Abtak Media Google News

શકિતનગર નારી શકિત મહિલા મંડળ ગ્રુપનું આયોજન મહિલાઓને વિવિધ પ્રકારનું માર્ગદર્શન પણ અપાયું

ઓખા લહેરી માતા મંદિર રોડ શકિતનગર નારી શકિત મહિલા મંડળ ગ્રુપ દ્વારા મહિલા સશકિતકરણનો અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ઓખા સર્વોદય મહિલા ઉધોગ મંડળના પ્રમુખ ડો.પુષ્પાબેન સોમૈયા સાથે તેમની મહિલા ટીમ પણ જોડાઈ હતી. આ પ્રસંગે ઓખા મરીન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.એસ.આઈ ગજેન્દ્રસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહી મહિલાઓની આ ઉત્કર્ષ કામગીરીને બિરદાવી હતી અને મહિલાઓને સરકારી યોજનાઓના લાભ લેવા ખાસ સુચનો કર્યા હતા અને મહિલાઓને પુરુષોની સમોવડી બનવા અને વ્યસનોથી દુર રહેવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે મહિલા ઉધોગ મંડળના ડો.પુષ્પાબેને મહિલાઓને પ્રશ્નોતરી કરી સાચા જવાબ આપતી મહિલાઓને પ્રોત્સાહન ઈનામો આપ્યા હતા અને અહીં આવેલી ઓખાની અગ્રગણ્ય મહિલાઓને સન્માનિત કરી બિરદાવવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા ઓખા નારી શકિત મહિલા મંડળ પ્રમુખ ઉષાબેન તન્ના અને અગ્રણીય મહિલા હનિફાબેન બોલીમ અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.