સ્વામીનારાયણ નગરમાં સાંજે મહિલા સંમેલન

70

ભવ્ય સંમેલનમાં થીમ બેઇઝ ડ્રામા ‘કરૂણા અપરંપરા’ નિહાળી મહિલાઓ બનશે ધર્મમય: લેસર અને સાઉન્ડ શો ભાવિકોમાં આકર્ષણનું કેન્દ્ર

પ્રમુખસ્વામી મહારાજ જન્મોત્સવના બીજા દિવસે વિરાટ મહિલા સંમેલનમાં મઘ્યપ્રદેશના રાજયપાલ આનંદીબેન પટેલના હસ્તે દિપ પ્રાગટય

પ્રમુખસ્વામી મહારાજના ૯૮માં જન્મજયંતિ મહોત્સવના આજના બીજા દિવસે વહેલી સવારે પ્રાંત: પૂજાદર્શન બાદ વિરાટ મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં હજારો મહિલાઓ જોડાવવા જઇ રહીછે. સ્વામીનારાયણ નગરમાં આજના આ મહિલા સંમેલનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ પણ ખાસ ઉ૫સ્થિત રહેવાના છે.પૂજય પ્રમુખસ્વામી મહારાજના ૯૮મી જન્મજયંતીની ભવ્યાભિ ભવ્ય તૈયારીઓ છેલ્લા છ મહિનાથી થઇ રહી છે. ત્યારે આ તૈયારીઓમાં મહિલાઓ અને બાળકો પણ જોડાયેલા છે. ઘરના કામકાજ પરવારીને રાજકોટ અને તેની આસપાસના ગામ શહેરની મહિલાઓ સ્વામીનારાયણ  નગરમાં સેવાયજ્ઞમાં જોડાયેલી  છે. લીપવાથી માંડીને વાસણ ઉટકવાના કામ સુધી બધા કામ મહિલાઓ ખુબ જ શ્રઘ્ધાથી કરી રહી છે.

આજના આ પાવન દિવસે ખાસ મહિલાઓ માટે વિરાટ મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. વિરાટ મહિલા સંમેલનમાં રાજયભરમાંથી મહિલાઓ મહોત્સવમાં ભાગ લેવા આવશે આ વિરાટ મહિલા સંમેલન આજે ૩.૩૦ થી ૮ દરમિયાન રહેશે જેમાં પૂર્વ મુખ્યમંત્રી અને હાલ મઘ્યપ્રદેશના રાજયપાલ આનંદીબેન પટેલના હસ્તે દીપ પ્રાગટય કરાશે. આ સાથે મહિલાઓ દ્વારા ધુન પ્રાર્થનાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે રાજકોટ કાલાવાડ રોડ પર આવેલા અક્ષર મંદિર ને પણ ર૦ વર્ષ પૂરા થઇ રહ્યા છે. ત્યારે આ મંદિરની સત્સંગ ગાથા તેમજ રાજકોટ મંદિરમાં સત્સંગી મહિલાઓના યોગદાન વિષે પણ વિસ્તૃત વાત કરવામાં આવશે આ સાથે ઘણા બધા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાંચ થીમ બેસ ડ્રામાં મહિલાઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે.

સમગ્ર સૌરાષ્ટ્રના ગામો ગામથી મહીલાઓ આજના મહોત્સવમાં ખાસ ઉપસ્થિત રહેશે. સત્સંગમાં મહિલાઓના યોગદાન વિષે પણ દ્રશ્ય શ્રાવ્યમાઘ્યમથી સમજાવવામાં આવશે. સ્વામીનારાયણ સં૫્રદાયમાં ઘરસભા, ધુન-ભજન – કિર્તનમાં મહિલાઓ શું યોગદાન આપી શકે અને પોતાના ઘર કુટુંબને તારી શકે તે અંગે પણ સમજાવવામાં આવશે.આજના આ વિરાટ મહિલા સંમેલનમાં રાજકોટની તમામ બહેનો ભાગ લેશે નાની છોકરીઓથી માંડીને વૃઘ્ધાઓ પણ આજના આ મહિલા સંમેલન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો ભાગ છે. બપોરના ૩.૩૦ થી સાંજના ૮ વાગ્યા સુધી પ્રેરક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે જેમાં ખાસ  કરીને ‘કરૂણા અપરંપરા’ નામનો થીમ બેજ ડ્રામાં સૌના આકર્ષણનું કેન્દ્ર બનશે.

આ મહોત્સવ થકી બાળકો અને યુવાનોને સાચી દિશા મળશે ગુજરાતને સંસ્કારિતા, વ્યસનમુકિતનો રાહ પ્રમુખસ્વામી મહારાજ જેવા સંતોએ બતાવ્યો છે. સ્વામીનારાયણ સંપ્રદાયે ગુજરાતમાં સામાજીક અને આઘ્યાત્મિક ચેતનાનો સંચાર કર્યો છે. ત્યારે આજ નો આ મહિલા સંમેલનનો કાર્યક્રમ ચેતનાના નવા પ્રાણ પુરશે.

રાજકોટ માધાપર મોરબી હાઇવે પર નિર્મિત ભવ્ય સ્વામીનારાયણ નગરમાં માનવ મહેરામણ ઉમટી પડયો છે. ૧૧ દિવસ દરમિયાન લાખો ભાવિકો સ્વામીનારાયણ નગરને નિહાળવા ઉમટી પડશે. આ મહોત્સવમાં પ્રમુખસ્વામીના પ્રેરક પ્રસંગોની સાથે સાથે લેસર શો સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

લાઇટ એન્ડ સાઉન્ડ શો દરરોજ ૭ થી ૧૦ દરમિયાન હોય છે. અને દિવસ દરમિયાન ર થી ૩ શો લાઇટ લાઇટ એન્ડ સાઉન્ડના હોય છે. જેને જોવાથી બાળકોમાં સંપ્રદાય પ્રત્યે અને પોતાના ગુરુ કે માતા-પિતા પ્રત્યે આદરભાવના જાગે તેવા પ્રેરક પ્રસંગો લેસર શોમાં બતાવવામાં આવ્યા છે.મહત્વનું છે કે ગાંધીનગરમાં આવેલા અક્ષરધામ મંદિરમાં પણ ‘નચિકેતા’ના લેસર લાઇટ શો સમગ્ર સપ્તાહ દરમિયાન બતાવવામાં આવે છે જેમાં નચિકેતા કેવી રીતે યમલોકની સફરે જાય છે. અને યમરાજ સાથે પ્રેરણાદાયી વાતો કરે છે તે ખુબ જ સુંદર રીતે દર્શાવવામાં આવ્યું છે. તો બીજી તરફ દિલ્હીના અક્ષરધામમાં પણ આવા લેસર શો બતાવવામાં આવે છે.આજના આ લેસર શો અને લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં અપૂર્વ સ્વામી કેટલીક પ્રેરક વાતો કરી લોકોને સત્સંગ અને પ્રમુખસ્વામી વિષે સમજાવશે. ઉલ્લેખનીય છે કે રાજકોટની ધરતી પર દિવ્યાત્મા પ્રમુખસ્વામી મહારાજના ૯૮માં જન્મ જયંતિ મહોત્સવની જાજરમાન ઉજવણી થઇ રહી છે. ત્યારે દરરોજ રાત્રે સ્વામીનારાયણ નગરમાં આકર્ષક લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળવવા મેદની ઉમટીપડે છે.

બીજી બાજુ પ૦૦ એકરમાં સ્વામીનારાયણની રોશનીનો ઝગમગાટ સમગ્ર રાજકોટની પ્રકાશિત કરી રહ્યો છે. આ મહોત્સવમાં દરેક પ્રદર્શન ખંડ, સંત ઝરૂખાઓ અને સ્વામીનારાયણ મંદિરોની પ્રતિકૃતિઓને રોશનીથી શણગારાયા છે. આ નયનરમ્ય નજારો ધરતી પરનું સ્વર્ગ હોવાનો ભાસ કરાવે છે.

રાજકોટમાં વિરલ વિભૂતિના જન્મોત્સવે, વિરાટ મહિલા પ્રવૃત્તિ

૧૦૦૦થી વધુ બાલિકાઓ દ્વારા હોસ્પિટલમાં પ્રાર્થનાયજ્ઞ, વેસ્ટ ટુ બેસ્ટ વસ્તુ બનાવી બાલિકાઓને ભેટ આપી, ૨૦૦ યુવતીઓ દ્વારા અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમમાં સદ્ભાવના યજ્ઞ, ૮૦થી વધુ યુવતીઓ દ્વારા ૨૫,૦૦૦થી વધુ વસ્ત્રોનું વિતરણ, વાળની ગૂંચ એકત્રિત કરી રૂપિયા ૧,૧૦,૦૦૦/-થી વધુની આર્થિક સેવા, ૨૦થી વધુ યુવતીઓએ રાખડી બનાવી આર્થિક સેવા કરી, ૩૦થી વધુ યુવતીઓએ ઘર સજાવટની વસ્તુઓ બનાવીને કરી આર્થિક સેવા, વિવિધ સોવેનિયર આઈટમ તથા દીવડાઓનું વેંચાણ, ૪૦થી વધુ યુવતીઓ દ્વારા ચોકલેટ બનાવીને આર્થિક યોગદાન, મંદિર તથા ગર્ભગૃહમાં વિશિષ્ટ સુશોભન સેવા, ૩૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા ‘પ્રમુખ પ્રતિભા પર્વમાં’, હોસ્ટેલ તથા સ્કૂલ સંપર્ક, ૧૨૦થી વધુ બહેનોએ કર્યું ૯૮ ગામોમાં વિચરણ, સ્કૂટર રેલી, બે લાખથી વધુ ઘરનો સંપર્ક, કેક અન્નકૂટ, ૧૦૦૦થી વધુ મહિલાઓએ યોજી જયોત યાત્રા, તપ, વ્રત અને ભક્તિની વહી સરવાણી.

Loading...