Abtak Media Google News

રાજય સરકારના પૂર્વ સચિવ ડંકેશભાઈ ઓઝા હસ્તે ધ્વજ વંદન

ઉપલેટાના ડુમીયાણી ગામે પૂર્વ મંત્રી સંચાલીત પીપલ્સ વેલ્ફેર સોસાયટી (વૃજભૂમી આશ્રમ) દ્વારા સ્વાતંત્ર્ય પર્વએ પ્રભાત ફેરી, માર્ચ પરેડ, ધ્વજવંદન, વાલી સંમેલન અને સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત આખો દિવસ કાર્યક્રમો યોજી રાષ્ટ્રીય કાર્યક્રમની રંગારંગ ઉજવણી કરવામાં આવશે.

આ અંગે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી અને પૂર્વ મંત્રી બળવંત મણવરે જણાવેલ કે સંસ્થા દ્વારા રાષ્ટ્રના યુવાનો અને વાલીઓ અને આમ જનતામાં રાષ્ટ્રભાવના જાગે તે માટે વર્ષમાં બેવખત રાષ્ટ્રીય દિનની આખો દિવસ વિવિધ કાર્યક્રમો રાખી ઉજવણી કરીએ છીએ આગામી ૧૫મી ઓગષ્ટ બુધવારે સવારે ૬ વાગે સમગ્ર સ્ટાફ વિદ્યાર્થીઓ દ્વારા પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવેલ છે. સવારે ૮.૩૦ કલાકે માર્ચ પરેડ ત્યારબાદ ૮.૪૫ કલાકે ગુજરાત સરકારના પૂર્વ સંયુકત સચિવ ડંકેશભાઈ ઓઝા હસ્તે ત્રિરંગાને સલામી આપવામાં આવશે આતકે મુખ્યમહેમાન તરીકે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ખેતશીભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહેશે.

જયારે સવારે ૧૦ કલાકે ધોરાજી નગરપાલીકાના પ્રમુખ ડી.એલ. ભાષાના પ્રમુખ સ્થાને વાલી સંમેલન યોજાશે તેમા ઉપલેટા ભોવાન ગોકલ ક્ધયા છાત્રાલયના પ્રમુખ શાંતીલાલ ચાંગેલા, રાજકોટ નેચરલ કલબના વી.ડી. બાલા, આયુર્વેદ કોલેજ સુપેડીના પ્રિન્સીપાલ ગીરીરાજસિંહ ગોહિલ અતિથિ વિશેષ ઉપસ્થિત રહેશે. બપોર બાદ ૨ વાગે સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.તેનું દીપ પ્રાગટય મામલતદાર કે.બી.સોલંકી કરી સાંસ્કૃતીક કાર્યક્રમને ખૂલ્લો મૂકશે આતકે સંસ્થાના ટ્રસ્ટી સવિતાબેન મણવર, ઉવર્શીબેન પટેલ કે.ડી. સિણોજીયા સહિતના ઉપસ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.