Abtak Media Google News

અતિશય ખર્ચાળ બનેલી લોકસભાની ચૂંટણીને એળે નહિ જવા દેવાનો ધર્મ બજાવીએેે!

લોકસભાની અતિશય ખર્ચાળ બનેલી ચૂંટણી સંપન્ન થઇ છે. એ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રહી શકી નહીં અને રાજકીય ક્ષેત્રને સુલેહશાંતિનો માહોલ પૂરો પાડી શકી નહિ એટલો કચવાટ બેશક અનુભવાય છે. એને લગતા ઉપચાર કરવાં જ પડશે અને એને સાંકળતા વેરઝેર તેમજ માનસીક શત્રુતાને દૂર કરવાની તમામ કોશીશો કરવી જ પડશે… એનાં વિના રાજકીય સમરસત્તા નહિ સર્જાય અને સર્જનાત્મકતા રૂધાશે!

છેલ્લા કેટલાક વખતથી ચૂંટણીનો ધમધમાટ અને એને લગતા હાલકા પડકારા, રાજકીય અથડામણો, જખમોની પીડા, પ્રચારની દોડધામ, ઉત્તેજના ચાલુ રહ્યા હતા.જો કે ભારત માટે ચુંટણી નવી નથી.ભારતનાં પ્રાચીન ગણતંત્ર રાજયોમાં તથા પંચાયત પ્રથામાં ચૂઁટણી થતી હતી.ભારતની ચૂંટણી દુનિયાની સૌથી મોટી લોકશાહી ચૂંટણી છે, જેમાં ર૧ વર્ષથી વધુ વયના તમામ મતાધિકાર છે.

૧૯૬૭ની નોંધપાત્ર ગણાયેલી ચુંટણીમાં અવિભકત કોંગ્રેસને ૪૦.૭૩ ટકા મત મળ્યા હતા. તે વખતના જનસંઘને ૯.૪૧ ટકા, સ્વતંત્ર પક્ષને ૮.૬૮ ટકા, જમણેરી સામ્યવાદીઓને ૬.૧૯ ટકા, ડાબેરી સામ્તયાદી (માર્કસવાદી)ને ૪.૨૧ ટકા અને પ્રજા સમાજવાદી પક્ષને ૩.૦૬ ટકામત મળ્યા એ ચૂંટણીમાં ૧૪ સ્વીકૃત પક્ષો ચૂંટણી લડયા હતા બાકીના અન્ય મત અન્ય ‘નાના પક્ષો અને અપક્ષોમાં વહેંચાઇ ગયા હતા.’ તે જમાનામાં વૈશ્ર્વિક સ્તરે પ્રાચીન રોમમાં તથા પ્રાચીન ગ્રીસમાં પણ ચૂંટણીઓ થતી હતી. જો કે તેમની ચૂંટણીઓ ચુઁટણી કરતૌ પસંદગીની રીતે થતી હતી.

બ્રિટનમાં ૧૩મી સદીથી ચૂૂટણી પ્રથા દાખલ થઇ, જો કે બેલેટ પઘ્ધતિ અર્થાત ગુપ્ત મતદાન કરવાની પ્રથા તો છેક ૧૮૭૨માં શ‚ થઇ. અમેરિકામાં સ્ત્રીઓને મતાધિકાર છેક ૧૯૨૦માં મળ્યો અને સ્વિટઝલેન્ડમાં તો ૧૯૭૨માં ય સ્ત્રીઓને મતાધિકાર મળ્યો ન હોતો.સૌથી વધુ મત મેળવ્યાનો દાવો (૯૯.૯ ટકા) હિટલરના નાત્સી પક્ષનો  હતો.ભારતની ૧૯૬૭ની ચુંટણીમાં ૬૧.૩૩ ટકા મતદાન થયું હતું. જયારે સ્વતંત્ર પક્ષના શ્રી મીનુ મસાની છેક મુંબઇથી રાજકોટ ચૂંટણી લડવા આવ્યા હતા અને જીત્યા હતા.

આલ્બેનિયામા: ૧૯૬૨ના જૂનમાં થયેલી ચૂૂંટણીમાં ચીન તરફી સામ્યવાદી સરકારે એવો દાવો કર્યો હતો. કે ૮,૮૯,૮૭૫ મતદારોમાંથી માત્ર સાત મતદારોએ મતદાન નહોતું કર્યુ અને અમને ૯૯.૯૯૫૫ ટકા મત મળ્યા હતા. આ વિક્રમને ઉત્તર કોરિયા વટાવી ગયું. ૧૯૬૨ના ઓકટોબરમાં તેની સરકારે દાવો કર્યો કે સોએ સો ટકા મતદારોએ મતદાન કર્યુ હતું અને તે સૌએ સૌ ટકા મત અમને મળ્યા હતા.

આપણી ચુઁટણી મુકત ચુંટણી હોય છે અને તેમાં પણ નવા વિક્રમો સર્જાય છે. અલબત્ત, જુદા પ્રકારના દા.ત. ૧૯૬૨ની સામાન્ય ચૂંટણીમાં જયપુરમાં જયપુરમાં મહારાણી ગાયત્રીદેવીએ પોતાના દસ વિરોધીઓને હરાવ્યા હતા. અને એ દસેએ પોતાની અનામતો ગુમાવી હતી.

સિંગાપોર: રાષ્ટ્રસમુહના વડાપ્રધાનોની પરિષદ પહેલી જ વાર બ્રિટનની બહાર મળી, એ માન સિંગાપોરને મળ્યું. મલયમદ્રીપકલ્પને દક્ષિણ છેડે પોણો માઇલ પહોળી ખાડી વડે જુદા પડતા ૫૮૧ ચોરસકિલોમીટર વિસ્તારના ટાપુ પર ઇ.સ. ૧૮૧૯માં સર સ્ટેઝર્ડ રેફલ્સે આ બ્રિટીશ મથક સ્થાપ્યું. તે પહેલા સિંહપુરે (અથવા સિંઘપુર) તમિળનાડુથી હિદીચીન સુધી પથરાયેલા હિંદુ સામ્રાજયો જોયા હતા. સિગાપુરમાં હિંદુ, મુસ્લિમ, બોઘ્ધ અને ખ્રિસ્તી પ્રજા પણ છે, પરંતુ મોટા ભાગની વસ્તી ચીનાઓની છે અને વડાપ્રધાન લી કવાન યુ પોતે ચીના છે.

સિંગાપુર બીજા વિશ્ર્વવિગ્રહમાં બ્રિટનના નાક જેવું હતું ત. અજેય યુઘ્ધ-મથક ગણાતું હતું. પરંતુ જાપાનીઓએ તે એક ઝપાટામાં જીતી લીધું હતું. મલાયાના રબ્બર અને કલાઇના નિકાસ મથક તરીકે વિકસેલા આ બંદરના વિકાસમાં હિંદી, ચીના તથા યુરોપી વેપારીઓનો મુખ્ય ફાળો હતો. પરંતુ જયારે મલયેશિયાનું સમવાયતંત્ર રચાર્યુ ત્યારે ટુંકુ અબ્દુલ રહમાને મલાયાથી સિંગાપુરને બહાર રાખવાનું અને સિંગાપુરે બહાર નીકળી જવાનું પસંદ કર્યુ. કારણ કે જો સિંગાપુર મલયેશિયામાં ચીનાઓની વસ્તી વધી જાય આથી ૧૯૬૨ થી ૭૦ ટકા સિંગાપુરીઓએ સમવાયવંત્રમાં સામેલ થવા મતદાન આપ્યું હોવા છતાં ૧૯૬૫માં ટુકું અબ્દુલ રમમાને અને લી કવાન યુએ છુટાછેડા લેવાનું પસંદ કર્યુ. વિષુવવૃત્તની એક જ અંશ ઉતરે આવેલા સિંગાપુરમાં સદૈવ ઉનાળો રહે છે અને ચોમાસું તો ખરું જ

ચુંટણી પ્રતિકો ચૂંટણી પ્રતિકો રાખવા કંઇ અનિવાર્ય નથી. તેમ છતાં ભારત જેવા દેશમાં, જયા ભણેલા કરતા નિરક્ષર વધારે છે (ઓછામાં ઓછા ૩પ કરોડ નિરક્ષર છે) ત્યાં ચુંટણીપ્રતિકો પરથી મતદારો સમજી શકે છે કે કોને મત આપવા, અમેરિકા વધુમાં વધુ કેળવાયેલા દેશોમાંનાો એક હોવા છતાં ત્યાં ચૂંટણી માટે નહિ તો પણ મુખ્ય બે પક્ષોના બે પ્રતિક છે ગધેડો અને હાથી રહ્યા છે.

ચુંટણી પ્રતિકો ઘણી વાર રાજકીય પક્ષો કે ઉમેદવારોના માનસ અથવા હેતુનો સંકેત કરે છે. ભારત ખેતીપ્રધાન દેશ હોવાથી, બે બળદની જોડ દરેક ગ્રામવાસીનું આકર્ષણ કરે તે દ્રષ્ટિથી, અવિભકત કોંગ્રેસે તે પ્રતીક અપનાવ્યું હતું. મુસ્લિમ લીગનું પ્રતીક સીડી છે. તેની ઉ૫ર ચડીને તે કયાં પહોંચવા માગે છે.

તેની કલ્પના કરી લેવી દ્રાવિડ મુન્નેત્ર કળગમતું ચૂંટણી પ્રતીક ઊગતો સૂર્ય છે. તે પક્ષ પહેલી જ વાર ચુંટાઇને સત્તામાં આવ્યો અને મનની ભીતરમાં તે તમિળનાડુના સ્વતંત્ર રાજયના સૂર્યોદય ની પણ ઝંખના સેવે છે. જો કે જાહેરમાં તેણે એ ઘ્યેયનો ત્યાગ કર્યો છે ફોરવર્ડ બ્લોકનું ચૂંટણી પ્રતીક સિંહ છે અને સિંહની જેમ તે હિંસામાં માને છે. શિવસેનાનું પ્રતીક લોહીતરસ્યો વિકરાળ વાઘ છે. જેમાં તે પક્ષના માનસ અને હેતુનું દર્શન થાય છે.

શિવસેનાની જેમ પાકિસ્તાન મુસ્લિમ લીગે લોહી તરસ્યા વાઘને ચુંટણી પ્રતીક તરીકે અપનાવ્યું છ તે બતાવે છે કે હજી તેનું માનસ દબલાયું નથી. આપણા કોમવાદી અકાલી દળની જેમ પાકિસ્તાનમાં કોમવાદી જમાતે-ઇસ્લામીએ સમતાલ ત્રાજવાનું છેતરામણું ચુંટણી પ્રતીક અપનાવ્યું. પણ ભાગ્યે જ કોઇ તેથી છેતરાયા, જનાબ ભુટ્ટો એ હાથમાં તલવાર અને બીજા હાથમાં કુરાન લઇને ભારતને ખતમ કરવાના સ્વપ્ન સેવ્યા હતા. તેમના પાકિસ્તાન પ્રજા પક્ષનો ચુંટણી પ્રચાર પણ ભારત સામે ઝેરી ફુંફાડા મારતો હતો. આથી તેમણે પોતાના ચુંટણી પ્રતીક તરીકે ખુલ્લી તલવાર અપનાવી !

આપણે ત્યાં રાષ્ટ્રીય સ્વયસેવક સંઘ ચુંટણીમાં સીધી રીતે ભાગ નથી લેતો. ગાંધીજીના ખૂન વડે તેના હાથ ખરડાયેલ છે. અને તે જનસંઘને ટેકો આપે છે (અને જનસંઘને ટેકો આપે છે) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું પ્રતિક ધૂરકતો સિંહ છે.ભારતની  સંપન્ન થયેલી લોકસભાની ચુંટણી અતિશય ખર્ચાળ બની છે અને હવે પછીના મહિનાઓ દેશના રાજકીય ક્ષેત્રે જબરી સનસનાટીઓ સર્જાવાની આગાહી થઇ શકે એવી આ દેશની હાલત છે!

જગતના કોઇપણ દેશમાં હમણાં સુધીમાં એવું બન્યું નથી કે, જયાં સુયોગ્ય અને નિતાંત ઉમદા નાગરીકોને પસંદ કરવાનું વિચારાયું હોય! કદાચ એ કારણે જ અહી ઉમદા અને સુયોગ્ય લોકતંત્ર પેદા થઇ શકયું નથી! છતાં એ સંભવિત તો છે અને વ્યવહારુ  પણ છે.

એક પ્રકારની ગ્રન્થિ જ એમાં આડે આવે છે! આપખુદશાહી, સરમુખત્યારશાહી, અહંકાર અને રાજસિંહાસનનું સંમોહન જે થવું જોઇએ અને અપનાવવું જ જોઇએ એમાં આડે આવે છે તે જડતાને તોડવી જ જોઇએ કારણ કે એ અનિવાર્ય છે. પાર્ટી વ્યવસ્થા ભારત માટે બેકાર ને બેહુદી છે બધી રીતે યોગ્ય હોય તેવા લોકોની મિશ્ર સરકાર જ આ દેશના સાર્વત્રિક ભલામાં લેખાશ! જેટલું વહેલું આમ કરાશે એટલું વધુ દેશના ભલામાં ગણાશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.