Abtak Media Google News

૧૯૮૭માં માઈકલ જેકશનના સ્મુથ ક્રિમીનલ મ્યુઝિક વીડિયોનો ડાન્સ કરવો આજે પણ સ્વપ્ન સમાન

વર્ષ ૧૯૮૭માં કિંગ ઓફ પોપ માઈકલ જેકશનનો મ્યુઝિક વિડીયો સ્મુથ ક્રિમીનલ લોન્ચ થયા બાદ સમગ્ર વિશ્વમાં તેનો જાદુ છવાઈ ગયો હતો. આ મ્યુઝિક વિડીયોમાં તે જમીની ૪૫ ડિગ્રી સુધી નીચે નમી ફરી ઉપર આવે છે. માઈકલ જેકશનના આ ડાન્સ મુવને ઐતિહાસીક ગણવામાં આવે છે. જમીન પર પંજા ટેકવીને માઈકલ જેકશનનો આ ડાન્સ ન્યુરોસર્જન માટે આશ્ચર્યનો વિષય છે.

Mjતાજેતરમાં ન્યુરો સર્જનની એક ટૂકડી દ્વારા માઈકલ જેકશનના ડાન્સ પાછળ તેની કરોડરજ્જુની કાર્યક્ષમતા અંગે સંશોધન થયું હતું. આ સંશોધનમાં તબીબોને જાણવા મળ્યું કે, માઈકલ જેકશનનો ડાન્સ કોઈ ટ્રીક નહોતી પરંતુ વ્યક્તિની મહત્તમ તાકાતનો પરચો હતો. અહીં ઉલ્લેખનીય છે કે, માત્ર ૨૫ ડિગ્રી સુધી જમીન નજીક પહોંચતા જ ઘણા ડાન્સરો ઈજાગ્રસ્ત થઈ જતા હોય છે. આ પ્રકારનો ડાન્સ કરવો અશકય જેવું છે.

આ સંશોધનમાં ડો.સંદીપ મોહિન્દ્રા, ન્યુરોસર્જન ડો.મંજુ ત્રિપાઠી તથા ડો.નિશાંત યાજ્ઞીક જોડાયા હતા. માઈકલ જેકશન આ ડાન્સી અનેક લોકો આજે પણ અનેક આશ્ચર્ય થાય છે. માઈકલ જેકશનના ગોઠણ અને પાની અંગે પણ ઘણા સંશોધન થઈ શકે છે. માઈકલ જેકશનની કરોડરજ્જુ સામાન્ય વ્યક્તિ કરતા વધુ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.