Abtak Media Google News

છેલ્લી ચાર દાંઢો દાંતના જડબાને પૂર્ણ કરે છે. જે પુખ્તવય બાદ ઉગે છે તેને ડહાપણની ડાઢ પણ કહેવામાં આવે છે. જડબાના વિકાસ અને જગ્યાની ઉપલબ્ધિ પ્રમાણે ડહાપણની દાઢ પોતાની જગ્યા કરી લે છે અથવા જડબામાં અટકી જાય છે તો તેના લીધે એવી ગંભીર અસરો થઇ શકે છે તેનાથી દાંતમાં અસહ્ય દુખાવો થવો, જડબામાં સોજો આવી જવો, મોં ખૂલતું બંધ થઇ જવું, જડબાના ભાગથી કાનથી લઇ માથા સુધી દુખવું, જો દાઢને કારણે પુરુ થયું હોય તો તેના કારણે તાવ પણ આવી શકે છે, ડહાપણની દાઢ આવે ત્યારે ક્યારેક ગાલ તથા પેઢાના ભાગમાં ચાંદુ પડવું જેવી તકલિફો થઇ શકે છે.

જો જડબામાં પૂરતી જગ્યા હોય તો જ ડહાપણની દાઢ સીધી આવી શકે છે. જો દાઢ થોડી ત્રાસી હોય તો જડબામાં પૂરતી જગ્યાના હોય તો દુખાવો પેદા કરે છે. ડહાપણની દાઢ જ એવી હોય છે જે દરેક વ્યક્તિમાં અલગ-અલગ આકાર, કદ, પ્રકાર, મૂળિયા અને રચના ધરાવે છે.

સારવાર :

– ડહાપણની દાઢમાં થતો સડો જે ભાગમાં હોય તેની ફિલિંગ કે મુળિયાની સારવાર શક્ય હોય તો તે કરી દાઢને બચાવવામાં આવી શકે છે.

– હડાપણની દાઢ સહેજ ત્રાસી, હાંડકામાંથી બહાર ન આવી શકે તેવી જગ્યાએ હોય તો તેની નાની એવી સર્જરી, દ્વારા જગ્યા કરીને દાઢને અમુક ભાગમાં વિભાજીત કરીને બહાર કાઢવામાં આવે છે.

– ગાલ તરફ છાલ પેદા કરતા ભાગને ઘસીને લીસ્સો બનાવી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.