Abtak Media Google News

પાણીના પુર્નવપરાશ અંગે રાજયસરકાર દ્વારા ટૂક સમયમાં જ નવી નીતિ ઘડવામાં આવી રહી હોવાનો મુખ્યમંત્રીએ આપેલો અણસાર

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની દેવભૂમિ દ્વારકા જિેલ્લાના બરડીયા ગામ ખાતે ઉપસ્થિતિ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી નવનિર્મિત દેવભૂમિ દ્વારકા જિલ્લાના બરડીયા ગામ ખાતે ઉપસ્થિત રહયા હતા અને શ્રમદાન કર્યુ હતુ. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સુજલામ્ સુફલામ્ જળ અભિયાન-૨૦૧૮ને દેશનું સૌથી મોટું જળ અભિયાન ગણાવ્યું હતું અને આ અભિયાનનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરતાં ઉમેર્યું હતું કે, તરસી ધરતીને તૃપ્ત કરવા માટે આરંભાયેલું આ અભિયાન તેના અંતિમ તબક્કામાં છે. તળાવની પવિત્ર માટીથી રાજયભરનાં લીલાછમ્મ બનશે, એવો આશાવાદ વ્યક્ત કરતાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ અભિયાનમાં લોકોએ આપેલા શ્રમદાન અને સમયદાનના ભરપેટ વખાણ કર્યા હતા.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સુજલામ્ સુફલામ્ જળ અભિયાન-૨૦૧૮ ને દેશનું સૌથી મોટું જળ અભિયાન ગણાવતાં કહયું હતું કે, પક્ષાપક્ષીથી પર રહીને રાજયની સીત્તેર ટકા જનતાના કલ્યાણ માટે ઉપાડેલા આ અભિયાન થકી આવનારી પેઢી લાભાન્વિત થશે, જે આ યોજનાની સૌથી મોટી સફળતા સાબિત થશે.

રાજયના નાગરિકોને વગર રોયલ્ટીએ માટી આપવાની  આ યોજનાને લોકોમાં સાંપડી રહેલા પ્રતિસાદ બદલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નાગરિકોનો ખરા દિલથી આભાર પ્રગટ કર્યો હતો. અને આ અભિયાનથી થનારા ભવિષ્યના લાભો વર્ણવ્યા હતા.

રાજયના અન્ય જળાશયોમાં ચાલી રહેલા જળસંચય અભિયાનની વિગતો મુખ્યમંત્રીએ વકતવ્યમાં વણી લીધી હતી. રૂપાણીએ જણાવ્યું હતું કે આ અભિયાનના પ્રારંભે થયેલી   કાર્યવાહીની સાપેક્ષે અત્યારે આ અભિયાન ખૂબ ઝડપથી આગળ વધી રહયું છે, ત્યારે પાણીના પુર્નવપરાશ અંગે રાજયસરકાર ટૂક સમયમાં જ નવી નીતિ ઘડવામાં આવશે,એવો અણસાર પણ મુખ્યમંત્રીએ આપ્યો હતો.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા અન્ય આમંત્રિતોના હસ્તે દિપપ્રાગટયથી કાર્યક્રમનો શુભારંભ થયા બાદ કલેકટર જે.આર.ડોડિયાએ સ્વાગત પ્રવચનમાં સુજલામ્  સુફલામ્ જળ અભિયાન-૨૦૧૮ યોજનાની ટૂંકી વિગતો રજૂ કરી હતી. કાર્યક્રમના પ્રારંભે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું ગ્રામજનો તથા પુષ્પગુચ્છ, પાઘડી, ભરત ભરેલી કોટી, તલવાર વગેરેથી પરંપરાગત રીતે સ્વાગત કર્યું હતું.

જિલ્લાના પ્રભારી મંત્રી વાસણભાઇ આહિરે સુજલામ્ સુફલામ્ જળ અભિયાન-૨૦૧૮ માં જોડાયેલા ખેડૂતો તથા સેવાભાવી સંથાઓએ નાગરિકો પ્રત્યે ધન્યતાની લાગણી રજૂ કરી હતી.  મુખ્યમંત્રી રૂપાણી સહિત આ પ્રસંગે ઉપસ્થિત સૌ કોઇએ જળસંચય અંગેના શપથ ગ્રહણ કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર દ્વારકા જિલ્લામાં મે માસ દરમ્યાન સુજલામ્ સુફલામ્ જળ અભિયાન-૨૦૧૮ અન્વયે થયેલ છે, અને ૪૩પ કામો પ્રગતિમાં છે. ૧૧ નહેરોની સફાઇ કરવામાં આવી છે. ૮૭૨ એર વાલ્વ નિરીક્ષણ અને ૮૭૨ સ્ટ્રકચર સફાઇના કામો કરવામાં આવી રહયા છે.

આ પ્રસંગે ધારાસભ્ય પબુભા માણેક, સંસદસભ્ય પૂનમબેન માડમ, સરપંચ લાભુબેન, જિલ્લા વિકાસ અધિકારી આર.આર.રાવલ, જિલ્લા પોલિસ અધિક્ષક રોહન આનંદ, પૂર્વ ધારાસભ્ય મુળુભાઇ બેરા અને મેઘજીભાઇ કણઝારિયા, અગ્રણી કાળુભાઇ ચાવડા તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા. આભારદર્શન ક્ષાર અંકુશ વિભાગના કાર્યપાલક ઇજનેર ઘેટિયાએ કર્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.