Abtak Media Google News

૧૯૫૦ – ૬૦ – ૭૦ માં ત્રણ દાયકામાં તેમના સંગીતના જાદુથી ફિલ્મ જગતને શ્રેષ્ઠ ગીતો મળ્યા, મદન મોહન પોતે સારા ગાયક હતા, ૧૯૫૦ માં પ્રથમ ફિલ્મ ‘આંખે’થી સંગીતયાત્રા શરૂ  કરનાર, છેલ્લે ર૦૦૪ માં ‘વિર ઝારા’માં સંગીત આપ્યું હતું. માત્ર પ૧ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું

મદન મોહન કોહલી જે ફિલ્મ જગતમાં મદન મોહનથી જાણીતા થયા. તેમનો જન્મ ૨૫ જુન ૧૯૨૪ ઇરાકમાં થયો હતો. સંગીત સ્પર્શથી ગીતોમાં જાન આવતી. તેમણે ફિલ્મ જગતની શ્રેષ્ઠ ગઝલો આપી જે આજે પણ લોકો યાદ કરે છે. માત્ર પ૧ વર્ષની વયે ૧૪ જુલાઇ ૧૯૭૫માં લિવરની બિમારીથી મુંબઇમાં અવસાન થયું હતું. તેમની સંગીત યાત્રાના સક્રિય વર્ષો ૧૯૮૫ થી ૧૯૭૫ રહ્યા. જે ગાળામાં શ્રેષ્ઠ ફિલ્મો તેના સંગીત થકી બોકસ ઓફિસ પર હિટ થઇ ગઇ હતી.

મદન મોહને પ્રારંભે ૧૯૪૩માં લશ્કરમાં જોડાયા, બીજા વિશ્ર્વ યુઘ્ધના અંત સુધી દેશ સેવા કરીને નોકરી છોડીને પોતાના મુખ્ય શોખ માટે મુંબઇ આવ્યા. ૧૯૪૬માં ઓલ ઇન્ડિયા રેડિયોમાં જોડાયા, જયાં તેમને બેગમ અખ્તર, તબત મહેમુદ, ઉત્સાદ ફૈયાજ ખાન જેવા કલાકારો મળ્યા, ૧૯૪૭માં તેને ગઝલ સંગ્રહ રેકોર્ડ કર્યો. ૧૯૪૮માં પણ બે ગઝલમાં સ્વર આપ્યો. પરંતુ તેનો જીવ સંગીતમા જ હોવાથી યુગલ પિંજર શહિદ જેવી ફિલ્મો કરી હતી. જો કે તેના ગીતો ફિલ્મોમાં ન લેવાયા, ૧૯૪૯માં સંગીતકાર એસ.ડી. બર્મનના સહાયક બન્યા ફિલ્મ “દો ભાઇમાટે

૧૯૫૦માં ફિલ્મ ‘આંખે’થી તેની સંગીતકાર તરીકેની યાત્રા શરૂ થઇ બાદમાં બીજી જ ફિલ્મ ‘અદા’માં લતાજી પાસે સુંદર ગીતોનો સમન્વય થયો ને મદન મોહનનો સિતારો ચમકી ઉઠયો, બાદમાં શરાબી ફિલ્મમાં દેવાનંદ માટે શ્રેષ્ઠ ગીતો રફી સાહેબે  તેમના સંગીત નિર્દેશનમાં ગાયા પછી તો જર્હા આરા, દુલ્હન એક રાતકી જેવી ફિલ્મોમાં સુંદર સંગીત સાથે શ્રેષ્ઠ ગીતો આપ્યા, મદન મોહને તેમની ફિલ્મોમાં ગીતકાર રાજા મેહંદી અલીખાન, કૈફી આઝમી, રાજેન્દ્ર ક્રિષ્ના, સાહિર લુધિયાનવી અને મજરૂહ સુલ્તાનપુરી જેવાનો સાથ સહયોગ મળ્યો ને અવિસ્મરણીય ગીતો રચાયા જેને આજે પણ જાુના ગીતોના ચાહકો યાદ કરે છે.

૧૯૫૭માં ‘દેખ કબીરા રોયા’ ફિલ્મના બધા જ ગીતો હિટ થયાતેનો જશ સંગીતકાર મદન મોહને ફાળે જાય છે. મન્નાડેના સુંદર ગીત ‘કોના આયા મેરે મન કે દ્રારે’ સુપર ડુપર સાબિત થયું. આજ ફિલ્મના ‘તુ પ્યાર કરે યા ઠુકરાયે’, ‘મેરી વીપા તુમ બીન રોયે’ સાથે તલત મહેમુદનું ગીત ‘હમસે આયા ન ગયા’ ગીતે પણ જમાવટ કરી હતી. તેમની ઘણી ફિલ્મો તેના સુંદર ગીતોને કારણે હિટ થઇ હતી. જેમાં વહ કૌન થી, મેરા સાયા, હકિકત, અદાલત, ર્હસતે જાખ્મ, હિરરાંજા, મૌસમ, અનગઢ જેવી ટોચના સ્થાને રહી હતી.

મદન મોહને ૧૯૫૦ થી ૧૯૬૦  ના દશકામાં શ્રેષ્ઠ ફિલ્મો આપી ‘દિલ કી રાહે’ ફિલ્મમાં લતાજીએ ગાયેલ ગઝલ ‘રસમ એ ઉલ્ફત હો’ ગીત સર્વશ્રેષ્ઠ પૈકીનું એક છે. મદન મોહનના પુત્ર સંજીવ કોહલીએ ૨૦૦૪માં યશ ચોપડાની ફિલ્મ ‘વિરઝારા’ના સાઉન્ડ ટ્રેક માટે પોતાના પિતાની અપ્રસ્તુત રચનાઓમાંથી ૧૧ ફરી બનાવી ને પછી ‘તેરે બગેર’ આલ્બમ બહાર પાડયો જેમાં મદન મોહનનાં કેટલાક ગીતો છે. સતત સંઘર્ષમય જીવનને કારણેને શરાબ પીવાનું શરૂ કરવાથી ૧૪ જુલાઇ ૧૯૭૫ના રોજ લિવરની બિમારીને કારણે ફાની દુનિયા છોડી હતી. તેમની સ્મશાન યાત્રામાં રાજેશ ખન્ના, ધર્મેન્દ્ર, રાજેન્દ્રકુમાર તથા અમિતાભે કાંધ આપી હતી. વિરઝારા, ફિલ્મના શ્રેષ્ઠ સંગીત માટે તેમને એવોર્ડ મળ્યો હતો.તેમના ઉપર એક પુસ્તક અને ટપાલ વિભાગે પોસ્ટ ટીકીટ પણ પ્રસિઘ્ધ કરી હતી. લતાજી તેમને રાખડી બાંધતી હતી. લતાજી તેમને રાખડી બાંંધતી હતી. તેમની શ્રેષ્ઠ ફિલ્મો જોઇ એ તો મસ્તાના, રેલવે પ્લેટ ફોમ, ભાઇ-ભાઇ, છોટેબાબુ, ગેટ વે ઓફ ઇન્ડિયા, અદાલત, બાપબેટી, ચાચા જિન્દાબાદ, સંજોગ, અનપઢ, મનમૌજી, અકેલી મત જઇઓ, આપ કી પરછાઇ, ગઝલ, હકિકત, જર્હાઆરા, પૂજા કે ફૂલ, શરાબી, સુહાગન, વહ કૌનથી, નીલા આકાશ, રિશ્તેનાતે, દુલ્હન એક રાતકી, મેરા સાયા, નિંદ હમારી ખ્વાબ તુમ્હારે, ઘરકા ચિરાગ, જબ યાદ કીસીકી આ તી હૈ, નૌનિહાલ, એક કલી મુશ્કાઇ, ચિરાગ, દસ્તક હિર રાંજા, માઁ કા આંચલ, પરવાના, બાર્વચી, કોશીક, હિન્દુસ્તાનની કસમ, દિલ કી રાહે, મૌસમ, લૈલા મજનુ, ચાલબાજ જેવી હિટ ફિલ્મોના શ્રેષ્ઠ ગીતો મદન મોહનને સદા અમર કરી દીધા, ૧૯૬૨માં ‘અનપઢ’ફિલ્મ માટે શ્રેષ્ઠ સંગીતકારનો એવોર્ડ મળ્યો હતો.

૧૯૫૧ ફિલ્મ ‘અદા’થી શરૂ કરીને લતાજી સાથે તેમણે સૌથી વધુ શ્રેષ્ઠ ગીતો આપ્યા, તેમના ઘરમાં પિતા સિવાય બધાને સંગીતનો શોખ હતો. મદન મોહન મરીશ ડ્રાઇવમાં રહેતા હતા. બાજુમાં અભિનેત્રી નરગીશની માતા જદ્દનબાઇ રહેતા હતા. તેના  સંપર્કમાં આવતા તેમને ઘણુ શીખવા મળ્યું હતું. બાજુમાં સુરૈયા રહેતી હતી તેને કારણે રાજકપૂર સાથે પણ ઓળખાણ થતા તેમની પ્રસિઘ્ધ વધવા લાગી હતી. મદન મોહનને પ્રારંભે હિરો બનવાનો શોખ હતો. નલીની જયવંતે મદદ કરી હતી. પણ મુખ્ય રોલ ન મળી શકયોને સંગીતકાર તરીકે જ આગળ વધીને ફિલ્મ જગતના શ્રેષ્ઠ ગીતોની રચના કરી.

મદન મોહનની માતા એક કવિ અને સંગીત શોખીન હતા. વારસામાં મળેલ સંગીતને કારણે જ તે શ્રેષ્ઠ સંગીતકાર બની શકયા હતા. તેમણે આપેલું સંગીત હિન્દી ફિલ્મનો અમુલ્ય વારસો છે. તેમના પિતા બોમ્બે ટોકીઝ સ્ટુડીયો અને ફિલ્મીસ્તાન સ્ટુડીયોમાં પાર્ટનર હતા. આમ જોઇએ તો મદન મોહન કરતા તેમનાં પિતા ફિલ્મ જગતમાં પહેલા જ જોડાઇ ગયા હતા. મદન મોહન બીજા વિશ્ર્વ યુઘ્ધ ૧૯૪૩ના કટોકટી કાળના યુઘ્ધના સાક્ષી બન્યા હતા. સેનામાં કામ કરવાથી તેમનામાં શિસ્ત, ફિટનેશ, વિનમ્રતા અને સમયપાલન જેવા ગુણો વિકસ્યા હતા.

મદન મોહનનં હિટ ગીતો

  • લગજા ગલે સે ફિર યુ મુલાકાત …. વહ કૌનથી
  • તુ જર્હા… જર્હા ચલેગા… મેરા સાયા સાથ હો…. મેરા સાયા
  • આપ કી નજરોને સમજા પ્યાર કે કાબીલ… અનપઢ
  • તુમ જો મિલ ગયે હો, તો યે લગતા હે…. હસ્તે જખ્મ
  • યે દુનિયા… યે મહફિલ…. હીર-રાંજા
  • અબ તુમ્હારે હવાલે વતન સાથીયો…. હકિકત
  • નૈના બરસે રીમજીમ રીમજીમ….. વહ કૌનથી
  • ઝુમખા ગિરા રે…. મેરા સાયા
  • નૈનો મે બદરા છાયે…. મેરા સાયા
  • રૂકે રૂકે સે કદમ…. મૌસમ
  • વો ભૂલી દાર્સ્તા લો ફિરયાદ આગઇ …. સંજોગ
  • એક ર્હસી શામ કો… દિલ મેરા ખો ગયા…. દુલ્હન એક રાત કી
  • જરા સી આહટ હોતી હે….. હકિકત
  • યુ હસરતો કે દાગ….. અદાલત
  • ફિર વોહી શામ વોહી ગમ… જહૉ આરા
  • તુમ્હારી જુલ્ફ કે સાયે મે શામ કરલુ….. નૌ નિહાલ
  • મે તો તુમ સંગ નૈન મિલા કે…. મનમૌજી
  • રંગ ઔર નુર કી બારાત કીસે પેશ કરૂ….. ગઝલ
  • મેરી વીપા તુમ બીન રોયે…. દેખ કબીરા રોયા
  • બસ્તી બસ્તી પર્બત પર્બત ગાતા જાયે….. રેલ્વે પ્લેટ ફોમ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.