Abtak Media Google News

રાજયના વિકાસ કમિશ્નરે પ્રમુખોની મુદત અઢી વર્ષની કરી ચુંટણી જાહેરનામુ પ્રસિઘ્ધ કરતા રાજકીય પક્ષોમાં ખેચ તાણ શરુ.

રાજયના વિકાસ કમિશ્નર દ્વારા જીલ્લા તાલુકા પંચાયતોના પ્રમુખનો મુદત અઢી વર્ષની કરી રર જુન પહેલા તમામ જીલ્લા તાલુકા પંચાયતોમાં પ્રમુખની ચુંટણી યોજવા જાહેરનામુ બહાર પાડતા રાજકીય પક્ષોમાં અત્યારથી જ ખેંચતાણ શરુ થઇ ગઇ છે. અને મોભાદાર પ્રમુખપદ મેળવવા તડ જોડની રાજનીતીનો પણ પ્રારંભ થયો છે.

૨૦૧૫ની પંચાયતી ચૂંટણી બાદ પ્રમુખની મુદત માટે અઢી વર્ષનો નિયમ અમલી બનાવવામાં આવ્યો છે હાલ રાજયમાં ૩૩ જીલ્લા પંચાયતોમાં અને ર૪ તાલુકા પંચાયતોમાં કોગ્રેસનું રાજ છેતરે નવા નિયમની અમલવારી બાદ કોંગ્રેસ સતા છીનવાઇ જવાની બીકે મુઝવણમાં મુકાઇ છે કારણ કે એક જીલ્લા-તાલુકા પંચાયતોમાં વર્તમાન પ્રમુખ સામે અસંતોષ હોય ભાજપ મોકાનો ફાયદો ઉઠાવી સતા મેળવવા પ્રયાસ કરશે.

આ અંગે વિકાસ કમિશ્નર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે પંચાયત અધિનિયમ ૨૦૧૫ અને ૨૦૧૭ ના નિયમ મુજબ જીલ્લા અને તાલુકા પંચાયતોમાં પ્રમુખની મુદત અઢી વર્ષ કરવામાં આવી છે અને એસ.ટી, એસ.ટી. એસઇબીસી અને ૫૦ ટકા મહિલા અનામત મુજબ તમામ જીલ્લા કલેકટરોને ૧રમી જુન પહેલા ચુંટણી પ્રક્રિયા સંપન્ન કરાવવા માટે સુચના આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

બીજી તરફ કોંગ્રેસના પ્રવકતા મનીષ દોશીએ જણાવ્યુ હતું કે કોંગ્રેસે મોટાભાગની જીલ્લા-તાલુકા પંચાયતો જીતવા છતાં ભાજપે સતાને છીનવી લેવા પ્રયાસ કર્યો છે. અને આ ચુંટણીઓમાં ભાજપ અમારા ચુંટાયેલા સંગઠનોને અસ્થિર કરવા પ્રયાસ કરશે જો કે અમે સાવચેત છીએ અને કર્ણાટકની જેમ ભાજપની કારી નહિ ફાવવા દઇએ તેઓ આશાવાદ તેમણે વ્યકત કર્યો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.