Abtak Media Google News

પ્રથમવિશ્વ યુઘ્ધ દરમ્યાન રુસમાં મહીલાઓએ રસ્તા પર ઉતરીને મોટા પાયે હડતાલ કરી જેને લીધે રુસ દેશના રાજા નિકોલસ- બીજાએ પોતાની ગાદી ત્યાગી અને મહીલાઓને મતાધિકાર પ્રાપ્ત થયો. ત્યારબાદ દર વષે ૮ માર્ચનો દિવસ આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે.

વોકહાર્ટસ હોસ્પિટલના ગાયનેક લેપ્રોસ્કોપીક સર્જન ડો. મનીષા સિંઘ પટેલે જણાવેલ હતું કે આ વર્ષની થીમ (ઉદેશ) સંતુલન, સારા માટે છે. મહીલાઓએ પોતાના કલ્યાણ માટે જીવનમાં સંતુલન લાવવું જરુરી છે. જે શારિરીક, માનસીક, સામાજીક, અઘ્યાત્મીક, કાર્યક્ષેત્ર, મનોબળ અને આસપાસના વાતાવરણમાં સંતુલન જાળવવાથી શકય બને છે. જીવનમાં જો સૌથી વધુ મહત્વપૂર્ણ કોઇ ચીજ છે તો તે છે પોતાનું અને પોતાના સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું. કેમ કે જો કુટુંબની મહીલા સ્વસ્થ અને સુખી હશે તો જ પરિવારનું કલ્યાણ શકય બની છે. મહીલાઓએ પોતાની શકિતઓ જાણવી, પોતાની ઇચ્છાઓને ઓખવી, પોતાના મનોબળ ઉપર સંપૂર્ણપણે વિશ્ર્વાસ રાખવો જોઇએ. એવી કહેવત છે કે આપણે કોઇના ઉપર આધાર રાખવોને બદલે પોતે જ પોતાની આત્માનું સુશોભન કરવું જોઇએ.

ડો. મનીષા સિંઘ પટેલે વિશેષમાં જણાવેલ હતું કે મહિલાઓ પોતાના ગૃહસ્થી અને વ્યવસાયમાં એટલા ઓતપ્રોત જઇ જાય છે કે પોતાની સાર સંભાળ રાખવાનું સૌથી છેલ્લે વિચારે છે. દરેક મહિલાએ એ સમજવું જોઇએ કે ઉમર પ્રમાણે અલગ અલગ તકલીફ અને રોગ થઇ શકે છે. જેનો સમયસર ઇલાજ કે તપાસ કરાવવાથી આ તકલીફોથી દુર રહી શકાય છે.

ડોકટરને પૂછવા વિના પણ કોઇ પ્રકારની દવાનું સેવન ન કરવું જોઇએ. જેનાથી પોતાના અને આવનારા બાળકના સ્વાસ્થ્યનો પુરેપુરો ખ્યાલ રાખી શકાય. સાવચેતી એ સારવાર કરતા વધારે મહત્વનો ભાગ છે જેના માટે શિક્ષણ અને જાગૃતિ જુરરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.