હાશ, ગોંડલ રોડ ચોકડીએ ઓવરબ્રીજનું કામ પુન: શરૂ થશે

રાજકોટ ચેમ્બરની મંત્રી માંડવીયાને રજૂઆતો ફળી

કામ માટે રી ટેન્ડરીંગ: ૯૨ કરોડનો ખર્ચ થશે

ગોંડલ રોડના ઓવરબ્રીજનું અટકી પડેલું કામ આગામી બે થી ત્રણ દિવસ પુન: શરૂ થશે તેમ જાણવા મળે છે. આ ઓવરબ્રીજના કામે માટે રિ-ટેન્ડરીંગ થતા નવા કોન્ટ્રાકટરને કામ અપાયું છે. કેન્દ્રીય મંત્રીને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે રજુઆત કરતા આ કામગીરી હવે પુન: શરૂ થશે.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ જણાવાયું છે કે, શહેરમાં દિન-પ્રતિદિન ટ્રાફીક સમસ્યા ધેરી બનતી જાય છે. ત્યારે શહેરના ગોંડલ રોડ ચોકડી, ક્રિષ્ના પાર્ક ચોકડી પાસે ઓવરબ્રીજ બનાવવાનું મંજુર કરવામાં આવેલ અને તેનું કામ કાજ પણ ચાલુ હતું પરંતુ અગાઉના કોન્ટ્રાકટરનો કોન્ટ્રાકટ રદ કરવામાં આવ્યો છે. જેના કારણે આ ઓવરબ્રીજનું કામ ર થી ૩ મહિના સુધી અટકી ગયું હતું. જેના હિસાબે શાપર-વેરાવળ, હડહતાળા, વાવડી, કોઠારીયા, કાંગશીયાળી વગેરે જેવા ઇન્ડસ્ટ્રીયલ  એરીયામાં તથા રાજકોટ-પોરબંદર, જુનાગઢ હાઇવે પર રોજબરોજ ઉઘોગકારો તથા પ્રજાજનો દિવસ-રાત અવર જવર કરતા હોવાથી તેઓને ટ્રાફીક સમસ્યાનો અસહય સામનો કરવો પડતો હતો અને ખુબજ લાંબી લાઇનો થવાથી એક થીદોઢ કલાક જેટલો ટ્રાફીક જામ થઇ જતો હતો. આ મુશ્કેલી અનુસંધાને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા હાઇ-વે ઓથોરીટી તથા કોર્પોરેશનને લેખીત તથા મૌખિક રજુઆતો કરવાથી આ ઓવરબ્રીજ ના કામ માટે ફરીથી રીટેન્ડરીંગ કરાયું છે. આ કામ કિંમત અંદારે ૯ર કરોડ આસપાસનું રીટેન્ડરીંગ કરવામાં આવ્યું છે. આ રી ટેન્ડરીંગની પ્રક્રિયા બે થી ત્રણ દિવસ પૂર્ણ થઇ જશે. ત્યારબાદ  આ ઓવરબ્રીજનું કામ ફરી શરુ થશે અને તે પુર્ણ થતા આ રોડ પરના ટ્રાફીક સમસ્યાનો પ્રશ્ર્ન હલ થઇ જશે. આ સળગતા પ્રશ્ર્ન માટે કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાને રજુઆત કરતા તેમના સાથે અને સહકારથી આ પ્રશ્ર્નનું નિરાકરણ આવ્યું છે. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવે છે.

Loading...