામ કોમ લોકશાહીમાં સમાન બીજું હું અપશબ્દો બોલી મા‚ મોઢુ ખરાબ કરવામાં માનતો નથી. માલકુ ઉંધે કાંધ પડેલ હતો. પોલીસે ઉંચકીને જીપમાં નાખ્યો કાનપર ગામ જસદણનું હોય માલકુ પાસેથી મળેલ છરીનો જાહેરનામા ભંગનો ગુન્હો જસદણમાં દાખલ કરવા કાયદેસરની કાર્યવાહી શ‚ કરી માધવાણીએ કહ્યું સવારે જસદણ કોર્ટમાંથી ગોંડલ તાલુકા પોલીસ વોન્ટેડ વાળા ગુન્હા માટે કબ્જો મેળવી લેશે અને બંને જુદા પડયા સવારે ચાર વાગ્યે જયદેવ ઘેર જઈ સુઈ ગયો.

સવારે અગીયાર વાગ્યે એક કોન્સ્ટેબલ જયદેવ પાસે ઘેર આવ્યો અને કહ્યું કે ગોંડલ માધવાણી સાહેબ વાત કરવા માગે છે.જયદેવે માધવાણી સાથે ટેલીફોનથી વાત કરીતો જાણવા મળ્યું કે માલકુના સંબંધીઓ દ્વારા વકીલને મળી કોર્ટમાં પોલીસ વિ‚ધ્ધક ફરિયાદ દાખલ કરવાની તજવીજ ચાલુ છે અને તેમાં આરોપી તરીકે માધવાણીનું જ નામ છે જયદેવનું નામ જ નથી. માધવાણીએ ફોન ઉપર પાછા હસીને મશ્કરી કરી કે તમે બાપુ છોને? ગમે તોય તમા‚ રાખેને? જયદેવે કહ્યું તમને કોઈ ગંભીરતા નથી. આવી બાબતોમાં હું હનુમાન નથી છાતી ચીરીને સાચુ બતાવું. ખરેખર તમારે વ્હેવારીક બનવાની જ‚ર છે. સ્ત્રિઓની હાજરીમાં અપશબ્દો, બહાર ગામના મહેમાનોને ખોટી રીતે હડફેટે લ્યો તો લોકો પણ અનાજ ખાય છે. પશુ નથી બધુ સમજે છે. તમને તમારી ભૂલ દેખાતી નથી અને મારી ઉપર જ શંકા કરો છો? અને જયદેવે હસુભાઈને તાત્કાલીક કોર્ટમાં મોકલ્યા અને કહ્યું કે જો પતી જાય તો પતાવો નહિતો માધવાણી મને ઉચ્ચ અધિકારીઓમાં ખોટી રીતે પક્ષપાતી તરીકે ચીતરશે.

અડધા કલાક પછી હસુભાઈનો વળતો ફોન આવ્યો કે આ લોકો માનતા નથી પતે તેવું નથી અને ફરિયાદ તો કરવા જ માગે છે. અને તે પણ માધવાણી વિ‚ધ્ધ જ તમારી સામે કોઈ ફરિયાદ નથી. જયદેવે કહ્યું જો તે લોકો માનતા ન હોય તો કહો કે એકલા માધવાણી વિ‚ધ્ધ જ નહિ મારી સામે પણ ફરિયાદ કરે થોડીવારે હસુભાઈ નો ફોન પાછો આવ્યો અને કહ્યું કે તમા‚ નામ ફરિયાદમાં લખવુ જ નથી વાંધો માધવાણી સાથે છે. તો જયદેવે કહ્યું જો તેઓ મા‚ નામ ન લખાવે તો કહો કે હવે માલકુ વિરૂધ્ધ્ હું બીજા ચાર પાંચ ગુન્હા દાખલ કરાવી દઈશ. તેથી તેના વકીલે વચલો રસ્તો કાઢી આરોપીના કોલમમાં માધવાણી સાથે જયદેવનું નામ પણ લખી નાખ્યું પરંતુ ફરિયાદના લખાણમાં જયદેવનો કયાંય ઉલ્લેખ કર્યો નહિ આથી જે તે વખતે તો મામલો થાળે પડયો અને માધવાણીના જીવને શાંતિ થઈ. હસુભાઈ એ કહ્યું આતો પારકી પંચાયત વહોરવાની છેને?

જયદેવે કહ્યુંના આ અનાયાસે મોટા દડવાની ગેંગ આપણી ઝપટે ચડી ગઈ અને વળી કોર્ટમાં ફરિયાદ થતા પોલીસની પણ ખૂબજ પ્રસિધ્ધી થશે અને બાકીનાં સભ્યો આની નોંધ લેશે કે જસદણ પોલીસ સ્ટેશન હવે સાવ ‘માસીબાનું ઘર નથી’ અને ખરેખર આની અસર ગુનેગારો ઉપર ખૂબ થઈ અને તમામ ગુનેગારોએ માયાજાળતો સંકેલી લીધી પરંતુ જેને પકડવાના બાકી હતા તે બધા જાત્રા કરવા દૂર નીકળી ગયા.

વ્યવહારીકતા અને સ્થળ સમય સજોગો મુજબનું વર્તન અને વાણી વ્યવહાર કેવા બે વિપરીત પરિણામો લાવે છે તે આ કાનપરનાં કિસ્સા ઉપરથી જાણી શકાય કે કયાં એક અધિકારીની ફકત બે ઝાપટ અને કયાં બીજા અધિકારીનો ઢોરમાર છતા લોકોનો આક્રોશ માધવાણી વિરૂધ્ધનો હતો જયદેવ પ્રત્યે કોઈ રોષ નહતો. કેમકે જયદેવ અને માધવાણીનું કાનપર આરોપીના ઘેર ખાતેનું વર્તન વ્યવહાર સમય સંજોગો પ્રમાણે જુદુ જુદુ હતુ.

આમ જયાં અને જયારે અને કાનૂનને માન આપનાર લોકો હોય તેની સાથે સભ્યતા રખાય. અને જયાં અને જયારે આક્રમકતાની જરૂર હોય ત્યાં હાથ જોડીને આજીજીનાં કરાય. આ પોલીસ ખાતાની વણલખી વ્યવહારીતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.