જીવન સાથે જીવતા શબ્દો

75

શબ્દો લાગણીઓ ને સમજી જાતા,

પ્રાર્થનાને ઈશ્વર સુધી પહોંચાડી જાતા,

જીવનને હસતા જીવી જાતા,

ક્રોધને કોઈ પર ઠાલવી જાતા,

બોલ્યા વગર કહી જાતા,

શાંત મનને વિચારતા મૂકી જાતા,

કોઈની યાદ ફરી દોરી જાતા,

એકાંતમાં સંભળાઈ જાતા,

કોઈની રાહ પર દોરી જાતા,

મુખ પર હાસ્યને શોધી જાતા,

સાથને સંબંધમાં જોડી જાતા,

વાતને માણસ શોધી પહોંચાડી જાતા,

હાવ ભાવ હોઠથી દર્શાવી જાતા,

પોતાનીજ સાથે વાત કરાવી જાતા,

વિચારોને વેગ આપી જાતા,

અઘરાને સરળ બનાવી જાતા,

મૌનને તરત ભુલાવી જાતા,

હાસ્યનર તરત બોલાવી જાતા,

આંસુ ઓને દૂર કરાવી જાતા,

અંતને આરંભ તરફ વાળી જાતા,

અલગ રીતેજ ઉપયોગમાં લેવાઈ જાતા,

લખાણથી પ્રચલિત થઈ જાતા,

કવિતાઓમાં પ્રાસ ગોઢવી જાતા,

દરેક લખાણના દ્રષ્ટિકોણને સ્પષ્ટ કરી જાતા,

દરેક વ્યક્તિને બીજાથી અલગ તારવી જાતા,

વ્યક્તિત્વને ઓળખ આપવી જાતા,

એવા આ શબ્દો જીવનમાં,

અચાનક ઊંડા મન અને શાંત જીવનને,

ફરી એક જીવવા દરેક વ્યક્તિને મજબુર કરી જાતા,

Loading...