ઠંડીનો પારો ૨ ડિગ્રી ગગડયો રાજકોટમાં ૧૦.૨ ડિગ્રી

બેવડી ઋતુનો અનુભવ, બપોરે ગરમી અને રાતે ઠંડી

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કરછમાં લઘુતમ તાપમાનનો પારો ૨ ડિગ્રી સુધી ગગડયો છે અને ઠંડીનો ફરીથી અનુભવ થઇ રહ્યો છે. ત્યારે રાજકોટમાં પારો ૧ ડિગ્રી ગગડયો છે અને લઘુતમ તાપમાન ૧૦.૭ ડિગ્રી રહેવા પામ્યું છે.

આજે વહેલી સવારે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૦.૭ અને મહતમ તાપમાન ૨૭.૪ ડિગ્રી નોંધાયું હતું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૮૨ ટકા અને ૬ કિમી પ્રતીકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. જ્યારે નલિયાનું લઘુતમ તાપમાન ૮ ડિગ્રી અને મહતમ તાપમાન ૨૭.૫ ડિગ્રી નોંધાયું હતું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૮૧ ટકા અને ૫ કિમિ પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.

ઉલ્લેખનીય છે કે સવારે અને રાતે ઠંડી નો અનુભવ થાય છે અને જેમ સૂર્યદાદાના દર્શન થાય તેમ ગરમી નો અહેસાસ થાય છે.

રાજ્યના વિવિધ શહેરોના લઘુતમ તાપમાનની વાત કરીએ તો, અમદાવાદની લઘુત્તમ તાપમાન ૧૩.૪, ડીસાનું ૧૨.૮ ડિગ્રી,  રાજકોટનું ૧૦.૭ ડિગ્રી, કેશોદ-જૂનાગઢનું ૯.૮ ડિગ્રી, નલિયાનું ૮ ડિગ્રી, ભુજનું ૧૩ ડિગ્રી, સુરેન્દ્રનગરનું ૧૩.૫ ડિગ્રી, અમરેલીનું ૧૧.૬ ડિગ્રી, ગાંધીનગરનું ૧૨.૨ ડિગ્રી, મહુવાનું ૧૧.૨ ડિગ્રી, દિવનું ૧૧.૨ ડિગ્રી અને વલ્લભ વિધાનગરનું ૧૨.૨ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

Loading...