Abtak Media Google News

લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી પોલીસી ઘડવી કેન્દ્ર સરકારની નિયતમાં નથી, અમે ૨૦૨૨ સુધીનું લોક કલ્યાણનું લક્ષ્ય ધ્યાને રાખ્યું છે: મોદી

મહાગઠબંધન પાસે મોદી હટાવવા સિવાય કોઈ પણ જાતની આઈડિઓલોજી નથી: વડાપ્રધાન

૨૦૧૪ની લોકસભા ચૂંટણી જીતી સત્તા પર આવ્યા બાદ વડાપ્રધાન મોદીએ લીધેલા નિર્ણયો ૨૦૧૯ની લોકસભા માટેના નહીં પરંતુ ૨૦૨૨ સુધીમાં દેશના વિકાસના વિઝન પર આધારીત છે. આ વિઝન આગામી લોકસભા ચૂંટણી જીતાડશે તેવો ‘વિજય વિશ્વાસ’ વડાપ્રધાન મોદીને છે.

તાજેતરમાં વડાપ્રધાન મોદીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, દેશમાં ઈઝી ડુઈંગ બિઝનેશના માધ્યમથી સરકાર પ્રતિબધ્ધ છે. જેના કારણે ઈન્કમટેકસના નિયમોથી લઈ જીએસટી સુધીના ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફેરફારોથી ભારત ઈઝી ડુઈંગ બિઝનેશમાં ૧૪૨માંથી સ્થાનનો સુધારો કરી ૧૦૦ ક્રમે પહોંચ્યો છે. ઉપરાંત સરકારે કાળા નાણા અને ભ્રષ્ટાચાર સામે પણ જંગ છેડયો છે. જેના ભાગરૂપે ૨.૬ લાખ બોગસ કંપનીઓ સામે પગલા લેવાશે. આ ઉપરાંત આગામી મહિને વધુ પાંચ હજાર કંપનીઓને પણ સકંજામાં લેવાશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર દ્વારા સંચાલીત સસ્થાઓને મુળભૂત રીતે પરિવર્તીત કરવામાં સરકારે કોઈ કસર છોડી નથી. આ વાતથી મોઢુ ફેરવી શકાય નહીં. આઈપીઓના માધ્યમથી સરકારે કેન્દ્રીય કંપનીઓનો વિકાસ કરવાનો નિર્ધાર કર્યો છે. સરકારે મજૂર કાયદામાં પણ ધરખમ સુધારા કર્યા છે. અગાઉ મજૂર કાયદા હેઠળ ભિન્ન-ભિન્ન ૫૬ રજિસ્ટર-ફોર્મ ભરવાના રહેતા હતા. જેની સામે હવેની કેન્દ્ર સરકારે માત્ર પાંચ રજિસ્ટર જ અમલમાં મુકયા છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસન, હરીયાણા, મધ્યપ્રદેશ સહિતના રાજયોએ મજૂર કાયદામાં સુધારા કર્યા છે.

બેરોજગારી અંગે વિપક્ષોના આક્ષેપોનો જવાબ આપતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, વિપક્ષોનો આરોપ પાયા વિહોણા છે. શું ભાજપનું શાસન ન હોય તેવા રાજયોએ રોજગારીના પ્રમાણમાં કરેલો વધારો કેન્દ્ર સરકારને આભારી નથી ? કેન્દ્ર સરકાર વગર શું નોકરીઓમાં વધારો થઈ શકે ? તો વિપક્ષો મોદી સરકારે રોજગારીનું નિર્માણ કર્યું નથી તેવો આક્ષેપ કઈ રીતે કરી શકે.

તેમણે રોજગારીના આંકડાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૭ (સપ્ટેમ્બર)થી લઈ ૨૦૧૮ (એપ્રિલ) સુધીમાં ૪૫ લાખ ફોર્મલ જોબનું સર્જન થયું હતું. આ આંકડા ઈપીએફઓના ડેટા આધારીત છે. તેમણે ગ્રામ્ય વિસ્તારોમાં થયેલી રોજગારી સર્જનનો દાખલો આપતા કહ્યું હતું કે, ગામડાઓમાં ૩ લાખ સ્વરોજગારીના કામ કરાયા છે. ૧૫ હજારથી વધુ સ્ટાર્ટઅપ સરકારની મદદી શરૂ થયા છે.

તેમણે ડિજીટલ માધ્યમોમાં ફેલાયેલા ફેક ન્યૂઝના કારણે લોકોના મૃત્યુના બનાવ અંગે કહ્યું હતું કે, ડિજીટલ મીડિયા પ્લોટફોર્મ સાથે મળી કેન્દ્ર સરકાર ફેક ન્યૂઝ-અફવાઓનું પ્રમાણ અટકાવવા પ્રયત્નશીલ છે. જો કે, માણસની પોતાની જાગૃતિ આવા દૂષણો અટકાવવા સૌથી વધુ ઈફેકટીવ છે. તમામ લોકોએ સોશ્યલ મીડિયામાં શું મુકવું અને શું ન મુકવુ તે જાણવું જરૂરી છે. ડિજીટલ મીડિયા આઝાદીનું પ્રતિક છે. લોકોએ સમજવું જોઈએ કે, સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઉપર એક પોસ્ટનું શું પરિણામ આવી શકે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હું સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઉપર એક દશકાથી વધુ સમયી એકટીવ રહ્યો છું, મારે ઘણા સારા મિત્રો છે, મોટાભાગે યુવાનો આ પ્લેટફોર્મ સાથે જોડાયેલા છે. જો તમે ૨૦૨૨ સુધીના યંગ ઈન્ડિયાની વાત કરો તો દેશને ઉચ્ચ અભ્યાસુ અને શું સંસ્કૃત સમાજની જરૂર છે.

તેમણે વિરોધ પક્ષો ઉપર તડાફડી બોલાવતા કહ્યું હતું કે, મહાગઠબંધન પાસે લોક કલ્યાણના કોઈ વિચાર નથી. તેઓ માત્ર મોદીને હટાવા જ ચૂંટણીમાં એકઠા થશે. ચૂંટણીઓ લોકોના કલ્યાણ માટે લડવામાં આવે છે. લોકો બધી વસ્તુ જાણે છે માટે તેમને વોટ આપશે નહીં. તેમણે વિરોધપક્ષો ઉપર સખત શાબ્દીક પ્રહારો કર્યા હતા. વિપક્ષ પાસે મોદી હટાવવા સીવાય કોઈ કારણ ચૂંટણી લડવા માટે એકઠા વાનું ન હોવાનું પણ તેમની વાતી ફલીફૂત થયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.