Abtak Media Google News

મિત્રના પુત્રની કંકોત્રી આપી પરત ફરતી વેળાએ અકસ્માતમાં પ્રૌઢનું મોત

ગોંડલ શહેર અને તાલુકા પંથકમાં માર્ગ અકસ્માતમાં બેના મોત નિપજયા છે. જેમાં ગોંડલ શહેરના શ્યામવાળી ચોકમાં કાકાની રાહમાં ઉભેલા વિપ્ર યુવકને કાર ચાલકે હડફેટે લેતા મોત નિપજયું જયારે દેરડી કુંભાજી પાસે બાઇક સાથે ગાય અથડાતા વિપ્ર પ્રૌઢનું મોત નિપજતા

બન્નેના પરિવારમાં શોકનું મોજું ફેલાવી છે.પ્રાપ્ત વિગત મુજબ ગોંડલના શ્યામવાળી ચોકમાં અંબિકા નગર સ્ટેશન પ્લોટમાં રહેતા દીપકકુમાર ભીખા લાલ જોષી (ઉ.વ.૪૦) તેમના કાકાને મળવા માટે ઉભા હોય ત્યારે પુરપાટ ઝડપે દોડી આવી રહેલ જીજે ૧ એચએફ ૭૬૨૧ ફ્રન્ટી કાર ચાલકે હડફેટે લેતા દીપકકુમાર નું ઘટના સ્થળે. જ કમકમાટીભર્યુ મોત નિપજયું હતું. જયારે કારની અંદર બેઠેલા રવિ ગોપાલભાઇ ચૌહાણ (ઉ.વ.રર) રહે વાલ્મીકી વાસ ગોંડલને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે સરકારી દવાખાને ખસેડવામાં આવેલ હતા જયારે કાર ચલાવી રહેલ બાબરા ભગવાનજી મકવાણા નાશી જાવા પામ્યો હતો.

દેરડી ગામે રહેતા અને કર્મકાંડનો વ્યવસા કરતા સુરેશભાઇ નંદલાલ જોશીના પુત્રના આગામી તા.૧૯ ના રોજ લગ્ન હોય દેરડી રહેતા મિત્ર રાજગોર ભીખુભાઇ બચુભાઇ વરણાગરને લઇ બાઇક ઉ૫ર ગોંડલ સગા સ્નેહીઓને કંકોત્રી આપવા ગયા હતા. મોવિયા શ્રીનાથગઢ વચ્ચે રોડ વચ્ચે અચાનક ગાય આડી પડતા અને પુરપાટ દોડી રહેલ બાઇક અથડાતા બન્ને મિત્રો ફંગોળાઇ રોડ ઉપર પટકાતા ભીખુભાઇનું ગંભીર ઇજાને કારણે ઘટના સ્થળે જ મોત નિપજયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.