બજેટમાં વેક્સિનેશન”સેસ” આવશે??

આગામી ૧લી ફેબ્રુઆરીએ રજૂ થનાર કેન્દ્રીય બજેટમાં કોવિડ ૧૯ સેસ અથવા સરચાર્જ લાદવામાં આવે તેવી શકયતા છે. કોરોના મહામારીના કારણે મસમોટા ખર્ચની ભરપાઈ માટે સરકાર નવો ‘કોરોના ઉપકાર’ લાદી શકે છે. આ માટે એક પ્રસ્તાવ પર ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. જોકે, હજુ આ ઉપર અંતિમ નિર્ણય લેવાયો નથી. કોવીડ ૧૯ સેસ ઉપરાંત, પેટ્રોલને ડિઝલ અથવા કસ્ટમ ડયુટી પર પણ સેસ લગાવવામાં આવે તેમ પણ જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, રસીકરણ ઝુંબેશ અંતર્ગત ડોઝના તમામ ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવી રહી છે. જયારે આ માટે ડિસ્ટ્રીબ્યુશન, મેનપાવર ટ્રેનીંગ અને લોજીસ્ટિક

ખર્ચનો બોઝ રાજય સરકારો પર છે. કોવિડ ૧૯ સેસ દ્વારા સરકાર ઝડપથી ફંડ એકત્ર કરી શકશે અને કોરોના વિરૂધ્ધની લડાઈનો ખર્ચની ભરપાઈ કરી શકશે પ્રથમ તબકકામાં રસીકરણ માટે અંદાજે ૨૭ હજાર કરોડના ખર્ચનું અનુમાન છે.

સરકાર આ ભાર ઘટાડવા માટે કોવિડ સેસ દ્વારા ભંડોળ એકત્ર કરશે. જો સરકાર સીધો કર વધારશે તો તેના વિરોધનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં સરકાર સેસ થકી નાણાં એકત્ર કરવાની તૈયારી કરી રહી છે. એટલું જ નહીં, સેસથી આવતી રકમ સંપૂર્ણ રીતે કેન્દ્ર સરકારની જ હોય છે. તેમાંથી રાજ્ય સરકારને ફાળો આપવાનો હોતો નથી. આવી સ્થિતિમાં, કેન્દ્ર સરકારને વધુ ફાયદો થશે. જણાવી દઈએ કે, 16 જાન્યુઆરીથી દેશભરમાં કોરોના રસીની કામગીરી શરૂ થવાની છે.

Loading...