સીટી વુમન્સ કલબના સભ્ય બહેનો માટે ૨૫મીએ ‘વાઈફ જેની સારી લાઈફ તેની સારી’ નાટક

ફુલ કોમેડી નાટકમાં બોમ્બેના કલાકારો ભૂમિકા ભજવશે હોદેદારો બહેનો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

રાજકોટ સીટી વુમન્સ કલબના સભ્ય બહેનો માટે ૨૦૨૦નો બીજો કાર્યક્રમ નાટક આગામી તા.૨૫ના રોજ રજુ થશે. વાઈફ જેની સારી લાઈફ તેની સારી નવું નકોર નાટક તા.૨૫ના રોજ બપોરે ૩:૩૦ કલાકે હેમુગઢવી હોલ ખાતે યોજાશે.

રાજકોટમાં સૌપ્રથમ વાઈફ જેની સારી તેની લાઈફ સારી નાટકમાં આઈસ કોલ્ડ થઈ ગયેલા પતિને ફ્રેશ વેજીટેબલ જેવા બનાવતા ફુલ કોમેડી નાટક જેમ બધા જ બોમ્બેના કલાકારો પોતાની ભૂમિકા રજુ કરશે. હસતી રમતી સૌને ગમતી હાસ્ય લેડી પ્રતિમા, જીતુ કોટક, જય પુરોહિત, કેયુરી શાહ, ચિંતન મહેતા તથા અન્ય કલાકારો વિવિધ પાત્રો ભજવશે. રાજકોટ સીટી વુમન્સ કલબનો એક ધ્યેય કે સભ્ય બહેનોને મનગમતા કાર્યક્રમ આપવામાં આવે. ૨૦૨૦નો ત્રીજો કાર્યક્રમ માર્ચમાં મ્યુઝીકલ નાઈટમાં તમામ સુપર કલાકારો દ્વારા નવા-જુના ગીતો રજુ થશે. તેમજ ૨૦૨૦નો ચોથો કાર્યક્રમ પીકનીક એપ્રિલમાં રાખવામાં આવેલ છે. રાજકોટ વુમન્સ કલબના પ્રમુખ પ્રફુલાબેન મહેતા અને તેમની સુપર કમિટી સાથે મળી આ સંસ્થા કેમ આગળ આવે તેવા હેતુને ધ્યાનમાં રાખી કામ કરી રહી છે.

કાર્યક્રમની વિગત આપવા પ્રમુખ પ્રફુલાબેન મહેતા, ઉપપ્રમુખ મીનાબેન વસા, ચેરમેન દિનાબેન મોદી, વાઈસ ચેરમેન નીતાબેન મહેતા, સેક્રેટરી દર્શનાબેન મહેતા, જોઈન્ટ સેક્રેટરી કલ્પનાબેન પારેખ, ખજાનચી પ્રીતી ગાંધી, મહામંત્રી ઈન્દિરાબેન ઉદાણી, ગ્રુપ લીડર અલ્કાબેન ગોસાઈ, એડવાઈઝર બિન્દુબેન મહેતાએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

Loading...