Abtak Media Google News

સમૃદ્ધ જીવન ફુડ ઈન્ડિયા નામે દેશભરમાં બ્રાંચો ખોલી રૂ.૧૧ કરોડની ઠગાઈ કરી‘તી

રાજયોના ગરીબ લોકોની રોજીંદી બચતમાં કરોડોની થાપણો ઓળવી ભાગી જનાર સમૃદ્ધ જીવન ફુડ ઈન્ડીયા લી.ના સંચાલક સુનિતા કિરણ થોરાટની ચાર્જશીટ બાદની રેગ્યુલર જામીન અરજી રદ કરી છે. વધુ વિગત મુજબ સમૃદ્ધ જીવન ફુડ ઈન્ડીયા લી. નામથી સુનિતા કિરણ થોરાટ અને મહેન્દ્ર વસત ગાડે વર્ષ ૨૦૦૦થી ઓફીસ ચાલુ કરી સમગ્ર ભારતના સકડો ગરીબ લોકોને સારું વ્યાજ અપાવવાની લાલચે બાધી મુદતી થાપણો અને રોજીદી થાપણ તરીકે દરરોજ નજીવી રકમ મેળવી હતી.

થોડા વર્ષો સુધી થાપણદારોને નિયમિત વ્યાજ ચુકવવું. થાપણદારોમાં વિશ્વાસ જગાવી ૨૦૦ થાપણદારો પાસેથી રૂ.૧૧ કરોડની થાપણ મેળવી વર્ષ ૨૦૧૮માં આ ઓફીસ બંધ કરી ભાગી ગયેલા હતા. બંને સંચાલકો વિરુઘ્ધ ફરિયાદ નોંધી ધરપકડ કરી હતી. આરોપીઓ વિરુઘ્ધ સમગ્ર સૌરાષ્ટ્ર ઝોનના ગુનાઓના કેસો રાજકોટ સેશન્સ જજ સમક્ષ ચાલવાપાત્ર સમયમર્યાદામાં પોલીસે તપાસ પૂર્ણ કરી આરોપીઓ વિરુઘ્ધ જી.પી.આઈ.ડી.એકટની કલમો હેઠળ ચાર્જશીટ રજુ કરેલ હતી.

આ આરોપીએ તપાસ પૂર્ણ થયા બાદ સુનિતા થોરાટે કરી હતી. જામીન અરજીની સુનવણી વખતે સ્પેશ્યલ જિલ્લા સરકારી વકિલ એસ.કે.વોરાએ રજુઆતમાં આરોપી પોતાની મિલકતો સેશન્સ કોર્ટ જપ્ત કરી વેચાણ ન કરી શકે તેવા ઉદેશથી હકિકતો છુપાવતા હોય ત્યારે ગરીબ થાપણદારોની રકમ તેઓને પરત મળે તેવા કોઈ સંજોગો જણાઈ આવતા ન હોય ત્યારે આવા આરોપીને જામીન આપવાથી તેઓએ છુપાવી રાખેલ મિલકતો કોર્ટની જાણ બહાર વેચી નાખે તેવી પુરેપુરી શકયતા છે.

સરકાર તરફેની આ રજુઆતોને ધ્યાનમાં લઈ પ્રિન્સીપાલ સેશન્સ જજ ગીતા ગોપી મેડમે આરોપી સુનિતા કિરણ થોરાટની જામીન અરજી રદ કરી છે. આ કેસમાં સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે.વોરા રોકાયેલા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.