Abtak Media Google News

સરગમ લેડીઝ ક્લબ દ્વારા સતત ૨૨માં વર્ષે સમર ટ્રેનિંગનું આયોજન :  ૮૦૦થી વધુ બહેનો ૨૭ વિષયની તાલીમ લેશે.

સરગમ લેડીઝ ક્લબ  અને સમાજ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા સતત ૨૨માં વર્ષે બહેનો માટે ટોકન દરે સમર ટ્રેનિંગ ક્લાસનું આયોજન થયું છે.મોટી ટાંકી ચોકમાં આવેલી કોટક સ્કૂલમાં યોજાયેલા આ સમર ક્લાસનું ઉદ્દઘાટન શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે કરવામાં આવ્યું હતુઁ.આ સમર ટ્રેનિંગ ક્લાસમાં ૮૦૦થી વધુ બહેનોને ૨૭ જુદા જુદા વિષયની તાલિમ આપવામાં આવશે.આ સમર કલાસ માટે બાન લેબ, રાજ બેન્ક, મહાવીર સેવા ટ્રસ્ટ અને  રાધિકા જવેલર્સનો સહયોગ પ્રાપ્ત થયો છે.

આ સમર ટ્રેનિંગ ક્લાસના ઉદઘાટન સમારોહમાં પોલીસ કમિશનર અનુપામસિંહ ગેહલોત ઉપરાંત ભાજપના શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડેપ્યુટી મેયર ડો.દર્શીતાબેન શાહ, ઉદ્યોગપતિ નરેશભાઈ લોટિયા, રાજબેન્કના વાઇસ ચેરમેન રમેશભાઈ ટીલારા, જોહર કાર્ડસના યુસુફભાઈ માંકડા, કેળવણી મંડળના ટ્રસ્ટી નવીનભાઈ ઠક્કર, હાર્ડવેર વેપારી એસોસિએશનના પ્રમુખ રાજુભાઇ બાલિયા તેમજ સરગમ સલાહકાર સમિતિના કુંદનબેન રાજાણી, જયશ્રીબેન સેજપાલ, ચંદ્રિકાબેન ધામેલીયા, રેણુબેન યાજ્ઞિક, માલાબેન કુંડલીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

F299A2F9 245F 478D B333 4D2C3F155Ddcપ્રારંભમાં સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ આ કલાસ વિશે માહિતી આપી હતી અને કહ્યું હતું કે, શહેરની કોઈ પણ યુવતી કે બહેનો આ સમર ક્લાસમાં જોડાઈ શકે છે.પોલીસ કમિશનર અનુપામસિંહ ગેહલોતે કહ્યું હતું કે, આ પ્રકારના ક્લાસમાં જોડવાથી બહેનોમાં આત્મવિશ્વાસ વધે છે. અહીં શીખીને ગયેલા બહેનો જ્યારે બીજાને કલા શીખવાડે ત્યારે ક્લાસને સફળતા મળે છે. તેમણે કહ્યું હતું કે, સુરક્ષા સેતુ હંમેશા સમાજ ઉપયોગી કાર્યોમાં સહયોગ આપે છે અને સરગમ કલબના આ કલાસ સમાજ માટે ઘણા ઉપયોગી સાબિત થાય છે.

658D7144 8066 4F07 Bb9A 7820F01E5D3Aભાજપના પ્રમુખ કમલેશભાઈ મીરાણીએ આ પ્રસંગે કહ્યું હતું કે, સરગમ દ્વારા હાથ ધરાતાં સેવા કાર્યોની નોંધ લોકો ઉપરાંત સરકાર પણ લ્યે છે.સરકારી તંત્રને પણ સરગમની જરૂર પડે છે જે મોટી બાબત છે.

રાજકોટ કેળવણી મંડળના ટ્રસ્ટી નવીનભાઈ ઠક્કરે કહ્યું હતું કે, આ ક્લાસમાંથી બહેનો અનુભવનું ભાથું લઈને જાય છે અને ભવિષ્યમાં તેને પગભર થવામાં ઉપયોગી થાય છે.

કોટક સ્કૂલમાં તા.૧૨ સુધી દરરોજ સાંજે ૫થી૭ દરમિયાન ચાલનારા આ ક્લાસમાં ભાગ લેનાર બહેનોને  નિષ્ણાંત  ટ્યૂટરો દ્વારા ૨૭ જેટલા વિષયોની તાલિમ આપવામાં આવશે.

આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન જસુમતીબેન વસાણીએ કર્યું હતું જ્યારે આભારવિધિ ભાવનાબેન માવાણીએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન માલાબેન કુંડલીયાએ કર્યું હતું.

9A68836E D5Cd 4076 A04A 2Fe33B11B562આ ક્લાસને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ લેડીઝ કલબના પ્રમુખ નિલુબેન મહેતા ઉપરાંત અલકાબેન કામદાર, ગીતાબેન હિરાણી, રેશ્માબેન સોલંકી, જયશ્રીબેન રાવલ, ભાવનાબેન મહેતા, છાયાબેન દવે,  ચેતનાબેન સવજાણી, રાજશ્રીબેન ભાલોડિયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.