Abtak Media Google News

હૈદરાબાદમાં જીએસટી કાઉન્સિલની બેઠક મળી કારના સેસ મુદ્દે લેવાઇ શકે છે નિર્ણય

ગુડઝ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી) માટે નીતિઓ ઘડવા માટે આજે જીએસટી કાઉન્સિલની ૨૧મી બેઠક હૈદરાબાદ ખાતે યોજાઈ હતી. નાણામંત્રી અ‚ણ જેટલીની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી. આ બેઠકમાં સરકાર દ્વારા ૩૦ જેટલા ઉત્પાદનો અને સેવાઓમાં જીએસટીના દરો ઘટાડવાની સંભાવના નિષ્ણાંતો દ્વારા વ્યકત કરવામાં આવી હતી. તેમજ ઘણી દ્યિધાઓનો અંત સંભવિત હોવાનું માનવામાં આવી રહ્યું છે.

હૈદરાબાદ ખાતે નાણામંત્રીના અધ્યક્ષસ્થાને મળેલ. આ બેઠકમાં દરેક રાજયના નાણામંત્રીઓ દ્વારા પોત-પોતાના પક્ષ રજુ કરવામાં આવ્યા હતા. તમામ દ્વારા સરકાર અને સરકારી યોજનાઓમાં કરતી છુટ સહિત બીડી અને ગ્રેનેટ ઉધોગમાં રાહત વગેરે મુદાઓ મુકવામાં આવ્યા હતા. ૧ જુલાઈથી જીએસટી લાગુ કર્યા બાદની આ ત્રીજી અને ગત વર્ષે કાઉન્સિલની રચના બાદની આ ૨૧મી બેઠક યોજાઈ હતી.

આ બેઠક બાદ નાના ધંધાર્થીઓને પણ રાહત મળશે એવી સંભાવના વિશેષજ્ઞો દ્વારા વ્યકત કરવામાં આવી હતી. આ ઉપરાંત જીએસટીના વર્તમાન દર લાગુ કરવામાં આવ્યા હોય તેવી ૩૦ વસ્તુઓની સમીક્ષા કરવામાં આવી હતી. માનવામાં આવી રહ્યું છે કે બ્રાન્ડેડ ફ્રુડ પ્રોડકટ પર જીએસટીના નિયમોમાં ફેરફાર થવાની સંભાવના છે. હાલ બ્રાન્ડેડ ફ્રુડ પ્રોડકટ પર પાંચ ટકા જીએસટી લાગી રહ્યું છે. જયારે નોન બ્રાન્ડેડ આ દાયરાથી બહાર હતું. જેથી બ્રાન્ડેડ ફુડ પ્રોડકટના વ્યાપારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે બેઠકમાં તેના સમાધાન વિશે પણ ચર્ચા થઈ હોવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. આ બેઠક બાદ જીએસટીના કારણે ઉભા થયેલા અસમંજસનો નિવેડો આવી જાય તેવી શકયતા છે.આ ઉપરાંત સુત્રોના જણાવ્યા અનુસાર આજની આ બેઠકમાં લકઝરી કારો પર સેસ વધારવાનો પ્રસ્તાવ સ્વિકારવામાં આવ્યો હોય શકે છે. આ અંગે કેન્દ્રીય મંત્રી મંડળમાં અગાઉ જ નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે માનવું છે કે સેસ ૧૫ ટકા વધારીને ૨૫ ટકા કરવાની સંભાવના ખુબ જ ઓછી રહેલી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.