Abtak Media Google News

ઢેબર રોડ પર બસની ઠોકરે પારડીની મહિલા અને આજી ડેમ ચોકડી પાસે ટ્રક હડફેટે કારખાનેદારનું મોત

રાજકોટ શહેરમાં ટ્રાફીક નિયમનના અભાવે જીવલેણ અકસ્માતની ઘટના રોજીંદી બની ગઈ છે. ઢેબર રોડ પર મહિલા અને આજીડેમ ચોકડી પાસે યુવકે માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.

પોલીસ સુત્રોનાં જણાવ્યા પ્રમાણે ઢેબર રોડ પર ભુતખાના ચોક નજીક બપોરનાં સમયે પોરબંદર ભૂજ ‚ટની એસ.ટી.બસ નં. જી.જે.૧૮ ઝેડ ૧૨૫૬ નંબરની બસની ઠોકરે ગોંડલ હાઈવે પર પારડી ગામના રહેવાસી દયાબેન માયાભાઈ દડવા નામની મહિલાનું મૃત્યુ નિપજયું હતુ. મૃતક બે સંતાનોની માતા રાજકોટ કમરના દુખાવાની દવા લેવા માટે રાજકોટ આવ્યા હતા રોડ ક્રોસ કરવા જતા મહિલાને જીવલેણ અકસ્માત નડયો હતો. બસ ચાલક વિ‚ધ્ધ ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા બનાવમાં શહેરના આજીડેમ ચોકડીથી કોઠારીયા રીંગરોડ તરફ જતા રાધામીરા હોટલ પાસે ટ્રકે પુરઝડપે ઘસી આવેલા બાઈક સવાર લોધીકાના વીરવા ગામના વતની નીલેવ મનસુખભાઈ સખીયા નામના યુવકને કચડી નાખતા તેનું ઘટના સ્થળે મૃત્યુ નિપજયું હતુ મૃતક યુવાન સોમનાથ ઈન્ડસ્ટ્રીઝ એરિયામાં કારખાનું ધરાવે છે રાત્રે ઘરે જતી વખતે યુવકને અકસ્માત નડયો હતો. પોલીસે ટ્રક ચાલક વિ‚ધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.