Abtak Media Google News

પાણીની પાઈપ લાઈનના ખાતમુહૂર્ત વેળાએ બની ઘટના: ધારાસભ્ય હોવા છતાં વિસ્તારમાં ન ડોકાતા ભાનુબેન અને ભાજપના શાસકો સામે વ્યાપક સૂત્રોચ્ચાર: ધારાસભ્યને પોલીસ બંદોબસ્ત વચ્ચે લઈ જવા પડયા

શહેરના વોર્ડ નં.૧૮માં કોઠારીયા વિસ્તારમાં આજે સવારે ડીઆઈ પાઈપ લાઈનના ખાતમુહૂર્તમાં ગયેલા રાજકોટ ગ્રામ્યના ભાજપના ધારાસભ્ય સામે રોષે ભરાયેલી મહિલાઓએ કાળા વાવટા ફરકાવ્યા હતા અને હુરીયો બોલાવ્યો હતો. એક તબકકે મામલો વધુ વણસી જતા ધારાસભ્યને પોલીસ બંદોબસ્ત વચ્ચે ગાડીમાં બેસાડવાની ફરજ પડી હતી.

Img 20170614 Wa0022આ અંગે પ્રાપ્ત તી વધુ વિગત મુજબ તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકામાં ભળેલા કોઠારીયામાં પાણીની પાઈપ લાઈનની સુવિધા ઉપલબ્ધ ન હોય અગાઉ અનેકવાર ટોળાઓએ કોર્પોરેશનમાં રજૂઆત કરી છે જે સંદર્ભે વોર્ડ નં.૧૮માં કોઠારીયા વિસ્તારમાં ડીઆઈ પાઈપ લાઈનનું નેટવર્ક ઉભુ કરવા મહાપાલિકા દ્વારા ‚ા.૨.૨૩ કરોડના ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આજે સવારે ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ અને સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ સહિતના મહાપાલિકાના શાસકો કોઠારીયામાં પાઈપ લાઈનના ખાતમુહૂર્ત માટે ગયા હતા. આ વોર્ડમાંી ચારેય કોર્પોરેટરો કોંગ્રેસના ચૂંટાઈ આવ્યા હોવા છતાં શાસકોએ સસ્તી પ્રસિધ્ધી મેળવવાનો પ્રયાસ કરતા લોકો વિફર્યા હતા. છેલ્લા ૧૦ વર્ષી ધારાસભ્ય હોવા છતાં ભાનુબેન બાબરીયા પોતાના મત વિસ્તાર એવા કોઠારીયા વિસ્તારમાં એક વખત પણ આવ્યા ન હોય રોષે ભરાયેલી મહિલાઓએ આજે ધારાસભ્ય સામે કાળા વાવટા ફરકાવ્યા હતા.

ભાનુબેન બાબરીયા પોતાની મોટરકારમાંી જ ઉતરતાની સો મહિલાઓએ તેઓનો હુરીયો બોલાવ્યો હતો અને ભાજપ હાય-હાય, ભાનુબેન હાય-હાય જેવા સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. ખાતમુહૂર્ત પ્રસંગ સમયે કોઈ કાળે ભાનુબેનની હાજરી ન જોઈએ તેવું કહેતા મહિલાઓએ વ્યાપક હંગામો મચાવ્યો હતો. સતત એક કલાક સુધી ભારે બબાલ ચાલી હતી. એક તબકકે અમુક મહિલાઓએ ભાનુબેન બાબરીયાનો હા પણ પકડી લીધો હતો. વાત વણસતા ભાજપના આગેવાનો અને પોલીસે ઘેરો કરી ભાનુબેનને કાર સુધી દોરી ગયા હતા.

Img 20170614 Wa0023ભાજપના શાસકોએ પણ સનિક લોકોના રોષનો ભોગ બનવું પડયું હતું. વોર્ડ નં.૧૮ના કોંગી કોર્પોરેટર નિલેશભાઈ મા‚એ જણાવ્યું હતું કે, આ વોર્ડમાંી મારા સહિત જેન્તીભાઈ બુટાણી, મેનાબેન જાદવ અને ધમિષ્ઠાબા જાડેજા એમ ચારેય કોર્પોરેટરો કોંગ્રેસમાંી ચૂંટાઈ આવ્યા છે. વોર્ડના અલગ અલગ વિસ્તારોને પ્રામિક સુવિધા આપવા માટે અમે સતત રજૂઆત કરીએ છીએ અને કામ મંજૂર કરાવીએ છીએ. છતાં મંજૂર યેલા કામમાં ખાતમુહૂર્ત કરી પ્રસિધ્ધ મેળવવા માટે ભાજપના શાસકો આવી પહોંચે છે.

ધારાસભ્ય હોવા છતાં ૧૦ વર્ષમાં એક પણ વખત કોઠારીયાવાસીઓની સમસ્યા જાણવાની તસ્દી ન લેનાર ભાજપના ધારાસભ્ય ભાનુબેન બાબરીયા આજે જયારે ડીઆઈ પાઈપ લાઈનના ખાતમુહૂર્તમાં આવ્યા ત્યારે મહિલાઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. તેઓને હુરીયો બોલાવી તેમની સામે કાળા વાવટા ફરકાવ્યા હતા. ધારાસભ્ય ભાનુબેન સામે કોઠારીયાની મહિલાઓએ કાળા વાવટા ફરકાવ્યા હોવાની વાતની કબુલાત મહાપાલિકાના પદાધિકારીઓએ પણ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.