શિયાળાએ ચાદર ઓઢી, ધુમ્મસની રેલ પુરપાટ દોડી

ચોમાસાની સિઝન વિદાય લઈ રહી છે અને શિયાળાના પગરવ થઈ રહ્યા છે ત્યારે વહેલી સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. સવારમાં ધુમ્મસ પણ દેખાઈ રહી છે. આજે સવારે ધુમ્મસનું આવરણ છવાઈ ગયું હતું આવા આહલાદક વાતાવરણ વચ્ચે એક ટ્રેન પસાર થઈ ત્યારે ખુબ નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો.  સૌરાષ્ટ્રભરમાં ધુમ્મસની ચાદર છવાયી છે ત્યારે રાજકોટમાં ધુમ્મસનો આહલાદાયક નજારો તસવીરમાં નજરે પડે છે.

Loading...