Abtak Media Google News

ધોળકિયા સ્કૂલ્સ અને નવરંગ નેચર કલબ દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમિતે અનોખું આયોજન: ‘અબતક’ની મુલાકાત લેતા આગેવાનો

વિશ્ર્વ મહિલા દિવસ ૮મી માર્ચના નિમિતે ફુલછાબ, ધોળકીયા સ્કુલ્સ અને નવરંગ નેચર કલબના સંયુકત ઉપક્રમે યોજાનાર ફકત બહેનો માટેના શેરી રમત સ્પર્ધાનું આયોજન થયું છે.  આ સ્પર્ધામાં ૧૦ વર્ષથી ૧૮ વર્ષ, ૧૯ થી ૩૦ વર્ષથી અને ૩૧ વર્ષથી ઉપરના બહેનો આમ ત્રણ ગ્રુપમાં સ્પર્ધા રમાડવામાં આવશે. ૪જી ઇન્ટરનેટના આધુનિક યુગમાં સૌ રમાતો રમવાનું સાવ ભૂલીને માત્ર મોબાઇલમાં રમતો રમવા લાગ્યા છીએ. મોબાઇલની રમતો રમવાના અવાસ્તવિકપણામાં ૩ વર્ષથી લઇને મોટી ઉમરના સૌ ઓતપ્રોત થઇ જતા હોય છે. ઘણી વખત બાળક હિંસક વૃત્તિના શિકાર પણ બાળકો બની જતા હોય છે. વાસ્તવિક દુનિયાથી આપણે દુર જઇ રહ્યા છીએ તે દુરી મીટાવવા માટેનું આ એક આયોજન છે. ધીમે ધીમે લોકો આ દિશા તરફ વળે તેવા એક ઉમદા હેતુથી આ શેરી રમતોનું આયોજન કરવામાં આવ્યું છે.

Banna For Site E1583323453452

 

ધોળકીયા સ્કુલ્સ પંચાયતનગર બસ સ્ટોપ પાસે યુનિવસિટી રોડ ખાતે જે શેરી રમતો યોજાશે. ત્રીપગી દોડ, લીંબુ ચમચી, સંગીત ખુરશી, દોરડા કુદ, લંગડી, નારગોલ, છૂટ દડો, ધમાલ ધોકો, સાપ સીડી, ફુગ્ગા ફોડ, કોથળા દોડ, દોરડા ખેંચ વગેરેનો સમાવેશ કરવામાં આવેલું છે. આ રમતોત્સવ તા. ૮-૩ ને રવિવારના રોજ વિશ્ર્વ મહિલા દિનના સવારે ૮ વાગ્યે શરુ થશે અને બપોરના ૧ર વાગ્યા સુધી ચાલશે. આ રમતો માટે કોઇપણ એન્ટ્રી પાસ કે રજીસ્ટ્રેશનની જરુર નથી. આ રમતો ફકત બહેનોને રમાડવાનું આયોજન કરવામાં આવેલું છે.

એ.કે. વાળા, વી.ડી.બાલા, નકુમ નરેશ, જાનવીબેન એન. અનડકટ અને ખુશ્બુબેન એન. લાલાણીએ કાર્યક્રમ અંગે ‘અબતક’ને વિગતો આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.