Abtak Media Google News

સેક્સી શબ્દ સાંભળતા જ દરેક પુરુષની સામે એક સુંદર યુવતીની ઇમેજ આવી જાય છે, જ્યારે આ સમાચાર દરેક પુરુષ માટે કામ આવી શકે છે. તો ચાલો જાણીએ સ્ત્રીઑ કઈ ઉમરમાં સૌથી વધુ સેક્સી હોય તેવો અનુભવ કરે છે.

01315D8804E3Acbb487B4Ec6E4A67E3Cવાસ્તવમાં એક નવા સર્વેક્ષણમાં જોવા મળ્યું છે કે મહિલાઓ 28ની ઉંમરે પોતાની જાતને સૌથી વધુ સેક્સી અનુભવે છે. આ સર્વેક્ષણમાં સંશોધકોએ જાણ્યું કે આ ઉંમરમાં મહિલાઓ પોતાની શારીરિક બનાવટથી ઘણી ખુશ રહે છે.

સંશોધનમાં એ પણ સામે આવ્યું કે 32ની ઉંમરે મહિલાઓનો આત્મવિશ્વાસ ચરમ પર હોય છે. આવું એટલા માટે કારણ કે તેમની પાસે મદદગાર મિત્રોની સાથે-સાથે પરિવારનું પોતીકાપણું પણ હોય છે. આ બંને બાબતો તેમનો આત્મવિશ્વાસ વધારવામાં મદદરૂપ હોય છે.

Shutterstock 131862845મહિલાઓની હાઇજીન પ્રોડક્ટ વેચનારી એક યુકેની બ્રાન્ડે આ અંગેનો અભ્યાસ કરાવ્યો છે. આ અભ્યાસનું મુખ્ય ફોકસ એ બાબતો પર હતું કે મહિલાઓની પોતાના પ્રત્યેની વિચારસરણી કેવી છે.

સંશોધનમાં સામેલ મહિલાઓમાંથી 60 ટકા મહિલાઓનું કહેવું હતું કે આ ઉંમરમાં આત્મવિશ્વાસ એટલા માટે વધે છે કારણ કે આપણે જાણીએ છીએ કે આપણું જીવન કઇ દિશામાં જઇ રહ્યું છે. તો 52 ટકા મહિલાઓનું કહેવું હતું કે આ ઉંમરમાં સંતોષ હોય છે તે અમારી પાસે જીવનભર સાથ નીભાવનાર ઓછામાં ઓછો એક સાથી તો છે.

સંશોધનમાં સામેલ મહિલાઓમાંથી 19 ટકાએ બ્રિટનના શાહી પરિવારની પુત્રવધુ કેટ મિડલટનને સૌથી પ્રેરણાદાયી સ્ત્રી ગણાવી જ્યારે 17 ટકાએ ઐતિહાસિત નર્સ ફ્લોરેન્સ નાઇટિંગેલને આદર્શ ગણાવી. જ્યારે આમાં પ્રસિદ્ધ અમેરિકી અભિનેત્રી મેરલિન મુનરો 15 ટકા મતો સાથી ત્રીજા સ્થાને રહી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.