Abtak Media Google News

મેડિકલ કોલેજોના વિર્દ્યાથીઓ માટે કેન્દ્ર સરકાર પાસે કરવામાં આવેલી સીટ વધારાની અરજીમાં ૩૬૦ સીટોના વધારા સાથે ૭૦૦ સીટો મંજૂર કરતી કેન્દ્ર સરકાર

રાજ્ય સરકારની મેડિકલ સીટોની વધારાની માંગને લીલી ઝંડી આપવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા મેડિકલ કાલેજોમાં હાલ ભરતી પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ કરવામાં આવ્યો પરંતુ સરકાર દ્વારા ૧૦ ટકા આર્થિક અનામતને ધ્યાને લઈ મેડિકલ કાઉન્સીલ ઓફ ઈન્ડિયા દ્વારા આર્થિક પછાત અનામત ધરાવતા વિર્દ્યાથીઓની સીટોમાં વધારો કરવાનો નિર્ણય ગ્રાહ્ય રાખ્યો છે.

મેડિકલ કોલેજોમાં ભરતી પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ બહાર પડી ગયો છે ત્યારે રાજ્યની ૧૨ મેડિકલ કોલેજમાં દરેક કોલેજોમાં ૩૦ સીટનો વધારો આવ્યો છે. બીજા રાઉન્ડમાં વિર્દ્યાથીઓને ફાયદાકારક સાબીત થશે. ‘ધ એડમિશન કમીટી ફોર પ્રોફેશનલ અન્ડર ગ્રેજ્યુએટ મેડિકલ એન્ડ પ્રોફેશનલ કોર્સીસ’ દ્વારા કેન્દ્ર સરકારને આ વિષય પર રિપોર્ટ આપવામાં આવ્યો હતો અને વધુ સીટની માંગ કરવામાં આવી હતી.

જ્યારે એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, આર્થિક પછાત વિર્દ્યાથીઓની સીટો વધારવાની આવશ્યકતા હોય. આ વિષય પર તાત્કાલીક નિર્ણય લેવા પણ જણાવવામાં આવ્યું હતું. જેને ધ્યાને રાખી આ માંગને સ્વીકારવામાં આવી હતી.

ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે મેડિકલ એન્જીનીયરીંગ અને બીજા પ્રોફેશનલ કોર્સની ૨૫ ટકા સીટો વધારી છે. આ નિર્ણય સરકાર દ્વારા ૧૦ ટકા અનામતના વધારાને ધ્યાનમાં લઈ કરવામાં આવ્યો છે. એસસી/એસટી અને ઓબીસી કવોટામાં વધારો જરૂરી હતો જે તાત્કાલીક અસરો ધ્યાન પર લઈ વધારાનો અમલ વિર્દ્યાથીઓને ટૂંક સમયમાં થાય તેવા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવ્યા.

મેડિકલ કોર્સના પહેલા રાઉન્ડમાં ૪૦૪ સીટ ભરાઈ હતી જેમાં ૧૯૬ મેનેજમેન્ટ કવોટા અને ૧૫ એનઆરઆઈ કવોટાની સીટોની સમાવેશ થાય છે. આમ કુલ મળી ૨૫૦૮ સીટ અન્ડર ગ્રેજ્યુએટ કોર્સ માટે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથીના ભણતર માટે રખાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.