Abtak Media Google News

ઇકોનોમીનાં મામલે દેશ દિવસ નાના ને રાત લાંબી જેવી સ્થિતીનો અનુભવ કરી રહ્યો છે. ડિસેમ્બર-૧૯નાં એક મહિનાનાં ગાળામાં જ ભારતની પ્રિમીયર સંસ્થા RBI સૌ ના  મન ઉંચા કરે તેવા સંકેત આપી રહી છે. હજુ તો દેશવાસીઓ સુર્ય ગ્રહણના નજારાને વાગોળી રહ્યા હતા ત્યારેજ RBI એ NPA ઘટી રહી હોવાની વાત કરીને અગાઉ વ્યક્ત કરેલી ઇકોનોમી વિશેની આગાહી અંગે નવો આશાવાદ વ્યક્ત કર્યો. જો કે સપ્તાહ પુરૂં થતા ફરી વાર એવા સંકેત આપ્યા કે નાણાકિય વર્ષ ૨૦૨૦ માં NPA વધી શકે છે. નવા વર્ષની ર્પાર્ટીની તૈયારી કરી રહેલા ભારતીય નાગરિકને હવે મુંઝવણ સતાવી રહી છે કે પાર્ટીનો પેગ ખુશીમાં પિવો કે ગમનો..?

RBI એ ચિંતા વ્યક્ત કરી છે કે વ્યવસાયિક તથા ભોગોલિક અનિયમિતતા આગામી વર્ષમાં પણ વૈશ્વિક ફાયનાન્સયલ માર્કેટને ડામાડોળ રાખશે. સ્વાભાવિક રીતે જ સૌ ના મનમાં ઉચાટ છે કે દેશની ઇકોનોમીને લાગેલું ગ્રહણ ક્યારે પુરૂં થશે..? એકતરફ વાહનોના વેચાણમા , ઍર ટ્રાફિકમાં તથા પેટ્રોલના વપરાશમાં વધારો તથા NPA માં ઘટાડાનાં સંકેત ઇકોનોમી સુધરવાનાં સંકેત આપે તો બીજીતરફ  ગ્રોસ NPA રેશિયો ૨૦૨૦ માં ફરી ૯.૯ ટકા થવાની ચેતવણી અપાઇ છે. અગાઉ RBI એ જ આપેલા આંકડા પ્રમાણે ફડચામાં જનારી લોનને બેલેન્સીટ માંથી હટાવવાની પ્રક્રિયા હવે પુરી થવામાં છે. કુલ NPA નો રેશિયો સપ્ટેમ્બર-૧૯ નાં અંતે ૯.૧ ટકા દેખાયો, વાર્ષિક ધોરણે જોઇએ તો નાણાકિય વર્ષ ૨૦૧૮ માં આ રેશિયો ૧૧.૨ ટકા જેટલો ઉંચો હતો તેનાથી ઘટીને ૨૦૧૯ માં ૯.૧ ટકા એ આવ્યો છે. આજ રીતે નેટ NPA જે ૬.૦ ટકા હતી તે ઘટીને ૩.૭ ટકાએ પહોંચી છે.

7537D2F3 24

દેશવાસીઓને અને ઇકોનોસ્ટિોને હવે ઇકોનોમીનાં ચક્રમાં ખરાબીના મૂળ કારણો દેખાઇ રહ્યા છે. કોર્પોરેટસને તેમની ક્ષમતા કરતા વધારે લોન, તેમની લોન ભરપાઇ કરવામાં વિલંબ, વ્યાજની ચુકવણીનાં પણ વાંધા અને અને પાર્ટીઓ ઉઠી જવાની ઘટનાઓ..! એમાં NBFC સેક્ટરના ફૂલેકાંએ પણ ઇકોનોમીમાં નવા છીંડા પાડ્યા. આ તમામ ઘટનાક્રમમાં સરકારી બેંકોની બેલેન્શીટની તથા NPA ની બહુ મોટી ભૂમિકા રહી છે. હવે RBI  નો દાવો છે કે GNPA તથા નેટ NPA ના ઘટતા આંકડા સ્લિપેજ રેશિયો તથા બાકી નીકળતી GNPA ના ઘટાડાને આભારી છે. નાણાકિય વર્ષ-૨૦૧૮ માં સરકારી બેંકોના GNPA ૧૪.૬ ટકા દેખાડતા હતા તે હવે ઘટીને ઘટીને ૧૧.૬ ટકાએ પહોંચ્યા છે. મતલબ કે સરકારી બેંકોનું માળખું સુધારા તરફી છે, સરકારી બેંકોની નેટ NPA ૮ ટકાથી ઘટીને ૪.૮ ટકા એ આવી છે. જ્યારે ખાનગી બેંકોની ગ્રોસ NPA ૪.૭ ટકા થી વધીને ૫.૩ ટકાએ પહોંચી છે.  જે ફરી એકવાર ચિંતાનું કારણ છે. IDBI બેંકને LIC એ ટેકઓવર કરી ત્યારબાદ તેને પ્રાઇવેટ સેક્ટર લેન્ડરની યાદીમાં મુકાતા તેની પણ અસર જોવા મળી છે.   કારણ કે વર્ષ-૨૦૧૯માં IDBI  બેંકનો NPA રેશિયો જ ૨૯. ૪ ટકા જેટલો ઉંચો હતો. આ ઉપરાંત કૄષિ ક્ષેત્રેબેંકોએ કરેલા ધિરાણની ગ્રોસ NPA પણ નાણાકિય વર્ષ-૨૦૧૯ તથા નાણાકિય વર્ષ-૨૦૨૦નાં શરૂઆતના મહિનાઓમાં સતત વધી રહી છે. ખાસ કરીને ચૂંટણી આવે અને સરકારો ખેડૂતોના કર્જ માફ કરીને વોટ અંકે કરવાના નુસખા અપનાવે છે તેના કારણે આ NPA વધી જાય છે. હાલમાં પણ જે રાજ્યોએ કર્જ માફીની જાહેરાત કરી છે તે રાજ્યોની NPA વધી ગઇ છે.

અગાઉ જણાવ્યું તે પ્રમાણે કોપોરેટ સેકટરની લોનનો બોજ વધારે નડી રહ્યો છે. ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરની ગ્રોસ ગઙઅ ૧૭.૪ ટકા જેટલી ઉંચી રહી છે. જે કુલ બેડલોનનો આશરે ૬૬ ટકા જેટલો હિસ્સો ધરાવે છે. નાણાકિય વર્ષ -૨૦૧૮ માં ૠગઙઅ નો ૯૧ ટકા જેટલો ઉંચો રહ્યો હતો.આ આંકડા સાબિત કરે છે કે રાજકિય વગના આધારે મોટા ઉદ્યોગપતિઓએ બેંકો પાસેથી લીધેલી લોનનાં ચુકવણા ન થયા એટલે અને ખેડૂતોને ખુશ કરવા દેવા માફીની સ્કીમો જાહેર કરાઇ તેના કારણે દેશની ઇકોનોમી પર સંકટ આવ્યું હતું.

વિશ્વની લાર્જ ઇકોનોમીની યાદીમાં NPA નાં મામલે ભારતનું નામ છેલ્લેથી  બીજા નંબરે આવે છે. વર્ષ-૨૦૧૯ ના પ્રારંભે IMF એ જાહેર કરેલી ૧૩૭ દેશોની યાદીમાં ભારતનો નંબર ૩૩ મો આવે છે. બાકીના ૩૨ દેશોમાં ૧૬ તો આફ્રિકન દેશો છે. લાર્જ ઇકોનોમીની યાદીની વાત કરીએ તો ભારતનો NPA રેશિયો ૧૦.૩ ટકા છે જે માત્ર રશિયાનાં ૧૦.૭ ટકા કરતા થોડો સારો છે.વૈશ્વિક યાદીમાં યુક્રેન NPA નાં ૫૪.૩ ટકાના રેશિયો સાથે સૌથી નબળું દેખાય છે. સાન મેરિનો ૪૭.૨ ટકા તથા ગ્રીસ ૪૪.૧ ટકા સાથે નીચેથી બીજા અને ત્રીજા ક્રમે છે. જ્યારે ૦.૪ ટકા સાથે કેનેડા સૌ પ્રથમ, સાઉથ કોરિયા ૦.૫ ટકા તથા સ્વિટઝર્લેન્ડ ૦.૬ ટકા સાથે બીજા અને ત્રીજા ક્રમે છે. આ એવા દેશો છે જેમની NPA ઐક ટકાથી ઓછી છે. એકતરફ આપણી સરકાર દેશને પાંચ ટ્રીલિયનની ઇકોનોમી બનાવવાના સપના દેખાડે છે. જ્યારે બીજીતરફ બેંકોના બાકી લેણાની રિકવરીના કેસ ૨૭ ટકાથી વધારે થયા છૈ. બાકીની પાર્ટીઓના લેણા રૂપિયાને ફડચામાં લઇ જઇને રાઇટ-ઓફ કરવાના રહેશે. ભારતમાં દર એકાદ દાયકાને અંતે બે વર્ષ આવા માંડવાળીના આવે છે. જે બેલેન્સશીટ તો ચોખ્ખી કરે જ છે પણ સાથે દેશની તિજો્રીને પણ ચોખ્ખી કરી નાખે છૈ. આ બેલેન્શીટ ચોખ્ખી કરવાની વર્ષો જુની પરંપરા જયારે બંધ થશે ત્યારે ભારત NPA ની બાબતમાં વિશ્વના ટોચના દેશોમાં સ્થાન પામી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.