Abtak Media Google News

ભારતીય ટીમ ફાઈનલમાં પહોંચતાની સાથે જ ઓલમ્પિક માટે થઈ કવોલીફાઈ

ખેલપ્રેમીઓને વર્લ્ડકપ ફિવર નીચે તિરંગદાઝી પણ ભુલાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ભારતીય તિરંગદાઝીની ટીમ વર્લ્ડ આર્ચરી ચેમ્પીયનશીપનાં ફાઈનલમાં પહોંચી છે ત્યારે ભારતીય ટીમનો મુકાબલો ચાઈનાં સાથે થશે. ફાઈનલમાં પહોંચતાની સાથે જ ઓલમ્પીકમાં તિરંગદાઝી ક્ષેત્રમાં ભારતીય ટીમ કવોલીફાઈ થઈ ગઈ છે પરંતુ સાથોસાથ વિશ્ર્વકપ ચાલુ હોવાનાં કારણે ભારતીય લોકોને તિરંગદાઝી ભુલાઈ ગઈ છે.

રવિવારનાં રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે જયારે મેચ રમાવવા જઈ રહી છે ત્યારે એક પણ એ પણ ઉદભવિત થાય છે કે, શું ભારત પાક.ને હરાવવાની સાથે-સાથે તિરંગદાઝીમાં ચેમ્પીયનશી મેળવશે ? વર્લ્ડ આર્ચરી ચેમ્પીયનશીપમાં ભારતીય ટીમ છેલ્લે 2005માં ફાઈનલમાં પહોંચ્યું હતું ત્યારે ચાઈના સામે ફાઈનલ મેચ રમવા માટે ભારતીય ટીમ ટકરાશે તે પૂર્વે ચાઈનાએ તિરંગદાઝીમાં કોરીયાને 6-2 થી હરાવી તેને ફાઈનલમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. 2020માં ટોકીયો ઓલમ્પીકમાં ભારતીય ટીમે આર્ચરી ક્ષેત્રે પોતાનું નામ કવોલીફાઈ કરી લીધું છે.

કવાર્ટર ફાઈનલમાં ભારતીય ટીમનાં તરૂણદીપરાય, અતાનુદાસ અને પ્રવિણ જાદવે ભારતીય ટીમને ફાઈનલમાં પહોંચાડી હતી. તિરંગદાઝી ક્ષેત્રમાં આ બીજી વખત ઘટના ઘટી છે જેમાં ભારતની ટીમ ફાઈનલમાં પહોંચી હોય.

9 વર્ષ પહેલાં ભારતીય ટીમે વર્લ્ડકપમાં ગોલ્ડમેડલ જીત્યો હતો ત્યારે શું આ વખતનાં ફાઈનલમાં ભારત વિજય થઈ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરશે કે કેમ ? તે પણ એક પ્રશ્ર્ન ઉદભવિત થયો છે પરંતુ કડવી વાસ્તવિકતા તો એ છે કે, ક્રિકેટ ફિવર વચ્ચે અન્ય તમામ રમતો પરથી લોકોની નજર હટી ગઈ છે અને માત્રને માત્ર ક્રિકેટ ઉપર જ તેનું ધ્યાન કેન્દ્રિત રહે છે ત્યારે અન્ય રમતોમાં ભારતીય ટીમનું ઉત્કૃષ્ટ પ્રદર્શન દેશની આબરૂ અને દેશનું સ્થાન જે-તે રમતમાં પણ અવ્વલ રાખવામાં મદદરૂપ થતું હોય છે ત્યારે આ તમામ રમતોને પૂર્ણત: સરખું પ્રાધાન્ય મળે તે પણ એટલું જ મહત્વપૂર્ણ અને ઉપયોગી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.