મુખ્યમંત્રીના વરદ હસ્તે લોકડાઉનમાં NSS સૌ.યુનિ. દ્વારા થયેલા સેવા કાર્યનાં પુસ્તકનું વિમોચન

રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા થયેલા સેવાકાર્યને પણ બિરદાવાયા

રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા કોરોના મહામારી સમયે સમગ્ર દેશના એનએસએસ વોલંટીયર્સ અને પ્રોગ્રામ ઓફીસરોએ લોકડાઉન દરમ્યાન પોતાના રાજય કે વિસ્તારમાં જાનના જોખમે સતત ઘરની બહાર રહી સેવાકાર્ય દ્વારા સમાજ અને રાષ્ટ્રને ઉપયોગી બન્યા હતા. તેમની તમામ સેવાકીય પ્રવૃત્તિઓનાં ફોટા અનેરીપોર્ટ સાથેનાં પુસ્તકનું ઈ. વિમોચન તા.૧૨ જાન્યુ. રાષ્ટ્રીય યુવા દિન પ્રસંગે સૌ.યુનિ. કેમ્પસ ખાતે કરવામાં આવેલ. સૌ.યુનિ.નાવિવિધ પ્રકલ્પોનાં ઈ. ઉદઘાટન બાદ પુસ્તકના વિમોચન સમયે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એનએસએસની પ્રવૃત્તિઓથી વાકેફ હોવાનું જણાવતાં લોકડાઉન સમયે એનએસએસના વિદ્યાર્થીઓએ કોરોના વોરીયર્સ બનવા બદલ અભિનંદન આપેલ સાથે સાથે એનએસએસ દ્વારા દર વર્ષે ગ્રામ્ય વિસ્તારમાં થતા સ્પે. કેમ્પનો ઉલ્લેખ કરી એનએસએસ ગ્રામના લોકોની વચ્ચે સતત ૭ દિવસ રહી ગામડામાં એનએસએસ દ્વારા થતી પ્રવૃત્તિઓને બીરદાવી હતી. મુખ્યમંત્રીએ ત્યારબાદ સૌ.યુનિ.ના ૩૨ હજારથી વધુ વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય યુવાદિન નિમિતે યુવાનોની રાષ્ટ્રીય પ્રતિબધ્ધતા એ વિષય પ્રવચન આપેલ. સૌ.યુનિ. દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં યુનિ.ના કુલપતિ ડો.નીતિન પેથાણી, ઉપ કુલપતિ ડો. વિજય દેસાણી ઉપરાંત પરીક્ષાનિયામક રજીસ્ટાર, સિન્ડીકેટ મેમ્બર્સ, વિવિધ ભવનના વડા ઉપરાંત એનએસએસ કો.ઓર્ડીનેટર ડો.એન.કે.ડોબરીયા અને એનએસએસ પ્રોગ્રામ ઓફીસર ડો. યશવંત ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા. સૌ.યુનિ. દ્વારા પ્રકાશિત એન.એસ.એસ. કોરોના વોરીયર્સ સેવા પુસ્તકનું સંપાદન પ્રિ. ડો. આર.આર.કાલરીયા અને ડો. યશવંત ગોસ્વામી ડો. એન.કે.ડોબરીયા તથા સમિતિ દ્વારા કરવામાં આવેલ.

Loading...