Abtak Media Google News

આજે દેશભરમાં મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે. જેને લઈને ગુજરાત વિધાનસભાની તમામ કામગીરી પણ મહિલાઓએ સંભાળી હતી. જ્યારે સ્પીકર તરીકે ડૉ.નિમાબેન આચાર્યએ જવાબદારી સંભાળી હતી.

મુખ્યમંત્રીએ પાઠવી શુભેચ્છા

વિધાનસભા પ્રારંભે પ્રશ્નોતરી પૂર્વે ગુહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહિલા દિનની શુભેચ્છા પાઠવી હતી. રૂપાણીએ કહ્યું કે,” આપણી સંસ્કૃતિમાં અનાદિકાળથી મહિલાને પુરુષ સમોવડું સ્થાન આપવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી મહિલા હિતને વરેલી છે, અને આનંદી બહેનને પ્રથમ મહિલા મુખ્યમંત્રી પણ બનાવ્યા હતા.તેઓ આજે ગવર્નર પદે બિરાજે છે.”

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.