Abtak Media Google News

શિયાળા ની ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. આમ જોતાં શિયાળો સ્વસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક સાબિત થઈ છે, પરંતુ શિયાળામાં ઠંડીના હિસાબે અમુક મુશ્કેલીઑનો સામનો પણ કરવો પડે છે. તેમાં વધુ લોકોને બંધ નાકની સમસ્યાનો સામનો કરવો પડે છે.

ઘણા લોકોને હવામાન બદલતા જ શિયાળુ ઠંડીના કારણથી બંધ નાકની સમસ્યાનો સામનો કરવો પડે છે. પછી આપણે આ મુશ્કેલીઓથી છૂટકારો મેળવવા માટે અનેક પ્રકારની દવાઓનો ઉપયોગ કરીએ છીએ. જો તમારી સાથે પણ આવું જ બને છે તો વગર કોઈ સાઈડ ઇફેક્ટ્સ સાથે સફરજનનું આ મેજિક તમને જરૂર મદદ કરશે. જાણો કેવી રીતે …

સફરજનનું પાણી

બંધ નાક ખોલવા માટે સફરજનના પાણીનો આ ઉપાય ખૂબ મદદ કરે છે તેના માટે બે ચમચી સફરજનનું પાણી અને અડધી ચમચી મધને એક ગ્લાસ ગરમ પાણીમાં મેળવી સવારે જાગતા સાથે જ પીવાથી રાહત મળે છે.

લીંબુ અને મધ

આ ઉપરાંત બંધ નાક ખોલવા માટે એક ચમચી લીંબુના રસમાં થોડા ટીપાં મધ મેળવી બે-ત્રણ દિવસ દરરોજ સવારે પીવાથી ખૂબજ આરામ મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.