Abtak Media Google News

નવેમ્બરમાં અમેરિકાની ચૂંટણી બાદ જ ભારત સાથે વેપાર કરાર થાય તેવી ધારણા: ટ્રમ્પ પ્રવાસ મુદ્દે અનેક અટકળો

ટ્રમ્પનો ભારત પ્રવાસ વેપાર-ઉદ્યોગ જગત માટે સકારાત્મક નિવડે તેવી અપેક્ષા હતી. પરંતુ નવેમ્બર મહિનામાં અમેરિકામાં ચૂંટણી બાદ જ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારીક સંબંધોમાં મજબૂતી આવે તેવી શકયતા છે. બન્ને દેશો વચ્ચેની ટ્રેડ ડીલ નવેમ્બર મહિના બાદ ગાઢ બનશે. ત્યાં સુધી ભારતને રાહ જોવાની રહેશે તેવું નિષ્ણાંતોનું માનવું છે. ટ્રમ્પના પ્રવાસને લઈ અનેક અટકળો થઈ રહી છે. અગાઉ નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મુલાકાતમાં આતંકવાદ અને વ્યાપારના મુદ્દા ચર્ચાઈ ચૂકયા છે. વડાપ્રધાન મોદી એકથી વધુ વાર અમેરિકાનું પ્રવાસ કરી ચૂકયા હતા. હવે ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના મહેમાન બનવા જઈ રહ્યાં છે ત્યારે બન્ને દેશો વચ્ચે નારા વેપાર કરાર નવેમ્બર મહિનાની ચૂંટણી બાદ જ અસ્તિત્વમાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે. ભારત-અમરેકિાની મૈત્રી અત્યારે વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પાની દોસ્તીને લઇને પુરબહારમાં ખીલી ઊઠી છે. બન્ને દેશો વચ્ચે કરોડો ડોલરના વેપાર કરાર માટેની પ્રતિબઘ્ધતા વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પૂર્વે વોશિગ્ટન અને નવી દિલ્હી વચ્ચે થતી વાતચીતમાં બન્ને દેશ વચ્ચેના વેપાર કરાર અમેરિકાની ચુંટણી પછી નવેમ્બર મહિનામાં થશે. આનો મતલબ એ થયો કે ૨૦૨૧ ના વર્ષમાં ભારતીય રાજદ્વારી નેતાના પ્રયત્નોથી અમેરિકાના વેપાર કારો અસ્તિત્વમાં આવશે. ગયા અઠવાડીયે અમેરિકાના પ્રતિનિધિ રોબોર્ટ લાઇટ જીયરે આ અંગેના સંકેતો આપ્યા હતો.

ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રા દરમિયાન ભારત-અમેરિકા વચ્ચેના વેપાર કરાર વચ્ચેની ચર્ચા અને બન્ને દેશો વચ્ચે દાયકાઓના ભાવિ સંબંધો માટે આશાવાદી બન્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે હયુસ્ટનની મુલાકાતે ગયા હતા ત્યારે આ કરારો માટે સંજોગો ઉજળા બન્યા હતા અને ટ્રમ્પની યાત્રા પહેલાં જ આ કરારો કરવા માટે વાટાઘાટો અને મળાગાંઠ ઉકેલવા માટે વિચારણા થઇ હતી.

ભારતનું માનવું છે કે અમેરિકા ભારત સાથેના વેપાર કરાર માટે જાણ કે તેલ અને તેલની ધાર જોઇને પછી આગળ વધવાનો અભિગમ ધરાવે છે અને તે ભારતના વલણ અને નવી દિલ્હીના અભિગમ તપાસીને ભારત સરકાર કેવી રીતે આ સંબંધો કેળવવા ઇચ્છે છે તે અંગે જાણીને પછી નિર્ણય કરશે અત્યારે ભારત અમેરીકાના વેપાર કરાર અંગેના નિર્ણયનો દડો અમેરિકાના મેદાનમાં છે. ભારત આ અંગે સંપૂર્ણપણે વ્યાજબી ધોરણ અને પરસ્પર ના લાભના પરિબળોને સ્વીકાર્ય બનાવવા ઇચ્છા રાખે છે જયારે અમેરીકા પણ આ મુદ્દે રાજી હોવાનું જણાવ્યું હતું.

Admin Ajax 1

સોમવારે વિદેશ સચિવ એસ જયશંકરે યુરોપિયન યુનિયનને આ અંગેના સંકેતો બ્રસેલસમાં નેતાઓને મળીને તેમને આપ્યા હતા. ભારત ફરીથી દ્વિપક્ષીય વાર્તાલાપ ડીટીઆઇએની ચર્ચા કે જ ૨૦૧૩માં મુલત્વી રહી હતી. તેની સામે યુરોપિયન સંઘે જણાવ્યું હતું કે ભારત સાથેના વાર્તાલાપ માટે યોગ્ય સમયનો ઇન્તેઝાર છે. ભારત તરફથી  ગેઇલ અને પુરી જયશંકરના સંકલનમાં રહીને કરારો માટેની તૈયારીઓ કરી રહ્યા છે. બીજી તરફ અમેરિકા માટે છે તે ભારત સરકારે આ અંગે ખુબ જ ધીમી પ્રતિક્રિયા અને ખોટી રીતે પ્રક્રિયાને વિલંબમા નાખી રહી છે તેમણે જણાવ્યું હતું કે ભારત માટે ચર્ચાના દરવાજા ખુલ્લા છે.

ડોનાલ્ડ ટ્રમ્પ માટે અમેરિકાની આ વખતની ચુંટણી અનેક પડકારોના સામના સાથે આ અનિશ્ર્વિત પરિણામની શકયતાવાળી છે. અત્યારે ભારત અને અમેરિકા વચ્ચેના અને ખાસ કરીને વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ સાથેના સંબંધો ખુબ જ સારા માહોલમાં પાંગરી રહ્વા છે. ત્યારે બન્ને દેશો વચ્ચે વેપાર કરાર જેવા મહત્વના નિર્ણયો જેટલા જલ્દી લેવાય તેટલા ભારતના હિતમાં છે. ન કરે નારાયણ ને અમેરિકાની ચુંટણીમાં મતદારોનો મુડ ફરે અને ટ્રમ્પને ધાર્યુ પરિણામ ન મળે તો ભારત-અમેરિકા વચ્ચેના સંબંધોમાં ફરીથી એકડો ઘુંટવો પડી અમેરિકાની ચુંટણી પછી બન્ને દેશો વચ્ચેના વેપાર કરારોની વાત ભારત માટે કેવી નીવડે તે તો સમય જ બતાવશે.

અમેરિકામાં મુળ ભારતીયોના મત મેળવવા ટ્રમ્પનો પ્રયાસ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે આગામી નવેમ્બર મહિનો કપરો નિવડી શકે તેવી વકી છે. મુળ ભારતીયોના મત મેળવવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ હવે ભારતનો પ્રવાસ કરવા જઈ રહ્યાં છે તેવું રાજકીય નિષ્ણાંતોનું માનવું છે. નોંધનીય છે કે, અમેરિકાની ઘણી બેઠકો પરની ચૂંટણી જીતવા ભારતીયોના મત અંકે કરવા જરૂરી હોય છે. માટે ડોનાલ્ડ ટ્રમ્પે આગોતરી તૈયારી આરંભી હોય તેમ ભારતનો પ્રવાસ કરશે તેવું જાણવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.