Abtak Media Google News

જીવલેણ પુરવાર થયેલા અને વકરી રહેલા સ્વાઈન ફ્લુના વાયરસ સામે પાલીતાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર ની પ્રજાના સુખાકારી માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વ્રારા સામાજિક સંસ્થાના સહયોગથી આર્યુંવૈદઉકાળો કેન્દ્ર માનગઢ માં શરુ કરવામાં આવેલ છે આર્યુવૈદ ઉકાળો પીવડાવી સામાન્ય પ્રજાની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવાનો આશય છે તેના કારણે સ્વાઈન ફ્લુના રોગશાળાને ફેલાતો અટકાવી શકાય છે ગતવર્ષે સ્વાઈન ફ્લુના કહેરના કારણે તાલુકામાં ઉકાળો વિતરણ શરુ કરેલ હતું.

 ભાવનગર જીલ્લામાં છેલ્લા ૨૦ દિવસથી  સ્વાઈન ફ્લુના રોગશાળા એ પગ પેસારો કર્યો છે થોડા દિવસોમાં જીલ્લામાં પોજીટીવ રીપોર્ટ આવતા તંત્ર હરકત માં આવી ગયું છે ઉકાળામાં સમાવિષ્ટ આર્યુંવૈદિક સામગ્રી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે બનાવવામાં આવતી ઉકાળામાં ગળો,ત્રિફળા,હરડે અને બહોડાના મીર્શ્રણ કરેલો ગુરુરયાદી ક્વાથમાં ભારંગી તેમજ સુંઠ નાખવામાં આવે છે આ બધી વસ્તુઓ સરખાભાગે લઇ રાત્રે પાણીમાં પલાડી સવારે પાણીમાં ઉકાળવામાં આવે છે ૫૦% પાણી બળી ગયા બાદ તેમાં તુલસીના પાન અને આદુ નાખવામાં આવે છે આ ઉપરાંત હાલમાં મેલેરિયા અને ડેન્ગ્યું નો વાવર હોવાથી તેને અટકાવવા માટે આ ઉકાળામાં મહા સુદર્શન ચૂર્ણ ને ઉમેરવામાં આવે છે.

 જો ભાવનગર જીલ્લામાં આર્યુંવૈદીક શાળા દ્વારા તમામ તાલુકા,ગામડામાં ઉકાળા સેન્ટર શરુ કરે તો પ્રજા માટે આશિર્વાદરૂપ સાબિત થાય તેમ છે.

 હાલ પાલીતાણા તાલુકામાં હેલ્થ વિભાગ જોઈએ તે રીતે ગામડામાં સર્વે કરી તાત્કાલિક પગલા ભરવામાં ઉણી ઉતરી હોવાનું પ્રજામાં ચર્ચાઈ  રહ્યું છે.

 અંતે વિલાયતી દવાઓ અને સારવાર સામે દર્દીઓ ધીમે ધીમે આર્યુંવૈદીક ઉપચાર પદ્ધતિ અપનાવી રહ્યા નું જોવા મળી રહ્યું છે અને અસરકારક સાબિત થઇ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.