Abtak Media Google News

વોકહાર્ટ હોસ્પિટલમાં કી-હોલ કાર્ડિયાક સર્જરીનો પ્રારંભ

ડો.જયદિપ રામાણીએ હોસ્પિટલમાં માત્ર એક મહિનામાં ૧૦ સફળ સર્જરી કરી છે: ઓપરેશન બાદ દર્દી દસેક દિવસમાં સરળતાથી કામ-ધંધો કરી શકે છે

એન.એમ.વિરાણી વોકહાર્ટ હોસ્પિટલમાં અત્યાર સુધી હૃદયરોગમાં એન્જીયોગ્રાફી, એન્જીયોપ્લાસ્ટી અને બાયપાસ સર્જરી કરવામાં આવી રહેલ છે તેની સાથે સાથે હવે કાર્ડિયાક સર્જરીનો પ્રારંભ કરવામાં આવેલ છે તે વિષયે આજે યોજાયેલ પત્રકાર પરીષદમાં માહિતી આપવા વોકહાર્ટ હોસ્પિટલ, રાજકોટ કાર્ડિયો થોરાસીક એન્ડ વાસ્કયુલર સર્જન ડો.જયદિપ રામાણી, હોસ્પિટલના સેન્ટર હેડ ડો.જગદિશ ખોયાણી, માર્કેટીંગ મેનેજર કમલેશ કટારીયા, વોકહાર્ટ હોસ્પિટલ, નાગપુરના ડો.સમીત પાઠક તથા વોકહાર્ટ હોસ્પિટલ (નોબો)ના ડો.મનિષ હિન્દુજા વગેરે ઉપસ્થિત રહેલ.

સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌપ્રથમ વખત વોકહાર્ટ હોસ્પિટલ, રાજકોટ ખાતે સર્જરી (મીનીમલ ઈન્વેસીવ કાર્ડિયાક સર્જરી)નો પ્રારંભ કરવામાં આવેલ છે. હોસ્પિટલનાં કાર્ડિયો થોરાસીક એન્ડ વાસ્કયુલર સર્જન ડો.જયદિપ રામાણી કે જે દેશની પ્રખ્યાત હોસ્પિટલ યુ.એન.મહેતા કાર્ડિયોલોજીમાં પૂર્વ પ્રાઘ્યાપક તરીકે ફરજ બજાવતા હતા અને તેમણે ૧૮૦થી વધારે મીનીમલ ઈન્વેસીવ કાર્ડિયાક સર્જરી કરેલ છે. વોકહાર્ટ હોસ્પિટલ ખાતે માત્ર એક મહિનામાં તેમણે ૧૦ થી વધુ મીનીમલ ઈન્વેસીવ કાર્ડિયાક સર્જરી સફળતાપૂર્વક કરેલ છે. જેમાં વાલ્વ રીપેર એન્ડ રિપ્લેસમેન્ટ, હૃદયના પડદાના કાણા બંધ કરવાનું ઓપરેશન તથા હૃદયની નળીઓને બાયપાસ કરવાનું ઓપરેશન સર્જરીથી સફળતાપૂર્વક કરેલ છે. મીનીમલ ઈન્વેસીવ કાર્ડિયાક સર્જરી વિશે માહિતી આપતા ડો.જયદિપ રામાણીએ જણાવેલ હતું કે, હૃદયરોગના ઓપરેશન માટે પહેલા દર્દીને ચેન્નાઈ કે મુંબઈ જવાની જરૂર પડતી પરંતુ હવે એ કરતા પણ સારી સુવિધા આજે ગુજરાતમાં ઉપલબ્ધ છે. નાના ચેકાથી થતા ઓપરેશન ઈન્વેસીવ કાર્ડિયાક સર્જરી) કે જે હવે સૌરાષ્ટ્ર-કચ્છની સુપ્રસિઘ્ધ હોસ્પિટલ એન.એમ.વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌપ્રથમ ઉપલબ્ધ થયેલ છે.

સર્જરીમાં માત્ર ૪ થી ૫ સેન્ટીમીટરના નાના ચેકાથી દર્દીના હૃદયનું ઓપરેશન કરવામાં આવે છે. આ પઘ્ધતિના ઓપરેશનમાં છાતીનું હાડકુ કાપ્યા વગર સર્જરી કરવામાં આવે છે. આ પ્રકારની સર્જરીને ટાંકા વગરની સર્જરી પણ કહેવામાં આવે છે. આ સર્જરીમાં ઓપરેશન દરમ્યાન અને ઓપરેશન પછી રકતસ્ત્રાવ ઓછો થાય છે. નાના ચેકાથી થતા ઓપરેશમાં દર્દીને આઈસીયુમાં માત્ર ૧ દિવસ અને જનરલ વોર્ડમાં ૨-૩ દિવસ રાખવામાં આવે છે. રિકવરી ઝડપથી થવાથી ૭ થી ૧૦ દિવસમાં દર્દી પોતાનો કામ ધંધો કરી શકે છે. આ રીતે થયેલ ઓપરેશનમાં વધારે આરામ કરવો પડતો નથી. ઓપરેશનમાં ૧૦-૧૫ દિવસમાં વજન ઉચકવાનું કામ પણ ખુબ સરળ રીતે થઈ શકે છે. આ ઓપરેશનનો ફાયદો નાની ઉંમરમાં તથા મોટી ઉંમરના બંને દર્દીઓમાં જોવા મળે છે. આ સર્જરી અત્યંત કોસ્મેટીક હોવાથી તેનો ચેકો દેખાતો નથી. જે ખાસ કરીને નાની વયની છોકરીઓ અથવા સ્ત્રીઓમાં સામાજિક રીતે પણ ઉપયોગી થાય છે અને તેઓને પોતાનો ચેકો છુપાવવાની જરૂર રહેતી નથી.  વોકહાર્ટ હોસ્પિટલ ખાતે તાજેતરમાં જ ૧૦ થી વધારે સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવેલ છે. ચાર દિવસ પહેલા જ એક ૨૦ વર્ષની યુવતીનો હૃદયનો વાલ્વ બદલવાની જરૂરીયાત ઉભી થતા સર્જરીથી વાલ્વ રિપેર કરવામાં આવેલ હતો અને આ દર્દીને ચાર જ દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવેલ. પત્રકાર પરીષદના અંતે હોસ્પિટલના માર્કેટીંગ મેનેજર કમલેશ કટારીયાએ આભાર દર્શન કરેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.