સોમનાથ પંથકમાં શિયાળાનું મશહુર શાક ‘પાંદડી’

155

દરિયાઇ પટ્ટીનું વિશિષ્ટ શાક પાંદડી હાલ ૩૦૦ રૂપિયે કિલો વેચાય છે

ભગવાન સોમનાથ દાદાની પવિત્ર ભૂમિ ઉપર એક એવી વિશિષ્ટ્ર શાકભાજી થાય છે કે જે માત્ર દરિયાઇ પટ્ટીના ગામોમાં જ અને માત્ર ને માત્ર શિયાળામાં જ થાય છે. શાક મારકેટમાં પણ અન્ય શાકોની જેમ તેના ઢગલા હોતા નથી પણ માત્ર ટોપલીઓમાં જ વેંચાય છે. ૪૦૦ રૂપિયે કિલો શરુ થયું તું આજે ૩૦૦ રૂપિયે કિલો છે.

સોમનાથ ટ્રસ્ટ ઓફીસ  અતિથિગૃહની બરાબર સામે આવેલ રામવાડીમાં સેજીબેન બામણીયા, રામજીભાઇ બામણીયા, પુંજીબેન બામણીયા વતનની ઓળખ અને પરંપરા નિભાવતાં તેઓ પ્રતિવર્ષ રામવાડીમાં ખાસ પાંદડી વાવેતર કરે છે.

પુંજીબેન કહે છે ‘અમે જેઠ મહિનામાં પાંદડી વાવીયે છીએ જેમાં કારતક માગસરમાં પહેલા ફૂલ આવે છે પછી તેના ઉપર પાંદડીની લુમના ઝુમખાં બંધાય છે. અને કારતક-માગસર પછી પાંદડી આવતી થાય છે અને છેક ફાગણ મહિના સુધી મબલખ પાક ઉતરતો રહે છે’

પરિવારના જ નવનીતભાઇ કહે છે અમોએ આ એક વિધામાં વાવેલ છે અને વરસમાં માત્ર એક જ સીઝન પાંદડી થાય છે. પાંદડી એટલે બે પાનના પડ વચ્ચે વાલ કે ઓળીયા ગોઠવાયા હોય છે આ પાંદડી અર્ધચંન્દ્રકાર હોય છે જેને શાક બનાવતા પહેલા ફોલવી પડે જે બધાયને ન પણ આવડે કારણ કે નખથી તેના રેસા કાઢી પાંદડીના પાનનો કુણોભાગ અને અંદરના વાલ કાઢી તેનું રસાલેદાર તમતમતા તેલમાં ભાત ભાતના મસાલા નાખી રીંગણા સાથે કે તેમાં ઢોળકી નાખીને કે ઉંઘીયામાં પાંદડી નાખીને એવું મજેદાર શાક બને કે ખાનારને દાઢે વળગે અને આંગળા ચાટતા  કદાચ રહી જાય બદલતા જમાનાની તાસીર આ શાકને પણ લાગી છે.

સેજીબેન કહે છે, પહેલા લગ્નોની જમણવારમાં શાકમાં ભેળવવા મને બે થી ત્રણ કિલો પાંદડીનો ઓર્ડર મળતો ને હું ચપટીમાં રાખી નજીકથી પાંદગી ફોલી લગ્નવાળા ઘરોએ પહોંચાડતી પરંતુ હવે તો લગ્જન જમણવારોનું મુખ્ય મેનું જ પંજાબી અને ચાઇનીઝ આઇટમો બની છે.

મહા મહિનામાં ધાર્મિક પ્રસંગે પ્રતિ વર્ષ ૧૨૦૦ થી ૧૫૦૦ લોકો અહીં આવે છે અને પોતાની સાથે વતનના સંભારણા અને અહીં જ મળતું વિશિષ્ટ શાક પાંદડી ફોલાવી મુંબઇ લઇ જાય છે.

પ્રભાસવાસીઓને પાંદડી પ્રત્યે વહાલ છે અને પાંદડીની મીઠી સુગંધ માણવી હોય તો પ્રભાસ પાટણના પઠાણાવાડાથી સોમનાથ ટ્રસ્ટ ઓફીસ તરફ જતા રસ્તા ઉપર જો અનુકુળ પવન હોય તો સુગંધ પણ માણી તરબરતર જઇ શકાય બાકી એક વાત નકકી છે કે પાંદડી નહીં દેખા તે કુછ ભી નહીં દેખા, પરંતુ ખાયા તો સબ કુછ મોજે મોજ

Loading...