મહિલા વિફરી!: ગેંગરેપના આરોપીને મેથીપાક ચખાડતી મહિલા કોંગ્રેસની કાર્યકર

જામનગરમાં યાદવ નગર વિસ્તારમાં થયેલા ગેંગરેપ કાંડના ચોથા આરોપીને એસઓજીની ટીમે પકડી પાડયા પછી મહિલા પોલીસ મથકમાં સુપ્રત કરવા જઈ રહ્યા હતા, તે દરમિયાન એસપી કચેરીના પ્રાંગણમાં જ આંદોલન કરી રહેલા મહિલા કોંગ્રેસના કાર્યકરો ઉશ્કેરાયા હતા અને કોર્પોરેટર જેનમબેન ખફી, નીતાબેન પરમાર, કોંગ્રેસ પ્રમુખ રંજનબેન ગજેરા વિગેરે હતા અને તેઓએ હલ્લાબોલ કર્યું હતું. પોલીસ ટુકડી પાસેથી ગેંગરેપના આરોપીનો કબજો મેળવવાની માંગણી કરી હતી. આરોપીને પ્રજાને હવાલે કરી દયો, અમે જ ઝડપી ન્યાય આપી દેશું, તેવી માગણી સાથે ચપ્પલ લઇને મહિલા કોંગી કાર્યકરો દોડતાં પોલીસે સમય સૂચકતા વાપરીને મામલો થાળે પાડી દીધો હતો.

આરોપીને સહી સલામત રીતે મહિલા પોલીસ મથકમાં પહોંચાડીને એક રૂમમાં બેસાડી દીધો હતો. અને મહિલા કોંગી કાર્યકરોને છૂટા પાડ્યા હતા. પાંચેક મીનીટ સુધી ઘર્ષણ ચાલ્યા પછી આખરે મામલો શાંત થયો હતો.

Loading...