વગર ટેસ્ટે કોરોના વાઇરસને પકડી લેશે આ જાસૂસ ?

તેથી હવે સ્નિફર ડોગ શોધી શકે છે કે કયા માણસોમાં કોરોના વાયરસ છે

કોરોના વાયરસ વિશ્વભરમાં વધી રહ્યો છે. આને કારણે, ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આપણે જાણીએ છીએ કે કોરોના વાયરસનો ટેસ્ટ કરવામાં આવે તો રિપોર્ટ થવામાં 2-3 દિવસ લાગે છે. તેની તપાસ ઝડપી કરવા અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે,જેમાં ઘણી કંપનીની કીટ ફેલ ગઈ છે અને તે હજી પણ નિયંત્રણમાં નથી.

જેથી હવે માનવજાતના સૌથી નજીકના પ્રાણી અને જાસૂસ કુતરા સ્નિફર ડોગ દ્વારા તૈયારી કરાવાય છે કે તે શોધી કાઢશે કોણ વ્યક્તિ કોરોના પોસિઝિવ છે અને તે પણ માત્ર સૂંઘીને કહી દેશે કે કોરોના પોસિટિવ વ્યક્તિ કોણ છે.

તેથી હવે વેજ્ઞાનિકો તેની તપાસ માટે મેડિકલ સ્નિફર ડોગની મદદ લેવાની તૈયારી કરી રહ્યા છે. જેથી પરીક્ષણ હાથ ધરવામાં આવશે તે જોવા માટે કે કુતરાઓ ક્ષમતા દ્વારા શરીરમાં કોરોના વાયરસના ચેપને શોધી શકે છે નહીં અને તેનો આ પ્રયોગ કેટલો કારગર રહેશે.

એવી આગાહી કરવામાં આવી છે કે જો પરીક્ષણ સફળ થાય છે, તો સ્નિફર ડોગ સૌથી ઝડપથી પરિણામ લાવશે. પરંતુ હવે જ્યારે સ્નિફર ડોગને કોરોના વાયરસ શોધવાનું પડકાર છે અગાઉની જેમ માનવ જાતનું સૌથી નજીકનું પ્રાણી કૂતરું છે જેની પુન: મદદ લઈ શકાય છે.

Loading...