ગુજરાતની મહિલાઓ હવે આર્થિક રીતે સધ્ધરતામાં પણ અવ્વલ નંબરે

58

રાજ્ય સરકારે મહિલાઓ માટે મેન્યુફેક્ચરીંગ, એન્જિનિયરીંગ, ઇર્ન્ફોમેશન ટેકનોલોજી, સર્વિસ સેક્ટર, તબીબી, કૃષિ, પ્રવાસન, શિક્ષણ તેમજ પશુપાલન ક્ષેત્રે વિપુલ પ્રમાણમાં તકો ઉભી કરી

મહિલાઓને આર્થિક રીતે પગભર કરીને સમાજમાં મોભાનું સ્થાન તથા રોજગારી દ્વારા સાંપ્રત સમયમાં પુરૂષ સમોવડી બનાવવામાં સમગ્ર દેશમાં અગ્રેસર બની રહ્યું છે ગુજરાત

પ્રગતિશીલ ગુજરાતનાં પ્રણેતા વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા મહિલાઓનાં સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સશક્તિકરણની દિશામાં અનેકવિધ પગલાં લઈને અભિનવ માર્ગ કંડારવામાં આવ્યો છે. મહિલા સશક્તિકરણની દિશામાં અનેક આગવા ક્રાંતિકારી નિર્ણયો લઈને રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતની મહિલાઓના સામર્થ્યમાં અપ્રતિમ વધારો કરવાનું ઉમદા કાર્ય કરી રહ્યાં છે. ગુજરાત દ્વારા દેશભરમાં સૌપ્રથમ વિશેષ મહિલા રોજગાર ભરતી મેળાનું આયોજન તથા મહિલાઓ માટેની ખાસ રોજગાર કચેરીની શરૂઆત કરવામાં આવી છે. એટલું જ નહીં ખાનગી ઔદ્યોગિક એકમોને મહિલાઓ માટે જગ્યા અનામત રાખવા રૂપાણી સરકાર દ્વારા સૂચન પણ આપવામાં આવ્યું છે. રાજ્ય પોલીસ દળમાં તેમજ સરકારી રોજગારીમાં નિયમ મુજબ મહિલા અનામતની ફાળવણી હોય કે પછી ગુજરાતમાં ઉદ્યોગોનાં થઈ રહેલા વિકાસને ધ્યાનમાં લઈ મહિલાઓને મેન્યુફેક્યરિંગ, એન્જિનિયરિંગ, ઇન્ફર્મેશન ટેકનોલોજી તેમજ સર્વિસ સેકટરમાં પ્રધાનમંત્રી કૌશલ્ય યોજના તથા ઈન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટની તાલીમ હોય કે પછી દરેક જિલ્લામાં મહિલાઓને શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ તાલીમ અને કૌશલ્ય આપી કોલસેન્ટર, બીપીઓ, કેપીઓ, બેક ઓફિસ, ફ્રન્ટ ઓફિસ, કસ્ટમર કેર એક્ઝિકયુટીવ, સેલ્સ એક્ઝિકયુટીવ, હેલ્પર, ડ્રાઈવર, શિક્ષિકા, બસ કંડકટર, બ્યુટીશિયન, પ્રોફેસર તેમજ તબીબ ક્ષેત્રે નર્સ, ડોક્ટર, એક્સરે ટેકનિશિયન જેવાં વિવિધ ક્ષેત્રે નિમણૂક કરવાની હોય કે પછી ગુજરાતમાં પશુપાલન, કૃષિ, બાગાયત, પ્રવાસન, શિક્ષણ અને સહકાર વિભાગમાં મહિલાઓને અગ્રસ્થાન આપી આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ હોય.. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહિલા સશક્તિકરણ માટે એક મહા અભિયાન આરંભાયેલું છે.

સાણંદ ખાતે વુમેન એપરલ પાર્કનું નિર્માણ કરી મહિલાઓનું સશક્તિકરણ કરવા ઉપરાંત મહિલાઓને રોજગારી માટે પ્રોત્સાહન હોય.. ગુજરાતમાં કાયદો-વ્યવસ્થા, યોગ્ય શિક્ષણનું સુધરતું પ્રમાણ અને જુદા-જુદા તાલુકાઓમાં વર્કિંગ વુમન હોસ્ટેલનું નિર્માણ હોય..

રૂપાણી સરકારનાં અનેક પ્રયાસોને કારણે મહિલાઓમાં રોજગારી પ્રાપ્ત કરવાના આત્મવિશ્વાસમાં વધારો થઈ રહ્યો છે. પરિણામ સ્વરૂપે મહિલાઓને આર્થિક રીતે પગભર કરીને સમાજમાં મોભાનું સ્થાન તથા રોજગારી દ્વારા સાંપ્રત સમયમાં પુરુષ સમોવડી બનાવવામાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર બની રહ્યું છે. આ સિવાય આશાવર્કર બહેનો તેમજ આંગણવાડી કાર્યકર બહેનોના માનદ વેતનમાં ૫૦ ટકાનો વધારો રૂપાણી સરકારે કર્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ૫૦ ટકા મહિલા આરક્ષણ અને સરકારી નોકરીઓમાં ૩૩ ટકા મહિલા આરક્ષણ માટે બેઠકો સુનિશ્ચિત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય પણ કરવામાં આવ્યો છે. દીકરીને પહેલા ધોરણમાં પ્રવેશ મળે તે વખતે ૪૦૦૦ અને નવમા ધોરણમાં આવે ત્યારે ૬૦૦૦ જમા કરાવી દીકરી ૧૮ વર્ષની થાય ત્યારે ૧ લાખની સહાય આપવાની નવતર યોજના વહાલી દીકરી અમલમાં મૂકવામાં આવી છે આ માટે ૧૩૩ કરોડની માતબર રકમની રાજ્ય સરકારે જોગવાઈ પણ કરી છે. રાજ્યની ૧૫૧ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં અભ્યાસ કરતી ૧૫ હજાર ક્ધયાઓને વિનામૂલ્યે શિક્ષણ, હોસ્ટેલ અને ભોજનની સુવિધા સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે આપી છે. આમ, નારી સશક્તિકરણની દિશામાં મહત્વપૂર્ણ પગલા લઈને સમગ્ર રાજ્યની મહિલાઓને આર્થિક, સામાજિક, શૈક્ષણિક રીતે ઉચ્ચ સ્થાન આપવાનું ક્રાંતિકારી પગલું રૂપાણી સરકાર ભરી રહી છે.

Loading...