Abtak Media Google News

ભારતની ઈંધણની માંગમાં ટકાનો વધારો

લોકસભાની ચૂંટણીના કાઉન્ટ-ડાઉન શરૂ થઈ ચૂકયા છે ત્યારે શિક્ષણ, કૃષિ, ઈંધણ દરેક ક્ષેત્રે લોકો કે વિસ્તારોનો વિકાસ થાય તેવા હેતુથી દરેક આયોજનો કરવામાં આવતા હોય છે ત્યારે રાજય સંચાલીત ઈંધણ રીટેલરોએ પાંચ વર્ષોમાં પ્રથમ વખત પોતાના રિટેઈલ નેટવર્કને વધારવા માટે એલઓએલ્સ લેટર ઓફ લેટેન્ટ અંતર્ગત ૨૦,૦૦૦ પેટ્રોલ-ડિઝલના પંપો બનાવવાની તૈયારી કરી છે.

ઓઈલ મીનીસ્ટર ધર્મેન્દ્ર પ્રધાનને પ્રથમ તબકકામાં ૨૫૮૨ એલઓએલ્સ માટેની જવાબદારી સોંપવામાં આવી હતી. આ અંગે તેમણે કહ્યું હતું કે, નવા પેટ્રોલ પંપો ૨ લાખથી વધુ નોકરીઓની તકો લઈને આવી રહ્યું છે. જેમાં અનુસુચિત જાતિ, જનજાતિના ૫૦૦૦ લોકોને નોકરીમાં અગ્રણ્યતા આપવામાં આવશે.

પરંપરાગત રીતે જોવાયું છે કે, સાઈટ ઉપર દર્શાવાતી જાહેરાતો હકીકતના પેટ્રોલ પંપની સ્ક્રુનીટી માટે ઉપયોગમાં લેવાય છે જે ૧૫ ટકા હોય છે પરંતુ આ વર્ષે અમે ૨૫ થી ૩૦ ટકાનો લક્ષ્ય સાધી રહ્યાં છીએ એટલે કે, ૨૦,૦૦૦ નવા પેટ્રોલ પંપ બનશે. દરેક પેટ્રોલ પંપ દીઠ ૧૦ લોકોની ભરતી કરવામાં આવતી હોય છે ત્યારે તેનાથી સીધી ૨ લાખ નોકરીઓ ઉત્પન્ન થશે.

ઈન્ડિયન ઓઈલ, એચપીસીએલ અને બીપીસીએલ ત્રણ રાજય સંચાલીત ઈંધણ રીટેલરોએ ૭૮૪૯૩ સ્થળો ઉપર પેટ્રોલપંપની ડિલરશીપ માટે તપાસ કરી છે. જાન્યુઆરીના અંત સુધીમાં ૪ લાખ અરજીઓ નોંધાઈ હતી. આ પેટ્રોલપંપો આગામી ૩ વર્ષમાં સ્થાપવાનો સરકારનો લક્ષ્ય છે. સરકારી આંકડાનુસાર ભારતમાં કુલ ૬૨૫૮૫ પેટ્રોલપંપ છે જેમાંથી માત્ર ૬૦૦૦ પેટ્રોલ પંપ નીજી કંપની દ્વારા ચલાવવામાં આવે છે. દેશમાં ઈંધણની માંગમાં ૪ થી ૫ ટકાનો વધારો નોંધાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.