Abtak Media Google News

ગ્રુપના સભ્યો માટે યોજાયેલી અલગ અલગ વિષયની ૨૧ પ્રવૃતિનું વિજેતા થયેલા ૨૧ સ્પર્ધકોને ગ્રુપ દ્વારા પારિતોષીક વિતરીત કરાશે

વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાઈરસને ભારતમાં ફેલાતો અટકાવવા વડાપ્રધાન નરેન્દ્રભા, મોદી દ્વારા ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ લોકડાઉન દરમ્યાન ઘરમાં પૂરાઈ રહેલા પરિવારના તમામ લોકો સતત નવરાશનાં કારણે હવે કંટાળો અનુભવવા લાગ્યા છે. ત્યારે સામાજીક અને સેવાકીય પ્રવૃત્તિઓ કરતી અનેક સંસ્થાઓ હવે ઘર બેઠા થઈ શકે તેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવા લાગી છે. જેનાથી લોકોનો કંટાળો દૂર થાય અને રચનાત્મક પ્રવૃત્તિઓ પણ થતી રહે. રાજકોટમાં મહિલાઓ અને બાળકોનાં સર્વાંગી વિકાસ માટે કાર્યરત ગ્રુપ મી એન્ડ મોમ વર્લ્ડ દ્વારા આ નવરાશની પળોમાં યોગ્ય ઉપયોગ કરવા એક અનોખી શ્ર્વેતા મશરૂ, પૂનમ કાચા, માધવી જોગીયા દ્વારા ૨૧ દિવસ કોરોનાના નામ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૨૧ દિવસ દરમ્યાન વોટ્સએપ ગ્રુપ દ્વારા વિવિધ પ્રકારની ૨૧ એકવીટીનું આયોજન કરવામાં આવનારૂ છે. આ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ૨૧ વિજેતાઓની ૨૧ જજો દ્વારા પસંદગી કરવામાં આવશે. આ વિજેતાઓને બાદમાં પારિતોષીક વિતરીત કરવામાં આવનારૂ છે.

મી એન્ડ મોમ વર્લ્ડ ગ્રુપના સંચાલિકા શ્ર્વેતા મશરૂએ અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યું હતુકે, લોક ડાઉનના સમયમાં ઘરમાં લોકો વધારે સમય વિતાવી શકતા નથી જયારે આ કંટાળાજનક સમયમાં લોકો સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં સમય ફાળવી શકે તે માટે આ એકવીટીનો પ્રારંભ કર્યો છે. જેમાં આ ૨૧ દિવસ લોકડાઉનમાં આનંદ અને મનોરંજન મળી રહે તેવા હેતુથી ૨૧ દિવસ કોરોના કે નામ એ થીમ પર ગ્રુપના લોકોને વોટ્સએપ ગ્રુપ ના માધ્યમથી દરરોજ તે એક દિવસની એ નવી એકવીટી કરાવી છીએ જેમાં દરેક દિવસના અલગ જજ તેમજ રોજ ગિફટ અને રોજ વિજેતાનું નામ જાહેર કરીએ છીએ એક એકવીટી એવી છે કે જેમાં એક સેનટેન્સ ગ્રુપમાં કહેવામાં આવશે જે ગ્રુપના સ્પર્ધકો એ પોતાના મોબાઈલમાં ઓડીયો રેકોડ કરીને આ વાક્ય ને વ્યવસ્થિત બનાવીને ફરીથી ગ્રુપમાં સેન્ડ કરવાનું રહેશે. બાળકો માટે ક્રિડસ એકટીવીટી કરાવામાં રોજ એક ચિત્ર દોરાવીને તેમના ફોટા સાથે મૂકવાનું રહેશે.

તેમજ ક થી જ્ઞ સુધીમાં સાચી કહેવતો પણ વોટસએપ દ્વારા મોકલવાની સ્પર્ધા યોજવામાં આવે છે. આ સ્પર્ધામાં ભાગ લેનારાઓમાંથી વિજેતા બનાવામાં આવશે. આ ગ્રુપ દ્વારા મહિલાઓમાં ઉત્સાહ વધશે અને તેઓમાં રહેલી પ્રતીભા બહાર આવશે. ખૂબ મહત્વ બાબતની છે. આ વિચારથી ઘણા લોકો પ્રભાવીને થયા છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે મહિલાઓએ ખૂબજ ઉત્સાહ બતાવ્યો છે.

મી એન્ડ મોમ વર્લ્ડ ગ્રૂપના સભ્ય મધુબેન મશરૂએ અબતકને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતુ કે આ ગ્રુપની પ્રવૃત્તિ ખરેખર પ્રસંશનીય છે તેનાથી મહિલાઓને અનેક લાભ થાય છે. કોરોના વાઈરસના કારણે લોકડાઉનની સ્થિતિના પગલે મહિલાઓ ઘરે બેઠા કંટાળી જાય છે. ત્યારે આ ગ્રુપ દ્વારા ૨૧ દિવસ સુધી વોટ્સએપ પર અલગ અલગ એકવીટી કરાવવામાં આવી રહી છે. તે ખરેખરા સમયને પસાર કરાવવા ઉપરાજ મગજની સર્જનાત્મક શકિત બહારલાવનારી છે. આ એકવીટી મોબાઈલ પર ઓનલાઈન કરાવવામાં આવી હોય કોરોના વાઈરસ ફેલાવવાનો ભય રહેતો નથી. આ એકવીટી કોરોના વાઈરસની બીજ લોકોમાં ફેલાઈ ગયો છે. તેમાંથી બહાર લાવવામાં ખરેખર મદદરૂપ થઈ રહ્યું છે. પ્રથમ દિવસે પ્રાર્થના સાથે આ એકવીટીનો પ્રારંભ થયો છે. તે પણ મનની શકિતા વધારનારી છે. આ એકવીટી દૂર દૂર બેસીને કરવા છતાં સાથે બેસીને કરતા હોય તેવો આનંદ આવે છે. આવી પ્રવૃત્તિઓ મારા જેવા નિવૃત મહિલાઓ માટે ખરેખર ઉપયોગી છે. કારણ કે અમારે હવે ઘરકામની વધારે જવાબદારી નથી હોતી દેવદર્શન માટે મંદિર જવાનું બંધ છે. જેથી ઘરે બેસીને સતત ટીવી જોવા કરતા આ ગ્રુપની પ્રવૃત્તિ માનસીક દબાણને દૂર કરી શકે તેવી હળવી ફૂલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.